Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા-વિસનગરની 5 શૈક્ષણિક સંસ્થાની 9 કેન્ટીનમાં ચેકિંગ:લાઇસન્સ વિના ચાલતી મહેસાણાની RJ ઇન્ટરનેશનલ સ્કૂલની કેન્ટીન બંધ કરી

    14 hours ago

    વિદ્યાર્થીઓને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહે તે માટે જિલ્લા ફૂડ વિભાગે શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલતી કેન્ટીનોનું અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. મહેસાણા અને વિસનગરની 5 શૈક્ષણિક સંસ્થાઓની કુલ 9 કેન્ટીનમાં તપાસ કરાઇ હતી. જેમાં મહેસાણાની RJ ઇન્ટરનેશનલ સ્કૂલમાં લાઇસન્સ વિના કેન્ટીન ચાલતી હોવાનું સામે આવતાં ફૂડ વિભાગે તેને તાત્કાલિક અસરથી બંધ કરાવી હતી. જિલ્લા ફૂડ અધિકારી વિપુલ ચૌધરીની ટીમે શૈક્ષણિક સંકુલોમાં આવેલી કેન્ટીનોમાં ખોરાકની ગુણવત્તા, સ્વચ્છતા તેમજ જરૂરી મંજૂરી અને લાઇસન્સ અંગે તપાસ કરી હતી. જેમાં મહેસાણા સાર્વજનિક કેળવણી મંડળના વર્ધમાન કેમ્પસમાં ચાલતી કશિશ કેટરર્સની કેન્ટીન, રંગોલી ઇન્ટરનેશનલ સ્કૂલની કેન્ટીન અને માનસિંહભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેરી એન્ડ ફૂડ ટેક્નોલોજીની કેન્ટીનને સુધારા નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત, વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલમાં આવેલી ભોલેનાથ કેન્ટીનને પણ સુધારા નોટિસ અપાઈ હતી. બીજી તરફસાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને એસ.કે. કોલેજ કેમ્પસમાં આવેલી ધીસારામ હીરાજી ચૌધરી કેન્ટીન, સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની લીલાવતી ફૂડ કોર્ટ અને એસ.કે. કેમ્પસની બી.ડી. ડેન્ટલ કોલેજની પી ક્યુબ હોસ્પિટાલિટી યુની બાઇટ્સમાં પણ તપાસ કરાઈ હતી. પરંતુ તેમાં કશું વાંધાજનક નહીં પરંતુ સ્વચ્છતા અને તમામ રીતે સંતોષકારક મળી આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    બહુચરાજીની આકબા‎પ્રાથમિક શાળામાં મૂક્યા‎:ખોટી સહીઓથી ચેક-વાઉચર ઇશ્યૂ કરી નાણાકીય ગેરરીતિ:ચાલાસણ પ્રા.શાળાના આચાર્યની બદલી
    Next Article
    PM મોદીના જન્મદિવસે અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલ ફ્લેગ આપશે‎:વડનગરથી 500 બાઇકર્સ શર્મિષ્ઠાનું જળ કાશી વિશ્વનાથને અર્પણ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment