Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણપતિ આયો બાપ્પા... રિધ્ધિ-સિધ્ધિ લાયો...:શહેરમાં ઠેર-ઠેર વિધ્નહર્તાનું આગમન, ભક્તો દ્વારા ડીજેના તાલે વાજતે-ગાજતે બાપ્પાના વધામણાં

    11 hours ago

    ગણપતિ આયો બાપ્પા... રિધ્ધિ–સિધ્ધિ લાયો...'ના નાદ સાથે આજથી શહેરમાં વિધ્નહર્તાનું ભવ્ય આગમન થયું હતું, ભાવનગર જિલ્લામાં ગણપતિ બાપ્પાનું આનંદ ઉલ્લાસ ભેર આગમન ભક્તોમાં અનેરો ઉત્સાહ ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે. ગણપતિ બાપ્પાનું ડીજેના તાલે વાજતે ગાજતે આગમન ભાવનગર શહેરમાં ગત મોડીરાત્રે શહેરમાં મોટા આયોજકો દ્રારા ગણપતિ બાપ્પાનું ડીજે તથા ઢોલના તાલે વાજતે ગાજતે આગમન કરવામાં આવ્યું હતું. આજથી ગણપતિ ઉત્સવનો પ્રારંભ થયો છે, સમગ્ર જિલ્લામાં વિવિધ મંડળો દ્વારા ગણપતિ બાપ્પાનું ડીજેના તાલે વાજતે ગાજતે આગમન કરવામાં આવી રહ્યું છે. રાત્રે શહેરમાં પધારી રહેલા ગણપતિ બાપ્પાને આવકારવા માટે મોટી સંખ્યામાં નગરવાસીઓ ઉમટી પડ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં વિવિધ મિત્ર મંડળો દ્રારા રાત્રે ગણપતિ બાપ્પાના રસ્તેથી શોભાયાત્રા કાઢી ડીજેના તાલે નાચગાન સાથે ભક્તો પોતપોતાના સ્થાપન પંડાલ સુધી લાવ્યા હતા. આજથી સવારથી બાપ્પાના આગમનને લઈ ભક્તોમાં ભારે આનંદ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. આ યાત્રામા લાઇટિંગ, ડીજે, ઢોલ નગારા, લેઝીમ, પાલખી, બગી, બેન્ડ, જેવા વાજિંત્રો સાથે બાપાની આગમન યાત્રા નિકળી હતી. દરરોજ અલગ-અલગ ધાર્મિક કાર્યકમોનું આયોજન કરાશે ગોતમેશ્વર નગર ચિત્રામાં ગણેશજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ગોતમેશ્વર પરિવારના બાળકો, બહેનો ,અને ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાવિકો રાસ રમીને ગણપતિ બાપા ને આવકાર્ય હતા, જેમાં ડીજે સાઉન્ડ સાથે અબીલ ગુલાલ ઉડાડી ગણપતિ બાપાને વાજતે ગાજતે બાપાને પંડાલ સુધી લઈ જવાય હતા.ગૌતમેશ્વર નગરના પ્રમુખ દોલતસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, કોઈપણ શુભ કાર્યની શરૂઆત ગણેશજીથી થાય છે, દરરોજ અલગ અલગ ધાર્મિક કાર્યકમો નું આયોજન કરવામાં આવશે, જેમાં સત્યનારાયણ ભગવાનની કથા, રામ દરબાર, દાડિયારાસ, શ્રી રામાપીરનું આખ્યાન તથા તા.20 ના રોજ વિસર્જન કરવામાં આવશે, ગણેશ મહોત્સવ ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી એટલે કે ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ ચૌદસ સુધી 11 દિવસ ચાલે છે. ગણેશ મહોત્સવ અંતર્ગત દરરોજ સવારે ગણેશજીની પૂજા, આરતી કરાશે.બપોરે ભોગ આરતી અને સાંજે સંધ્યા આરતી કરવામાં આવશે. ગણેશજીને અતિ પ્રિય એવા મોદક ની પ્રસાદી ધરવામાં આવશે. મીઠાઈની દુકાનોમાંથી ચૂરમાના લાડુ તેમજ વિવિધ મોદકની લોકો ધૂમ ખરીદી કરી રહ્યા છે. શહેરમાં અનેક મોટા આયોજન કરવામાં આવ્યા છે, જેના પંડાલ ઉભા કરવા સહિત શણગારવાની તડામાર તૈયારીઓ ચાલી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં શહેરના કાળીયાબીડ, વાઘાવાડી રોડ, સરિતા સોસાયટી, જવાહર મેદાન, ઘોઘાસર્કલ, પાનવાડી ચોક, રૂપાણી, વડવા, કણબીવાડ સહિત અનેક વિસ્તારોમાં ગણેશોત્સવના વિશાળ આયોજનો થનાર છે જેની તૈયારીઓને આયોજકો દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દરરોજ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યા છે..
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં દાદી-પૌત્રી ખાડામાં ખાબક્યાં, CCTV:પોરબંદરમાં વીજળી પડતા એકનું મોત, વલ્લભીપુર અને બોરસદમાં 6-6 ઈંચ વરસાદ; 250 તાલુકામાં મેઘ મહેર
    Next Article
    હિંમતનગરમાં વરસાદ વચ્ચે ગણેશજીની શોભાયાત્રા:હરિઓમ સોસાયટીમાં 33મો ગણેશ મહોત્સવ શરૂ, 6 દિવસ આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment