Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોલાના સિદ્ધિ વિલા બંગલોમાં ગણેશજીની ભક્તિભાવથી સ્થાપના:ગણેશ ચતુર્થી પર્વ નિમિત્તે, ત્રણ દિવસના કાર્યક્રમોમાં પરિવારમાં ભાઈચારો અને એકતા જોવા મળી

    1 day ago

    સોલાના સિદ્ધિ વિલા બંગલોમાં ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વ નિમિત્તે શ્રી ગણેશજીની ભક્તિભાવથી સ્થાપના કરવામાં આવી છે. શ્રી મયુર પટેલના નિવાસસ્થાને આયોજિત આ ગણેશોત્સવમાં ત્રણ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો, પૂજન-અર્ચન અને ભજન-કીર્તનનું ખાસ આયોજન કરાયું છે. ગણેશ ચતુર્થીના શુભ મુહૂર્તમાં મયુર પટેલ અને તેમના પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે બાપાની મૂર્તિની પધરામણી અને પૂજા કરવામાં આવી હતી. ઉત્સવના પહેલા દિવસે સોલા વિસ્તારની મહિલાઓએ ખાસ ભજન સંધ્યાનું આયોજન કર્યું હતું. મહિલાઓએ ગણેશ વંદના અને ભક્તિપદ ગાઈને વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. આ ગણેશોત્સવ દરમિયાન સતત ત્રણ દિવસ સુધી સવાર-સાંજ મહાઆરતી, કીર્તન અને વિધિવત પૂજા હાથ ધરવામાં આવશે. સોલાના સિદ્ધિ વિલા બંગલોના રહેવાસીઓમાં ગણેશોત્સવને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજુબાજુના રહેવાસીઓ અને પરિવારજનો દર્શન કરવા આવીને બાપાના આશીર્વાદ લઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાના રંગોળી આર્ટિસ્ટે BRICS સમિટમાં પાણી પર લોગો-રંગોળી બનાવી:PMએ પુતિનને માહિતી આપી, ગુજરાતી સાંભળીને કહ્યું- અરે વાહ, તમે તો બહુ સરસ ગુજરાતી બોલો છો
    Next Article
    વઢવાણથી જય અંબે પગપાળા સંઘ રવાના:રૂ. 5.25 લાખના ખર્ચે બનેલા હાઇટેક રથ સાથે 300થી વધુ પદયાત્રીઓ અંબાજી જવા રવાના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment