Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં વરસાદ વચ્ચે ગણેશજીની શોભાયાત્રા:હરિઓમ સોસાયટીમાં 33મો ગણેશ મહોત્સવ શરૂ, 6 દિવસ આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

    6 hours ago

    હિંમતનગરમાં વરસતા વરસાદ વચ્ચે હરિઓમ સોસાયટી ખાતે 33મા ગણેશ મહોત્સવની શરૂઆત થઈ. શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર, હરિઓમ સોસાયટીના શ્રી ગણેશ યુવક સેવા મંડળ દ્વારા આ ગણેશોત્સવનું આયોજન કરાયું છે. સી.કે. રેસિડેન્સી, કાંકણોલ રોડથી ગણપતિ બાપ્પાની મૂર્તિની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. વરસાદ હોવા છતાં શ્રદ્ધાળુઓ પૂરા ઉત્સાહ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રા હરિઓમ સોસાયટીના ગણપતિ ચોક પહોંચ્યા બાદ મૂર્તિના યજમાન વિપુલભાઈ હરગોવિંદદાસ પટેલે પૂજન કર્યું. ત્યારબાદ આરતી કરીને ગણપતિજીની વિધિવત સ્થાપના કરવામાં આવી. આ ગણેશ મહોત્સવ દરમિયાન આગામી છ દિવસ સુધી દરરોજ રાત્રે આરતી પછી અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સાતમા દિવસે ગણપતિજીની મૂર્તિનું સપ્તેશ્વર ખાતે વિસર્જન કરાશે. શોભાયાત્રા અને સ્થાપના કાર્યક્રમમાં શ્રી ગણેશ યુવક સેવા મંડળના પ્રમુખ બ્રિજેશ પટેલ, મંત્રી નિતિન પરમાર, ટ્રસ્ટી હિતેશ પટેલ, જનક પટેલ, દક્ષ પટેલ, કિશન પટેલ, નૈતિક પટેલ સહિત મંડળના સભ્યો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગણપતિ આયો બાપ્પા... રિધ્ધિ-સિધ્ધિ લાયો...:શહેરમાં ઠેર-ઠેર વિધ્નહર્તાનું આગમન, ભક્તો દ્વારા ડીજેના તાલે વાજતે-ગાજતે બાપ્પાના વધામણાં
    Next Article
    2027 એશિઝ રમવા પર સ્ટીવ સ્મિથ બોલ્યા- હજુ બહુ દૂર:આના પર વાયદો ન કરી શકું; 2028 ઓલિમ્પિક રમવાની ઈચ્છા વ્યક્ત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment