Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના રંગોળી આર્ટિસ્ટે BRICS સમિટમાં પાણી પર લોગો-રંગોળી બનાવી:PMએ પુતિનને માહિતી આપી, ગુજરાતી સાંભળીને કહ્યું- અરે વાહ, તમે તો બહુ સરસ ગુજરાતી બોલો છો

    1 day ago

    વડોદરાના જાણીતા રંગોળી આર્ટિસ્ટ રાજેન્દ્ર ડિંડોલકરને દિલ્હી ખાતે યોજાયેલી BRICS સમિટમાં રંગોળી કળાનું પ્રદર્શન કરવા માટે Ministry of External Affairs તરફથી ખાસ આમંત્રણ મળ્યું હતું. 4 વિદ્યાર્થીઓ સાથે દિલ્હી પહોંચેલા રાજેન્દ્ર ડિંડોલકરે ત્રણ દિવસમાં 14 ફૂટ બાય 14 ફૂટની ભારતીય પરંપરાગત રંગોળી તૈયાર કરવા ઉપરાંત પાણી ઉપર BRICSનો લોગો બનાવી તેનું લાઈવ ડેમોસ્ટ્રેશન આપ્યું હતું. આ દરમિયાન દેશ-વિદેશના મહેમાનો સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ તેમની રંગોળી નિહાળી હતી. રંગોળી નિહાળતા વડાપ્રધાન મોદી તેમની પાસે આવ્યા હતા PM મોદીએ ખુશ થઈને તેમની પ્રશંસા કરી હતી. ‘બ્રિક્સ સમિટમાં પાણી ઉપર રંગોળી બનાવી’ જાણીતા રંગોળી આર્ટિસ્ટ રાજેન્દ્ર ડિંડોલકરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ તરફથી દિલ્હી બ્રિક્સ સમિટમાં આવવા માટે આમંત્રણ મળ્યું હતું. બ્રિક્સ સમિટના પ્રોગ્રામમાં ખાસ કરીને પાણી ઉપર રંગોળી બનાવવા માટેનું આમંત્રણ હતું. હું મારા 4 વિદ્યાર્થી પ્રાચી આયરે, અવની ડિંડોલકર, રાજેશ રાઠવા અને ભાર્ગવ પટેલ સાથે દિલ્હી ગયો હતો. ત્યાં અમે 3 દિવસમાં 14 ફૂટ બાય 14 ફૂટની આપણી ભારતીય પરંપરાગત રંગોળી તૈયાર કરી હતી. બીજી એક પાણી ઉપર રંગોળી બનાવી હતી, જેમાં બ્રિક્સનો લોગો બનાવ્યો હતો. 'PM મોદીએ પ્રશંસા કરી' તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે પાણી ઉપર રંગોળી બનાવવાનું લાઈવ ડેમોસ્ટ્રેશન આપતા હતા. ત્યાં દેશ-વિદેશના ઘણા બધા મહેમાનો આવીને રંગોળીની ખૂબ પ્રશંસા કરતા હતા અને ફોટોગ્રાફ્સ લેતા હતા. તે દરમિયાન આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન પણ ત્યાં આવ્યા હતા. મોદી સાહેબે તેમને રંગોળી વિશે માહિતી આપી અને રંગોળી જોતાં જોતાં મારી પાસે આવીને વાત કરવા લાગ્યા હતા. ‘PM સાથે વાત કરીને ત્રણ દિવસનો થાક એક ક્ષણમાં દૂર થઈ ગયો’ તેઓએ ઉમેર્યું હતું કે, તે જ વખતે કોઈએ ગુજરાતીમાં પૂછ્યું કે આ રંગોળી શેના પર બનાવી છે?, એટલે મેં તરત જ કહ્યું કે પાણી ઉપર બનાવી છે. મેં પાણીમાં આંગળી નાખીને પણ બતાવ્યું હતું. મેં ગુજરાતીમાં વાત કરી એટલે મોદી સાહેબ ખુશ થઈને બોલ્યા કે, અરે વાહ! તમે તો બહુ સરસ ગુજરાતી બોલો છો! મેં કહ્યું, હા, હું ગુજરાતના વડોદરાનો જ છું. તેમણે હસીને ખૂબ પ્રશંસા કરી હતી. તેમની સાથે વાત કરીને અમારો ત્રણ દિવસનો થાક એક ક્ષણમાં દૂર થઈ ગયો હતો. ‘આ પેઇન્ટિંગ વડોદરા મ્યુઝિયમમાં મોકલો તો સરસ થશે’ તેઓએ કહ્યું હતું કે, આ પહેલાં પણ વડાપ્રધાન મોદીને મળી ચૂક્યો છું. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જૂનાગઢમાં રંગોળીના કાર્યક્રમ વખતે મને મળવાનો અવસર મળ્યો હતો. તે સિવાય પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતે ગાંધીજી અને કસ્તૂરબાનું એક જૂનું પેઇન્ટિંગ હતું, જેને રિસ્ટોરેશન માટે અમારા મ્યુઝિયમમાં લાવવામાં આવ્યું હતું. તે પેઇન્ટિંગ ખૂબ ખરાબ થઈ ગયું હતું. અમે ટચિંગ કરીને તેને ખૂબ સરસ બનાવ્યું હતું. ખુદ મોદી સાહેબે કીધું હતું કે, આ પેઇન્ટિંગ વડોદરા મ્યુઝિયમમાં મોકલો તો સરસ થશે. કામ પત્યા પછી પેઇન્ટિંગ જોઈને તેઓ બહુ ખુશ થયા હતા. ‘કળાને આગળ વધારવા આવી પ્રશંસા ખૂબ મોટી પ્રેરણા આપે છે’ આ ઉપરાંત પોરબંદરમાં શંખ અને છીપલાંની એક રંગોળી બનાવી હતી. ત્યાંના મ્યુઝિયમના ઉદ્ઘાટન પ્રસંગે મોદી સાહેબ આવ્યા હતા. મારી રંગોળી જોઈને તેમણે મારા ખભા પર હાથ રાખીને મને શાબાશી આપી હતી. જ્યારે આવા મહાનુભાવો આપણી કળાની સરાહના કરે છે, ત્યારે આંખમાં ખુશીના આંસુ આવી જાય છે અને દિલથી એક અલગ ભાવના અનુભવાય છે. આપણી કળાને આગળ વધારવા માટે આવી પ્રશંસા ખૂબ મોટી પ્રેરણા આપે છે. ‘આ કળા અને પરંપરા વારસામાં મળી’ તેઓએ વધુમાં કહ્યું હતું કે, હું નાનપણથી જ આ ક્ષેત્રમાં જોડાયેલો છું. મારા પિતા પોતે મારા ગુરુ હતા અને એમના તરફથી જ મને આ કળા અને પરંપરા વારસામાં મળી છે. આજે હું જે કંઈ પણ છું તે તેમના પ્રતાપે જ છું. નાનપણમાં જ્યારે દિવાળી સમયે બહાર ઓટલા બનાવતા, ત્યારે બધા ડિઝાઇન બનાવતા પરંતુ હું અલગ અલગ ચિત્રો જ બનાવતો. મારી આ કળા જોઈને આજુબાજુના અનેક મહોલ્લામાંથી લોકો જોવા આવતા અને ખૂબ ખુશ થતા. લોકોને ખુશ જોઈને મને વધુ ઉત્સાહ અને પ્રેરણા મળતી કે હું હજુ કંઈક નવું અને સારું કામ કરું. 'વડોદરામાં 1985થી 'સ્વસ્તિક કલાકાર ગ્રુપ' કાર્યરત' મેં ફાઇન આર્ટ્સનો અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ શેડલાઇટ વગેરેનું જ્ઞાન મેળવ્યું. વડોદરામાં 1985થી 'સ્વસ્તિક કલાકાર ગ્રુપ' કાર્યરત છે, જેનો હું ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ છું. અમે દર વર્ષે દિવાળીના સમયે વડોદરામાં રંગોળી પ્રદર્શનનું આયોજન કરીએ છીએ. આ પ્રદર્શન જોવા માટે દૂર-દૂરથી લોકો આવે છે અને લાઈનો લગાવે છે. જ્યારે લોકો આવીને રંગોળીઓ જોઈને ખુશ થાય છે, ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાની આ કળા અમારી પાસે છે તેનો અમને ખૂબ આનંદ અને ગર્વ થાય છે.
    Click here to Read More
    Previous Article
    ગ્રીન ગણેશોત્સવ-2026 નો પહેલો દિવસ શરૂ:સોલા ભાગવતના વૃંદાવન-6 બંગ્લોઝમાં ગણેશ સ્થાપના, આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
    Next Article
    સોલાના સિદ્ધિ વિલા બંગલોમાં ગણેશજીની ભક્તિભાવથી સ્થાપના:ગણેશ ચતુર્થી પર્વ નિમિત્તે, ત્રણ દિવસના કાર્યક્રમોમાં પરિવારમાં ભાઈચારો અને એકતા જોવા મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment