Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં દાદી-પૌત્રી ખાડામાં ખાબક્યાં, CCTV:પોરબંદરમાં વીજળી પડતા એકનું મોત, વલ્લભીપુર અને બોરસદમાં 6-6 ઈંચ વરસાદ; 250 તાલુકામાં મેઘ મહેર

    17 hours ago

    રાજ્યમાં એક મહિનાના લાંબા વિરામ બાદ 12મી સપ્ટેમ્બરથી શરૂ થયેલી વરસાદની બીજી ઈનિંગ ધમાકેદાર રહી. સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ભાવનગરના વલ્લભીપુર અને આણંદના બોરસદમાં આશરે 6-6 ઈંચ અને વડોદરાના કારંજ, મહેસાણાના કડી અને અમદાવાદના ધોળકામાં 4-4 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત અન્ય 43 તાલુકામાં બે ઇંચથી વરસાદ વરસી ગયો છે, જ્યારે બાકીના તાલુકાઓમાં બે ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 3 કલાક એટલે કે, 7 વાગ્યા સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તીવ્ર પવનની ચેતવણી સાથે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, સુરત, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને દીવમાં રેડ એલર્ટ જારી કરાયું છે. જ્યારે મધ્યમ વરસાદ અને પવનની શક્યતા ધરાવતા મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જૂનાગઢમાં સિઝનમાં પહેલીવાર કાળવા નદીમાં ધોડાપૂર આવ્યું છે, તો ડામદર કુંડમાં પણ પાણીના આવક નોંધાઈ છે. આ સાથે ઉપલા દાતાર પર્વત પર ભારે વરસાદ ખાબકતાં પર્વતની સીડીઓ પરથી નદીની જેમ ધસમસતા પાણી વહેવા લાગ્યા છે. વિલિંગ્ડન ડેમમાં પાણીની વિપુલ આવક શરૂ થતાં ઓવરફ્લો થવાની શક્યતા સેવાઈ રહી છે. વડોદરામાં ધોધમાર વરસાદથી રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. વરસાદે વિઘ્ન ઊભું કર્યું હોવા છતાં લોકોમાં બપ્પાના આગમનને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદમાં પણ અંધારપટ સાથે અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. તો તાલાલા ગીરમાં ભારે વરસાદથી ખેડૂતોએ સૂકાતા પાકને લઇ હાશકારો અનુભવ્યો છે. બપોરબાદ રાજકોટ પંથકમાં પણ વરસાદ શરૂ થયો છે. રાજ્યના વરસાદની તસવીરો
    Click here to Read More
    Previous Article
    बिजनौर में रेप, गैंगरेप में फंसाने की धमकी देने वाले दो और गिरफ्तार, गिरोह में एक पत्रकार भी शामिल
    Next Article
    ગણપતિ આયો બાપ્પા... રિધ્ધિ-સિધ્ધિ લાયો...:શહેરમાં ઠેર-ઠેર વિધ્નહર્તાનું આગમન, ભક્તો દ્વારા ડીજેના તાલે વાજતે-ગાજતે બાપ્પાના વધામણાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment