Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ખનીજ માફિયાઓએ મામલતદારની ટીમ પર હુમલો કર્યો:કામગીરીમાં અડચણ ઊભી કરી ટીમ પર હુમલો, પાંચ આરોપીઓ ઝડપાયા

    1 day ago

    ગોધરા તાલુકા વિસ્તારમાં ખનીજનું ગેરકાયદેસર ખનન અને વહન કરતા ભૂમાફિયાઓ સામે મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી. આ કામગીરીમાં અડચણ ઊભી કરી ઝઘડો અને હુમલો કરવાના ગુનામાં ગોધરા તાલુકા પોલીસે પાંચ આરોપીઓને પકડ્યા છે. પોલીસના કહ્યા મુજબ, મામલતદાર અને રેવન્યુ તલાટી સહિતની ટીમ કામગીરી કરી રહી હતી. ત્યારે આરોપીઓએ ઝપાઝપી કરી, ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમણે તલાટી સાથે મારામારી કરી શરીર પર ઈજા પહોંચાડી હતી. આરોપીઓએ કાવતરું રચી ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન દ્વારા રોયલ્ટી બચાવી પૈસા કમાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને માઈન્સ એન્ડ મિનરલ્સ રેગ્યુલેશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શનથી પોલીસ ઈન્સ્પેક્ટર એ.વાય. પટેલે સર્વેલન્સ સ્કોડ અને પોલીસ સ્ટાફની ટીમો બનાવી હતી. પોલીસ ટીમે થોડા જ સમયમાં પાંચ આરોપીઓને પકડી તેમની ધરપકડ કરી હતી. ગુનામાં ઉપયોગમાં લેવાયેલા વાહનો તેમજ ખનીજના ખનનમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં વિનોદભાઈ રમેશભાઈ વણઝારા, ચિરાગ ખીમાજી વણઝારા, કિશનભાઈ રમેશભાઈ વણઝારા, કરણભાઈ કમલેશભાઈ વણઝારા અને રાહુલ ઉર્ફે રોની ભગવાનજી વણઝારાનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. કોર્ટે તેમને જેલ વોરંટ આપ્યો. ત્યારબાદ પાંચેય આરોપીઓને ગોધરા સબ જેલમાં મોકલી દેવાયા છે.
    Click here to Read More
    Previous Article
    પર્યુષણ પર્વનું મિચ્છામી દૂકડમ સાથે સમાપન:જૈનાચાર્યોના મુખેથી થયેલા બારસાસૂત્રના પઠન સાથે સંવત્સરીની ઉજવણી કરાઈ
    Next Article
    સાત ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટનોની અપીલ:ઇમરાન ખાન જેલમાં મરી જશે, વિદેશ મંત્રીને હસ્તક્ષેપ કરવા જણાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment