Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેડ ક્રોસના બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવનને 3 વર્ષ પૂરા:વેરાવળમાં ઉજવણી, સિનિયર સિટીઝનો માટે મફત તપાસ અને સારવાર

    16 hours ago

    ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથ જિલ્લા શાખાના બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવનને 2 ઓક્ટોબર, 2026ના રોજ ત્રણ વર્ષ પૂરા થયા. વેરાવળમાં વિવિધ આરોગ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું. જિલ્લા કલેક્ટર જે.એન. વાઘેલાએ દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યો. આ ઉજવણી પંદર દિવસ ચાલશે. સિનિયર સિટીઝનો માટે એક અઠવાડિયા સુધી મફત તબીબી તપાસ, સારવાર અને માર્ગદર્શન અપાયું. વરિષ્ઠ નાગરિકોના મફત બ્લડ ટેસ્ટ કરી રિપોર્ટનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. ડેન્ટલ, ફિઝિયોથેરાપી અને આયુર્વેદ વિભાગે દાંતની સુરક્ષા, સ્નાયુ-સાંધાના દુખાવા અંગે માર્ગદર્શન તેમજ મફત કાંસ્ય થેરાપી જેવી સેવાઓ પૂરી પાડી. પ્રથમ દિવસે 28 વરિષ્ઠ નાગરિકોએ આ સેવાનો લાભ લીધો. ચેરમેન અતુલભાઈ કાનાબાર, કિરીટભાઈ ઉનડકટ સહિત કમિટી સભ્યો હાજર રહ્યા. ડૉ. ખેવના કારાવડિયાના માર્ગદર્શન હેઠળ બ્લડ બેંક ટીમે કાર્યક્રમને સફળ બનાવ્યો. આ તકે રેડ ક્રોસ વતી વાઈસ ચેરમેન કમલેશભાઈ ફોફંડી, ઓન. સેક્રેટરી ગીરીશભાઈ ઠક્કર, ઓન. જોઈન્ટ સેક્રેટરી અનિશભાઈ રાચ્છ, ટ્રેઝરર સમીરભાઈ ચંદ્રાણી તેમજ મેનેજમેન્ટ કમિટીના સેવારામભાઈ મુલચંદાણી, રાજેશ પટેલ, ગીરીશભાઈ વોરા,સંજયભાઈ દાવડા, વિમલભાઈ ગજ્જર,મુકેશભાઈ ચગ, મહેશ શાહ તથા ધવલભાઈ સિંધલ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પૂર પીડિતોને 5 હજારથી વધુ ફૂડ પેકેટ પહોંચાડ્યા:વલસાડ મુસ્લિમ સમાજ ટ્રસ્ટને દિવ્ય ભાસ્કર અને પોલીસે વાપીમાં સન્માનિત કર્યા
    Next Article
    સરહદ પર ગોળીબારી બાદ પાકિસ્તાને ભારતીય રાજદ્વારીને સમન્સ પાઠવ્યું:કહ્યું- માર્યા ગયેલા લોકો પાકિસ્તાની નાગરિક હતા; BSFએ ઘૂસણખોરીની શંકામાં ગોળી મારી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment