Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણથી જય અંબે પગપાળા સંઘ રવાના:રૂ. 5.25 લાખના ખર્ચે બનેલા હાઇટેક રથ સાથે 300થી વધુ પદયાત્રીઓ અંબાજી જવા રવાના

    1 day ago

    ભાદરવા પૂનમના અવસરે મા અંબાના દર્શન કરવા માટે હજારો ભક્તો પગપાળા અંબાજી જાય છે. આ પરંપરા મુજબ, વઢવાણથી દર વર્ષની જેમ આ વર્ષે પણ જય અંબે પગપાળા સંઘ અંબાજી જવા રવાના થયો છે. આ સંઘમાં 300થી વધુ પદયાત્રીઓ જોડાયા છે. સંઘના આગેવાનોએ આ વર્ષે 5.25 લાખ રૂપિયાના ખર્ચે હાઇટેક સુવિધાઓવાળો મા અંબાનો રથ બનાવ્યો છે. આ રથ સંઘનું મુખ્ય આકર્ષણ બનશે. પદયાત્રીઓની સુવિધા માટે સંઘના આયોજકોએ જરૂરી વ્યવસ્થા પણ કરી છે. મા અંબાજીના પ્રાગટ્ય દિવસે માતાજીના દરબારમાં ધજા ચઢાવી લાખો ભક્તો ધન્યતા અનુભવે છે. વઢવાણથી નીકળેલા આ પગપાળા સંઘમાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે. સંઘના આયોજનમાં લાલુભા ડોડિયાની આગેવાનીમાં રથ તૈયાર કરાયો છે. આયોજકોએ જણાવ્યું કે, યાત્રા દરમિયાન ભક્તો માટે રોકાણ અને ભોજન સહિતની વ્યવસ્થા કરાઈ છે. વઢવાણથી અંબાજી સુધીની આ પદયાત્રા ભક્તિમય માહોલ વચ્ચે મા અંબાના જયઘોષ સાથે શરૂ થઈ છે.
    Click here to Read More
    Previous Article
    સોલાના સિદ્ધિ વિલા બંગલોમાં ગણેશજીની ભક્તિભાવથી સ્થાપના:ગણેશ ચતુર્થી પર્વ નિમિત્તે, ત્રણ દિવસના કાર્યક્રમોમાં પરિવારમાં ભાઈચારો અને એકતા જોવા મળી
    Next Article
    ઓરેકલે હજારો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા:સવારે 4 વાગ્યે સિસ્ટમ એક્સેસ બંધ, 6 વાગ્યે મેઇલ આવ્યો- આજે તમારો છેલ્લો દિવસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment