Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરહદ પર ગોળીબારી બાદ પાકિસ્તાને ભારતીય રાજદ્વારીને સમન્સ પાઠવ્યું:કહ્યું- માર્યા ગયેલા લોકો પાકિસ્તાની નાગરિક હતા; BSFએ ઘૂસણખોરીની શંકામાં ગોળી મારી હતી

    15 hours ago

    પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે શનિવારે ભારતીય રાજદ્વારીને સમન્સ પાઠવ્યું. પાકિસ્તાને પંજાબના તરનતારનમાં ભારત-પાકિસ્તાન સરહદ પર બે લોકોનાં મોત અંગે વિરોધ નોંધાવ્યો. પાકિસ્તાનનો દાવો છે કે બંને પાકિસ્તાની નાગરિકો હતા અને સીમા સુરક્ષા દળ (BSF)ના ગોળીબારમાં માર્યા ગયા. ત્યારબાદ ભારતીય વિદેશ મંત્રાલયે પણ પાકિસ્તાન હાઈ કમિશનના ચાર્જ ડી'અફેયર્સને સમન્સ પાઠવીને સતત થઈ રહેલી સરહદપાર ઘૂસણખોરી સામે વાંધો વ્યક્ત કર્યો. ભારતીય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ લોકો ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ચેતવણી આપ્યા બાદ BSFએ ગોળીબાર કર્યો. BSFએ ચેતવણી આપી હતી, નહીં રોકાતા ગોળીબાર કર્યો ભારતે પાકિસ્તાન તરફથી લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા અને દુર્ભાવનાપૂર્ણ ગણાવીને ફગાવી દીધા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, 3 લોકો પાકિસ્તાન તરફથી ભારતીય સરહદમાં ઘૂસી આવ્યા હતા. BSFએ તેમને ઘણી વખત પાછા પાકિસ્તાન પરત ફરવાની ચેતવણી આપી હતી, પરંતુ તેઓ પાછળ હટવાને બદલે સરહદ પર લગાવવામાં આવેલી વાડ તરફ આગળ વધતા રહ્યા. ત્યારબાદ BSFએ ગોળીબાર કર્યો, જેમાં બે લોકોનાં મોત થયાં. તરનતારનમાં 7 મહિનામાં ઘૂસણખોરીની આ બીજી ઘટના છે. પાકિસ્તાને તપાસની માગ કરી છે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે માર્યા ગયેલા બંને લોકો નિઃશસ્ત્ર નાગરિકો હતા. પાકિસ્તાનના જણાવ્યા મુજબ, તેઓ સરહદ નજીક ગયા હતા અને અજાણતાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી ગયા હતા. પાકિસ્તાને કહ્યું છે કે તેના નાગરિકો વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી યોગ્ય નથી. પાકિસ્તાને આ મામલાની તાત્કાલિક, પારદર્શક અને વિશ્વસનીય તપાસની માગ કરી છે. સાથે જ તેણે જવાબદાર લોકો વિરુદ્ધ કાયદેસરની અને શિસ્તભંગની કાર્યવાહી કરવા તેમજ તપાસના પરિણામો પાકિસ્તાન સરકારને જણાવવા કહ્યું છે. પાકિસ્તાની વેબસાઇટ ડૉનના અહેવાલ મુજબ, માર્યા ગયેલા લોકોની ઓળખ આજમત રસૂલ અને મોહસિન જટ્ટ તરીકે થઈ છે. બંને લાધરના જટ્ટાં વાળી હવેલી વિસ્તારના રહેવાસી હતા. ત્રીજી વ્યક્તિ ઘાયલ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ભારતે કહ્યું- ડ્રગ્સની દાણચોરીમાં પાકિસ્તાનના સરહદી સુરક્ષા દળોની મિલીભગત પાકિસ્તાનના આરોપો પર ભારતે કહ્યું કે આ ઘટના પાકિસ્તાનમાંથી સરહદ પાર થતી હથિયારો અને ડ્રગ્સની દાણચોરી સાથે જોડાયેલી છે. ભારતે પાકિસ્તાનને આ મામલાઓની તપાસ કરવા કહ્યું છે. સાથે જ ડ્રગ્સની દાણચોરીમાં પાકિસ્તાનના સરહદી સુરક્ષા દળોની કથિત મિલીભગતની પણ તપાસ કરવા કહ્યું છે. આ પહેલાં પણ 5 ઘૂસણખોરો માર્યા ગયા હતા માર્ચ 2026: તરનતારનના ખેમકરણ સેક્ટરમાં BSFએ એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો હતો. ચેતવણી આપ્યા બાદ પણ તે આગળ વધી રહ્યો હતો. ઑગસ્ટ 2024: તરનતારનના દલ ગામ નજીક એક પાકિસ્તાની ઘૂસણખોર માર્યો ગયો હતો. ઑગસ્ટ 2023: તરનતારનના થેકાલન ગામ નજીક એક ઘૂસણખોરનું ગોળીબારમાં મોત થયું હતું. મે 2021: ખાલડા ગામ નજીક એક પાકિસ્તાની ઘૂસણખોર માર્યો ગયો હતો. BSFએ તેની પાસેથી પાકિસ્તાની સામાન જપ્ત કર્યો હતો. ફેબ્રુઆરી 2021: ફિરોઝપુર સેક્ટરમાં એક પાકિસ્તાની ઘૂસણખોર માર્યો ગયો હતો. તેની પાસેથી 14.8 કિલો હેરોઇન અને હથિયારો સાથે જોડાયેલો સામાન મળી આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રેડ ક્રોસના બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવનને 3 વર્ષ પૂરા:વેરાવળમાં ઉજવણી, સિનિયર સિટીઝનો માટે મફત તપાસ અને સારવાર
    Next Article
    રૂરલ આઈ.ટી. ક્વિઝમાં શેઠ હાજી અરમાન શાળાના બે વિદ્યાર્થીઓની પસંદગી:જિલ્લા કક્ષાએ ટોપ-12માં સ્થાન મેળવી રાજ્યકક્ષા માટે થયા પસંદ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment