Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સીબીએસસી વોલીબોલ સ્પર્ધામાં શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિરની ટીમ ત્રીજા ક્રમે:વોલીબોલ સ્પર્ધામાં સિદ્ધિ બદલ પ્રિન્સિપલે વિજેતા ખેલાડીઓને બિરદાવ્યા

    1 day ago

    બારડોલી સ્થિત પી પી સવાણી ઓફ એક્સીલેન્સી સ્કૂલમાં યોજાયેલી 'સીબીએસસી ક્લસ્ટર 13 વેસ્ટ ઝોન' ની અન્ડર-17 (બહેનો) વોલીબોલ સ્પર્ધામાં શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિર, ગોધાવી ના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. શાળાની ટીમે આ સમગ્ર સ્પર્ધા દરમિયાન ઉત્કૃષ્ટ રમત રમીને ત્રીજો નંબર પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કર્યું છે. બારડોલીમાં યોજાયેલી સ્પર્ધામાં ગોધાવીની ગર્લ્સ ટીમે બતાવી ખેલદિલી પી પી સવાણી સ્કૂલમાં આયોજિત પશ્ચિમ ઝોન કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિરની વિજેતા ટીમના ખેલાડીઓ દુર્વા જેઠવા, ગરીમા જયસ્વાલ, આહના દવે, સોમ્યા પટેલ, ક્રિષા રાણા, કેયા પંચાલ, તનુ ત્રિપાઠી અને સૃષ્ટિ મિશ્રાએ શાનદાર ખેલદિલી દાખવી હતી. આ તમામ ખેલાડીઓએ મેદાન પર ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.સીબીએસસી વોલીબોલ સ્પર્ધામાં સફળતા મેળવનાર ખેલાડીઓની આ સિદ્ધિ સ્પોર્ટ્સ ટીચર ચૌહાણ ચેનારામ, તરુણ જાની અને ક્ષમા શર્માના યોગ્ય માર્ગદર્શન તેમજ સતત આપેલી કઠિન તાલીમનું પરિણામ છે. શિક્ષકોની મહેનત અને વિદ્યાર્થીઓની પ્રતિભાના જોરે શાળાએ આ સ્પર્ધામાં ત્રીજો ક્રમ હાસિલ કર્યો છે. ગોધાવી સ્થિત શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિરના વિદ્યાર્થીઓની આ સિદ્ધિ અને પ્રતિભાથી પ્રભાવિત થઈને શાળાના પ્રિન્સિપલ પારુલ મોદીએ ખુશી વ્યક્ત કરી હતી. પ્રિન્સિપલે તમામ વિજેતા ખેલાડીઓ, તેમના વાલીઓ અને સખત મહેનત કરનાર શાળાના સ્પોર્ટ્સ વિભાગને આ તકે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કાળાડિબાંગ વાદળો વચ્ચે સુરતમાં વરસાદ:ભારે પવન સાથે મુશળધાર વરસાદથી સર્વત્ર પાણી-પાણી, કોઝ-વે બંધ કરાયો, ઉકાઈ ડેમમાં પાણીની જોરદાર આવક
    Next Article
    મહીસાગર જિલ્લામાં ગણપતિ બાપાની વાજતે-ગાજતે પધરામણી:લુણાવાડા સહિત જિલ્લામાં ગણેશોત્સવ શરૂ, 'ગણપતિ બાપા મોરિયા'ના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment