Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ગણેશ ચતુર્થીએ લાડુ ખાવાની અનોખી સ્પર્ધા:બે મહિલાએ 15 મિનિટમાં 100 ગ્રામના 15 લાડુ ઉલાળી ગઈ, ચાર કેટગરીમાં હરીફાઈ

    9 hours ago

    જામનગર શહેરમાં ગણેશ ચતુર્થી પર્વ નિમિત્તે બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા સતત 18મા વર્ષે ‘ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગ્ય સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં મહિલા, સિનિયર સિટીઝન, યુવાન ભાઈઓ અને બાળ વિભાગ એમ ચાર કેટેગરીમાં કુલ 44 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધકોને શુદ્ધ ઘી અને ડ્રાયફ્રૂટ્સમાંથી તૈયાર કરવામાં આવેલા લાડુ પીરસવામાં આવ્યા હતા. બે મહિલાએ 15 મિનિટમાં 15 લાડુ આરોગ્યા આ વખતે સ્પર્ધાના નિયમોમાં ફેરફાર કરીને સમય મર્યાદા 30 મિનિટથી ઘટાડીને માત્ર 15 મિનિટ કરવામાં આવી હતી. સ્પર્ધકો માટે અંદાજે 100-100 ગ્રામ વજનના કુલ 250 લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા. લાડુ સાથે દાળ પણ પીરસવામાં આવી હતી. મહિલા વિભાગમાં પદ્મિનીબેન ગજેરા અને પ્રેમિલાબેન વોરીયાએ 15-15 લાડુ આરોગતાં બંને વચ્ચે ટાઈ થઈ હતી. પરિણામ માટે ચિઠ્ઠી ઉછાળવામાં આવતા પદ્મિનીબેન ગજેરાને વિજેતા જાહેર કરાયા હતા. યુવા વિભાગમાં પણ ટાઈ, ચિઠ્ઠીથી વિજેતા નક્કી યુવાન ભાઈઓના વિભાગમાં જગદીશભાઈ દવે અને પરેશભાઈ વડીયાએ 9-9 લાડુ આરોગ્યા હતા. બંને વચ્ચે ટાઈ થતાં ચિઠ્ઠી ઉછાળીને પરિણામ જાહેર કરાયું હતું, જેમાં જગદીશભાઈ દવેને પ્રથમ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ચારેય કેટેગરીમાં આ રહ્યા વિજેતાઓ મહિલા વિભાગમાં પદ્મિનીબેન ગજેરા 15 લાડુ સાથે પ્રથમ, પ્રેમિલાબેન વોરીયા 15 લાડુ સાથે બીજા અને મીનાબેન તારપરા 7 લાડુ સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા. સિનિયર સિટીઝન વિભાગમાં ગંભીરિસિંહ વાળા 12, શૈલેષભાઈ વૈષ્ણવ 9 અને ડો. નિલેશ કાલોલા 5 લાડુ સાથે અનુક્રમે પ્રથમ ત્રણ ક્રમે રહ્યા હતા. યુવા વિભાગમાં જગદીશભાઈ દવે 9 લાડુ સાથે પ્રથમ, પરેશભાઈ વડીયા 9 લાડુ સાથે બીજા અને અલ્પેશ સોલંકી 8 લાડુ સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા. બાળ વિભાગમાં વ્યોમ વ્યાસે 7, રિશીત આચાર્યએ 6 અને દીપ ખૂંટે 4 લાડુ આરોગીને પ્રથમ ત્રણ સ્થાન મેળવ્યાં હતાં. પરિવારની ત્રણ પેઢીએ લીધો સ્પર્ધામાં ભાગ મહિલા વિભાગમાં વિજેતા બનેલા પદ્મિનીબેન ગજેરાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 11 વર્ષથી આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે અને સતત પ્રથમ ક્રમ મેળવતા આવ્યા છે. આ વર્ષે તેમની દીકરી અને તેના બાળકો સહિત પરિવારની ત્રણ પેઢીએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું કે માત્ર 15 મિનિટનો સમય હોવા છતાં તેમણે 15 લાડુ આરોગ્યા હતા. આજની પેઢી જંકફૂડ તરફ વળી રહી છે ત્યારે શુદ્ધ ઘી અને ડ્રાયફ્રૂટ્સથી બનેલો આવો પૌષ્ટિક આહાર સ્વાસ્થ્ય માટે ઉત્તમ હોવાનું તેમણે જણાવ્યું.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં દાદી-પૌત્રી ખાડામાં ખાબક્યાં, CCTV:7 વાગ્યા સુધી પવન સાથે અતિભારે વરસાદની આગાહી; દીવ સહિત 19 જિલ્લામાં રેડ એલર્ટ
    Next Article
    કાળાડિબાંગ વાદળો વચ્ચે સુરતમાં વરસાદ:ભારે પવન સાથે મુશળધાર વરસાદથી સર્વત્ર પાણી-પાણી, કોઝ-વે બંધ કરાયો, ઉકાઈ ડેમમાં પાણીની જોરદાર આવક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment