Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૈયા રોડ પર લુખ્ખા તત્વોનો આતંક:હનુમાન મઢી ચોક પાસે મેડિકલ સ્ટોરમાં ધોકા-પાઇપ સાથે 6 શખ્સો ત્રાટક્યા, કોમ્પ્યુટર-CCTVની તોડફોડ કરી ફરાર

    1 day ago

    રાજકોટ શહેરમાં અસામાજિક અને આવારા તત્વોની ગુંડાગર્દીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા રૈયા રોડ પર હનુમાન મઢી ચોક નજીક આવેલા 'દેવપુષ્પ મેડિકલ સ્ટોર' માં રવિવારે રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે ધોકા અને લોખંડની પાઇપો સાથે 6 જેટલા શખ્સો ધસી આવ્યા હતા. અચાનક દુકાનમાં ઘૂસેલા આ ગુંડાઓએ જોતજોતામાં કોમ્પ્યુટર્સ, સીસીટીવી કેમેરા અને ટીવી સહિતના સાધનો પર લાકડી-પાઇપના ઘા ઝીંકી ભારે તોડફોડ મચાવી હતી. ગણતરીની મિનિટોમાં આતંક મચાવી હુમલાખોરો નાસી છૂટ્યા હતા, જે સમગ્ર કરતૂત દુકાનના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. દવા લેવાની લાઈનમાં સામાન્ય બોલાચાલી બની હુમલાનું કારણ મેડિકલ સ્ટોરના સંચાલક પ્રજ્ઞેશભાઈના જણાવ્યા અનુસાર, રવિવાર હોવાથી સ્ટાફ ઓછો હોવાને કારણે એક કાઉન્ટર બંધ હતું અને બે કાઉન્ટર ચાલુ હતા. આ દરમિયાન એક શખ્સ દવા ખરીદવા આવ્યો હતો. તે જ સમયે એક મહિલા ગ્રાહક પણ દવા લેવા આવતાં સ્ટાફે મહિલાને સાઇડમાં ઊભા રહેવા જણાવ્યું હતું. આ સાંભળીને તે શખ્સ એકાએક ઉશ્કેરાઈ ગયો હતો અને 'તું કોને સાઇડમાં રહેવાનું કહે છે?' કહી સ્ટાફ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. સ્ટાફે તેને શાંત પાડવાનો પ્રયાસ કરી 'તમને દવા આપવાની ના નથી પાડી' તેમ કહેતાં તેણે 'તું મને ઓળખતો નથી, ઊભો રહે હમણાં આવું છું' તેવી ખુલ્લી ધમકી આપી ત્યાંથી નીકળી ગયો હતો. 12 કોમ્પ્યુટર, CCTV કેમેરા અને ટીવી તોડી ફોડી નાખ્યા ધમકી આપ્યાના થોડા જ સમય બાદ રાત્રે 9:30 વાગ્યાની આસપાસ તે શખ્સ પોતાના અન્ય 5 સાગરીતો સાથે ધોકા અને પાઇપો લઈને મેડિકલ સ્ટોર પર ત્રાટક્યો હતો. ટોળાએ કાઉન્ટરની અંદર ઘૂસીને 12 જેટલા કોમ્પ્યુટર સિસ્ટમ, 2 સીસીટીવી કેમેરા, ટીવી અને ટેબલ પર આડેધડ ઘા મારી મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. ઘટના બાદ મેડિકલ સંચાલકે તાત્કાલિક ગાંધીગ્રામ પોલીસ મથક પહોંચી સીસીટીવી ફૂટેજ સાથે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે. સામાન્ય બાબતે વેપારીઓ પર થતા આવા જીવલેણ હુમલાઓથી સ્થાનિક વેપારી આલમમાં ભયનો માહોલ છવાયો છે અને લુખ્ખાગીરી કરતા તત્વો સામે દાખલારૂપ કડક પગલાં ભરવાની માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    કેરળ ટૂરિઝમે ગુજરાતમાં પ્રી-સીઝન અભિયાન શરૂ કર્યું:દશેરા-દિવાળીની રજાઓમાં વધુ પ્રવાસીઓ આકર્ષવા માટે B2B પાર્ટનરશિપ મીટ્સ યોજાઈ
    Next Article
    વલસાડમાં અતુલ ફાઉન્ડેશને નવી આંગણવાડીઓનું લોકાર્પણ કર્યું:જિલ્લા પંચાયત પ્રમુખે ભાગડાવડા અને ટૂકવાડા ગામમાં સુવિધાઓ ખુલ્લી મૂકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment