Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહુચરાજીની આકબા‎પ્રાથમિક શાળામાં મૂક્યા‎:ખોટી સહીઓથી ચેક-વાઉચર ઇશ્યૂ કરી નાણાકીય ગેરરીતિ:ચાલાસણ પ્રા.શાળાના આચાર્યની બદલી

    15 hours ago

    જોટાણા તાલુકાની ચાલાસણ પ્રાથમિક શાળામાં સરકારી ગ્રાન્ટના ઉપયોગમાં નાણાકીય ગેરરીતિ સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગે આચાર્ય જીતેન્દ્રકુમાર દરજીની વહીવટી બદલી કરી આકબા પ્રાથમિક શાળામાં મુકી, તપાસના આદેશ આપ્યા છે. એસએમસીની જાણ બહાર ગ્રાન્ટનો ઉપયોગ કરાયો હોવા ઉપરાંત એસએમસીના મહિલા સભ્યની ખોટી સહી કરી ચેક અને વાઉચર ઇશ્યૂ કરાયા હતા. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ર્ડા. શરદભાઇ ત્રિવેદીને પૂછતાં ચાલાસણ આચાર્યની બદલી કરાઇ છે અને રેકર્ડ કબ્જે લેવાયું છે, તેની ખાતાકીય તપાસ ચાલી રહી છે તેમ જણાવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જોટાણા ટીપીઇઓ અને ગ્રામજનોની રજૂઆતના આધારે 21 જુલાઈએ શાળાની રૂબરૂ મુલાકાત લઈ તપાસ કરી હતી. તપાસ દરમિયાન વર્ષ 2025-26નો રોજમેળ અને ખર્ચના વાઉચર શાળા કક્ષાએ ઉપલબ્ધ ન હોવાથી સંપૂર્ણ ચકાસણી થઈ શકી નહોતી. એસએમસીની પુનઃરચના ...અનુસંધાન પાન-3 5 મહિનાથી આચાર્ય અને શિક્ષકો વચ્ચે વિવાદ તપાસ દરમિયાન નાણાકીય બાબતોને લઈને આચાર્ય અને શાળાના શિક્ષકો વચ્ચે છેલ્લા પાંચ મહિનાથી વિવાદ ચાલી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. આ વિવાદની શાળાના શૈક્ષણિક કાર્ય પર પણ માઠી અસર પડી હોવાનું નોંધાયું હતું.
    Click here to Read More
    Previous Article
    ફાયરિંગ:નાગલપુર નહીં હવે કારકુન ચાલની જગ્યામાં બનશે નવીન સરકારી કચેરીઓનું મેગા સંકુલ
    Next Article
    મહેસાણા-વિસનગરની 5 શૈક્ષણિક સંસ્થાની 9 કેન્ટીનમાં ચેકિંગ:લાઇસન્સ વિના ચાલતી મહેસાણાની RJ ઇન્ટરનેશનલ સ્કૂલની કેન્ટીન બંધ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment