Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગર જિલ્લામાં ગણપતિ બાપાની વાજતે-ગાજતે પધરામણી:લુણાવાડા સહિત જિલ્લામાં ગણેશોત્સવ શરૂ, 'ગણપતિ બાપા મોરિયા'ના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું

    8 hours ago

    મહીસાગર જિલ્લામાં ગણેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે. ગણેશ ચતુર્થીના શુભ અવસરે વિઘ્નહર્તા ગણપતિ મહારાજની ઢોલ-નગારા સાથે પધરામણી કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારથી જ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં ગણેશ મંડળો દ્વારા શુભ મુહૂર્ત પ્રમાણે ગણપતિજીની પ્રતિમાની સ્થાપના કરાઈ હતી. ગણપતિ બાપાના આગમનથી શહેરો અને ગામડાઓમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. ગણેશોત્સવ માટે ગણેશ ભક્તો અને વિવિધ ગણેશ મંડળો દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી તૈયારીઓ ચાલી રહી હતી. ખાસ કરીને લુણાવાડા શહેરમાં ગણેશ મંડળોએ આકર્ષક પંડાલો તૈયાર કર્યા છે. અલગ-અલગ થીમ આધારિત પંડાલો, રંગબેરંગી ડેકોરેશન અને સજાવટ સાથે ગણપતિ બાપાના સ્વાગત માટે તૈયારીઓ કરાઈ હતી. ગણેશ ચતુર્થીના શુભ દિવસે વહેલી સવારથી જ શુભ મુહૂર્ત પ્રમાણે ગણેશ મંડળો દ્વારા પંડાલોમાં ગણપતિજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી. ગણપતિજીની સ્થાપના સમયે મંત્રોચ્ચાર, પૂજા-અર્ચના અને આરતી સાથે ભક્તોએ બાપાના આશીર્વાદ લીધા. 'ગણપતિ બાપા મોરિયા'ના જયઘોષથી આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. લુણાવાડા શહેરમાં માત્ર ગણેશ મંડળો જ નહીં, પણ અનેક ગણેશ ભક્તોએ પોતાના ઘર અને ઓફિસમાં પણ ગણપતિજીની સ્થાપના કરી છે. વહેલી સવારથી જ લોકો પરિવાર સાથે ગણપતિ બાપાની પ્રતિમા ઘરે લાવી પૂજા-અર્ચના કરી સ્થાપના કરી રહ્યા છે. શહેરના કેટલાક ગણેશ મંડળો આજે સાંજના સમયે શુભ મુહૂર્ત પ્રમાણે ગણપતિજીની સ્થાપના કરશે. તેના કારણે સાંજના સમયે પણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળશે. ગણેશોત્સવને લઈને મહીસાગર જિલ્લામાં આગામી દિવસોમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાશે. ગણેશ ભક્તોમાં ઉત્સાહનો માહોલ છે અને આખા જિલ્લામાં 'ગણપતિ બાપા મોરિયા'ના જયઘોષ સાથે ગણેશોત્સવનો રંગ જામ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સીબીએસસી વોલીબોલ સ્પર્ધામાં શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિરની ટીમ ત્રીજા ક્રમે:વોલીબોલ સ્પર્ધામાં સિદ્ધિ બદલ પ્રિન્સિપલે વિજેતા ખેલાડીઓને બિરદાવ્યા
    Next Article
    સુરતમાં ગ્રામસેવકોનો અનોખો વિરોધ:તમામ કર્મચારીઓ સરકારી વોટ્સએપ ગ્રૂપમાંથી 'લેફ્ટ' થયા, આંદોલન તેજ બન્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment