Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેરળ ટૂરિઝમે ગુજરાતમાં પ્રી-સીઝન અભિયાન શરૂ કર્યું:દશેરા-દિવાળીની રજાઓમાં વધુ પ્રવાસીઓ આકર્ષવા માટે B2B પાર્ટનરશિપ મીટ્સ યોજાઈ

    7 hours ago

    દશેરા અને દિવાળીની રજાઓ પહેલાં કેરળ ટૂરિઝમે ગુજરાત સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં પ્રી-સીઝન અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનનો હેતુ B2B પાર્ટનરશિપ મીટ્સ અને રોડશો દ્વારા કેરળને આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે રજૂ કરવાનો છે. આ અભિયાનના ભાગરૂપે વડોદરામાં પ્રી-સીઝન ટૂરિઝમ B2B પાર્ટનરશિપ મીટ યોજાઈ હતી. જેમાં કેરળના પ્રવાસન ક્ષેત્રના લગભગ 40 હિતધારકોએ વડોદરાના ટ્રાવેલ ટ્રેડ પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી. આ બેઠકમાં વિવિધ હોલિડે પેકેજો અને આકર્ષક ઓફર્સ રજૂ કરવામાં આવી હતી. આ પેકેજોમાં છ રાતનો પ્રવાસ સામેલ છે. જેમાં કેરળના દરિયાકિનારા, શાંત બેકવોટર્સ, હિલ સ્ટેશનો, જંગલો અને કુદરતી સૌંદર્યનો અનુભવ કરાવતી પ્રવાસન પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. પ્રવાસન ક્ષેત્રના આંકડા મુજબ, 2026ના પહેલા ત્રણ મહિનામાં કેરળમાં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં 2025ના સમાન સમયગાળાની સરખામણીએ 10.98 ટકાનો વધારો થયો છે. પ્રવાસન મંત્રી પી. સી. વિષ્ણુનાથે જણાવ્યું કે, સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા વધારવી અને કેરળને મુખ્ય 'એક્સપિરિએન્શિયલ ટૂરિઝમ' હબ બનાવવું, આ અભિયાનનો મુખ્ય હેતુ છે. તેમણે એમ પણ કહ્યું કે, પ્રવાસન ક્ષેત્રને 'ઉદ્યોગ'નો દરજ્જો મળવાથી હિતધારકોને નવા અને આકર્ષક ટૂર પેકેજો બનાવવાની વધુ તક મળશે. અમદાવાદ અને વડોદરા સિવાય મુંબઈ, પુણે, દિલ્હી, જયપુર, સુરત અને નાગપુરમાં પણ સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન B2B મીટ્સ યોજાશે. ટીવી, સોશિયલ મીડિયા, પ્રિન્ટ અને રેડિયો જેવા માધ્યમો દ્વારા પણ મોટા પાયે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કેરળને 2026માં વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોમાં સ્થાન મળ્યું છે. Rough Guides દ્વારા તેને ટોચના 26 પ્રવાસન સ્થળોમાં સામેલ કરાયું છે, જ્યારે Lonely Planet દ્વારા કેરળની રાંધણ સંસ્કૃતિને 2026ના વિશ્વના 25 શ્રેષ્ઠ પ્રવાસન અનુભવોમાં સ્થાન અપાયું છે. આ ઉપરાંત, 24થી 27 સપ્ટેમ્બર દરમિયાન Kerala Travel Mart (KTM 2026) યોજાશે. આ ગુજરાત સહિત અન્ય રાજ્યોના ટ્રાવેલ ટ્રેડ માટે કેરળના નવા પ્રવાસન ઉત્પાદનો અને અનુભવો જાણવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બનશે.
    Click here to Read More
    Previous Article
    મીઠા ભરેલા ટ્રેલર અને આઈવા ટ્રક સામસામે અથડાયા:ભુજ-ખાવડા રોડ પર લોરીયા બસ સ્ટેશન નજીક અકસ્માત, ટ્રેલર ચાલકને ઈજા
    Next Article
    રૈયા રોડ પર લુખ્ખા તત્વોનો આતંક:હનુમાન મઢી ચોક પાસે મેડિકલ સ્ટોરમાં ધોકા-પાઇપ સાથે 6 શખ્સો ત્રાટક્યા, કોમ્પ્યુટર-CCTVની તોડફોડ કરી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment