Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ગ્રામસેવકોનો અનોખો વિરોધ:તમામ કર્મચારીઓ સરકારી વોટ્સએપ ગ્રૂપમાંથી 'લેફ્ટ' થયા, આંદોલન તેજ બન્યું

    8 hours ago

    ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને આંદોલનાત્મક કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. આ આહવાનના ભાગરૂપે આજે સુરત જિલ્લા ગ્રામસેવક મંડળ દ્વારા એક અનોખો ડિજિટલ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સુરત જિલ્લામાં ફરજ બજાવતા તમામ ગ્રામસેવકોએ એકસાથે તમામ સત્તાવાર સરકારી ગ્રૂપમાંથી 'લેફ્ટ' થઈને શાસન સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. અચાનક તમામ કર્મચારીઓ ગ્રૂપમાંથી બહાર નીકળી જતાં વહીવટી તંત્રમાં ભારે ચર્ચા જાગી છે. રાજ્યવ્યાપી એલાનના પગલે સુરતમાં એકતા દર્શાવી આ મામલે સુરત જિલ્લા ગ્રામસેવક મંડળના પ્રમુખ ભાવેશ મકવાણા, મહામંત્રી નરેશ મકવાણા અને રાજ્ય પ્રતિનિધિ જેનીશ રાઠોડે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં આજે સત્તાવાર ગ્રૂપમાંથી લેફ્ટ થવાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. જેને પગલે સુરત જિલ્લાના તમામ કર્મચારીઓએ એકસૂરે જોડાઈને વિરોધ નોંધાવ્યો છે. સરકારી યોજનાઓના અમલીકરણ માટે મહત્વની કડી સમાન ગ્રામસેવકોએ આ પગલું ભરીને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે. યોગ્ય નિર્ણય નહીં લેવાય તો લડત વધુ ઉગ્ર બનશે મંડળના હોદ્દેદારોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, કર્મચારીઓના હિત સાથે સંકળાયેલી વ્યાજબી માંગણીઓનો તાકીદે સ્વીકાર કરવામાં આવે. જો સરકાર દ્વારા આ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવામાં નહીં આવે, તો રાજ્ય મહામંડળ દ્વારા આગામી દિવસોમાં જાહેર કરાયેલા આંદોલનાત્મક કાર્યક્રમો વધુ આક્રમક રીતે ચાલુ રાખવામાં આવશે અને આગામી દિવસોમાં કામગીરીના સંપૂર્ણ બહિષ્કાર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગર જિલ્લામાં ગણપતિ બાપાની વાજતે-ગાજતે પધરામણી:લુણાવાડા સહિત જિલ્લામાં ગણેશોત્સવ શરૂ, 'ગણપતિ બાપા મોરિયા'ના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું
    Next Article
    21 Killed, 4 Injured After 3 Vehicles Collide In South Africa

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment