Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાળાડિબાંગ વાદળો વચ્ચે સુરતમાં વરસાદ:ભારે પવન સાથે મુશળધાર વરસાદથી સર્વત્ર પાણી-પાણી, કોઝ-વે બંધ કરાયો, ઉકાઈ ડેમમાં પાણીની જોરદાર આવક

    8 hours ago

    હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ જતાં સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે પવનના સૂસવાટા સાથે શરૂ થયેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આજે બપોરે 12:00 વાગ્યા સુધીમાં શહેરમાં નોંધાયેલા ઝોનવાઇઝ વરસાદના આંકડા નીચે મુજબ છે શહેરના તમામ આઠ ઝોનમાં મળીને કુલ 200 મિમી વરસાદ નોંધાયો છે, જેની સરેરાશ પ્રતિ ઝોન 25 મિમી (આશરે 1 ઇંચ) જેટલી થવા જાય છે. સવારના 6 વાગ્યાના ગાળામાં પશ્ચિમ, ઉત્તર અને સેન્ટ્રલ ઝોનમાં ભારે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં, જ્યારે બપોરે 12 વાગ્યાની આસપાસ સેન્ટ્રલ, સાઉથ વેસ્ટ અને સાઉથ ઝોનમાં ફરી વરસાદનું જોર વધ્યું હતું. કોઝ-વે ભયજનક સપાટી વટાવી ઓવરફ્લો ઉપરવાસમાંથી પાણીની સતત આવક અને શહેરમાં વરસી રહેલા વરસાદના કારણે તાપી નદી પર આવેલા સિંગણપોર વ્હિયર-કમ-કોઝવેની જળસપાટી બપોરે 12:00 વાગ્યા સુધીમાં 6.45 મીટરે પહોંચી ગઈ છે. કોઝવેનું ભયજનક ઓવરફ્લો લેવલ 6.00 મીટર હોવાથી હાલ કોઝવે પરથી 37,884 ક્યુસેક પાણીનો અંદાજિત ડિસ્ચાર્જ થઈ રહ્યો છે. પાણીના ભારે પ્રવાહને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા કોઝવેને વાહનવ્યવહાર તેમજ રાહદારીઓ માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. તાપી નદી તરફ માત્ર 800 ક્યુસેક પાણીનો આઉટફ્લો જાળવી રખાયો ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની ધીમી પણ સ્થિર આવક ચાલુ છે. ડેમના કંટ્રોલ રૂમના સત્તાવાર આંકડા મુજબ, આજે 14 સપ્ટેમ્બરના રોજ બપોરે 12:00 વાગ્યે ઉકાઈ ડેમની જળસપાટી 336.55 ફૂટ નોંધાઈ છે, જે ડેમના ભયજનક અને પૂર્ણ જળાશય સ્તર (FRL) 345 ફૂટની નજીક પહોંચી રહી છે. ઉપરવાસમાંથી ડેમમાં હાલ 32,583 ક્યુસેક પાણીની આવક (Inflow) થઈ રહી છે, જ્યારે ડેમમાંથી કેનાલ/હાઈડ્રો મારફતે તાપી નદી તરફ માત્ર 800 ક્યુસેક પાણીનો આઉટફ્લો (Outflow) જાળવી રાખવામાં આવ્યો છે. અગાઉ ગત રાત્રે 10:00 થી 12:00 વાગ્યાના સમયગાળામાં ડેમમાં 1.11 લાખ ક્યુસેકથી વધુની જોરદાર આવક નોંધાઈ હતી, જે સવાર બાદ ધીમે-ધીમે ઘટીને 32 હજાર ક્યુસેકના સ્તરે પહોંચી છે. પાણીની સતત આવકને પગલે ડેમની સપાટીમાં ધીમો વધારો થઈ રહ્યો હોવાથી સિંચાઈ વિભાગના અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ગણેશ ચતુર્થીએ લાડુ ખાવાની અનોખી સ્પર્ધા:બે મહિલાએ 15 મિનિટમાં 100 ગ્રામના 15 લાડુ ઉલાળી ગઈ, ચાર કેટગરીમાં હરીફાઈ
    Next Article
    સીબીએસસી વોલીબોલ સ્પર્ધામાં શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિરની ટીમ ત્રીજા ક્રમે:વોલીબોલ સ્પર્ધામાં સિદ્ધિ બદલ પ્રિન્સિપલે વિજેતા ખેલાડીઓને બિરદાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment