Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં અતુલ ફાઉન્ડેશને નવી આંગણવાડીઓનું લોકાર્પણ કર્યું:જિલ્લા પંચાયત પ્રમુખે ભાગડાવડા અને ટૂકવાડા ગામમાં સુવિધાઓ ખુલ્લી મૂકી

    8 hours ago

    વલસાડ જિલ્લાના ભાગડાવડા અને ટૂકવાડા ગામમાં અતુલ ફાઉન્ડેશન દ્વારા નવી આંગણવાડીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ આંગણવાડીઓ બાળકોને સુવિધાયુક્ત અને સુરક્ષિત વાતાવરણમાં પ્રાથમિક શિક્ષણ, પોષણ અને સંભાળ આપશે. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલે તેનું લોકાર્પણ કર્યું. ભાગડાવડા ગામમાં તીથલ રોડ પર સરકારી વસાહતમાં બે નવા આંગણવાડી કેન્દ્રો ખુલ્લા મુકાયા. આ પ્રસંગે અતુલ કંપનીના જનરલ મેનેજર ગૌતમભાઈ દેસાઈ, અતુલ ફાઉન્ડેશનના અધિકારીઓ, તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ પટેલ, ગામના સરપંચ ધર્મેશભાઈ પટેલ, ઉપસરપંચ, તલાટી, આંગણવાડી કાર્યકર બહેનો, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. હેતલબેન પટેલે કહ્યું કે, આંગણવાડી ગામના નાના બાળકોના ભવિષ્યનું પહેલું પગથિયું છે. અહીં બાળક શિક્ષણની સાથે સંસ્કાર, પોષણ, સ્વચ્છતા અને જીવનના પ્રાથમિક પાઠ શીખે છે. તેમણે જણાવ્યું કે આંગણવાડીનું મકાન લાંબા સમયથી જર્જરિત હતું. બાળકોને જરૂરી સુવિધાઓ મળે તે માટે તેનું નવીનીકરણ કરવું જરૂરી હતું. અતુલ ફાઉન્ડેશને પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે આ આંગણવાડીઓનું નવીનીકરણ કર્યું છે. તેની જાળવણી કરવી આપણી ફરજ છે. અતુલ કંપનીના જનરલ મેનેજર ગૌતમભાઈ દેસાઈએ જણાવ્યું કે, આંગણવાડી કેન્દ્ર ફક્ત બાળકોના શિક્ષણ માટે જ નહીં, પણ તેમના સર્વાંગી વિકાસ, પોષણ અને આરોગ્ય માટે પણ મહત્વનું છે. નવા આંગણવાડી કેન્દ્રમાં બાળકોને જરૂરી સુવિધાઓ, અભ્યાસ અને રમતગમત માટેની વ્યવસ્થા આપવામાં આવી છે. આ સુવિધાથી ગામના નાના બાળકોને સારું અને સુવિધાયુક્ત વાતાવરણ મળશે, જે તેમના વિકાસમાં મદદ કરશે. આ પ્રસંગે સરપંચ, ઉપસરપંચ, આંગણવાડીની બહેનો, ગામના આગેવાનો અને ગ્રામજનોએ નવી આંગણવાડીઓની ભેટ બદલ અતુલ ફાઉન્ડેશનનો આભાર માન્યો. તેમણે આંગણવાડી કેન્દ્રનો યોગ્ય ઉપયોગ અને જાળવણી કરીને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સૌ સાથે મળીને કામ કરવાનો સંકલ્પ કર્યો.
    Click here to Read More
    Previous Article
    રૈયા રોડ પર લુખ્ખા તત્વોનો આતંક:હનુમાન મઢી ચોક પાસે મેડિકલ સ્ટોરમાં ધોકા-પાઇપ સાથે 6 શખ્સો ત્રાટક્યા, કોમ્પ્યુટર-CCTVની તોડફોડ કરી ફરાર
    Next Article
    વસ્ત્રાલમાં મિલકતના ઝઘડામાં BSF જવાનનું ફાયરિંગ:પિતરાઈ ભાઈ વચ્ચે ચાલતી માથાકૂટ લોહિયાળ બની, જાંઘમાં ગોળી વાગતા એક્સ આર્મીમેનને સારવાર માટે ખસેડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment