Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસની અપીલ:ગણેશ વિસર્જન રણબારા જેટી પર જ કરવા આયોજકોને સૂચના; શાંતિ સમિતિની બેઠક યોજાઈ

    7 hours ago

    વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં આગામી ધાર્મિક તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક સિટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવીની અધ્યક્ષતામાં થઈ હતી. આગામી દિવસોમાં ગણેશ મહોત્સવ, ખારવા અને કોળી સમાજના ઇષ્ટદેવ રામદેવજી મહારાજના ધ્વજારોહણનો ઉત્સવ, તેમજ મુસ્લિમ સમાજનો 11મી શરીફનો તહેવાર આવી રહ્યા છે. શહેરમાં કોમી એકતા, ભાઈચારો અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી આ બેઠક બોલાવાઈ હતી. આ બેઠકમાં શાંતિ સમિતિના સભ્યો, હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો, ગણેશ મહોત્સવના આયોજકો અને વિવિધ સમાજના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. પોલીસે તમામ તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવવા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. સિટી પીઆઈ જે.એન. ગઢવીએ કહ્યું કે, વેરાવળ શહેરમાં બધા તહેવારો આગેવાનો અને લોકો દ્વારા શાંતિપૂર્ણ રીતે ઉજવાય છે. આગામી ગણેશ મહોત્સવ, રામદેવજી મહારાજના ધ્વજારોહણ અને 11મી શરીફને ધ્યાનમાં રાખીને સંકલન માટે આ બેઠક યોજાઈ હતી. પોલીસે ગણેશ વિસર્જન અંગે આયોજકોને ખાસ સૂચનાઓ આપી હતી. હાલ દરિયામાં કરંટ વધુ હોવાથી વિસર્જન દરમિયાન અકસ્માતનો ભય રહે છે. વહીવટી તંત્ર દ્વારા વેરાવળના રણબારા જેટી ખાતે ગણેશ વિસર્જન માટે બધી જરૂરી વ્યવસ્થા કરાઈ છે. અહીં પોલીસ, ફાયર બ્રિગેડ અને નગરપાલિકાની ટીમો તૈનાત રહેશે. પીઆઈ ગઢવીએ ગણેશોત્સવના આયોજકોને અપીલ કરી કે ગણેશજીની મૂર્તિનું વિસર્જન ફક્ત રણબારા જેટી ખાતે જ કરવું. ચોપાટી, અન્ય દરિયાકિનારા કે નદી જેવા સ્થળોએ, જ્યાં પોલીસ, ફાયર બ્રિગેડ કે તંત્રની પૂરતી વ્યવસ્થા નથી, ત્યાં વિસર્જન ન કરવું. પોલીસે જણાવ્યું કે, અગાઉ પણ વેરાવળ ચોપાટી સહિતના સ્થળોએ વિસર્જન દરમિયાન નાના-મોટા અકસ્માતો થયા છે. તેથી આયોજકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ હતી. તહેવારો દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ જાનહાનિ ન થાય તે માટે આયોજકો અને શાંતિ સમિતિના સભ્યોને પોલીસ સાથે સંકલન રાખવા પણ કહેવાયું હતું.
    Click here to Read More
    Previous Article
    વાપીમાં રેલવે બ્રિજ કામગીરીથી શીતલ એપાર્ટમેન્ટ સામે પાણી ભરાયા:સોનોરસ ટાવર અને સર્કિટ હાઉસ પાસે વરસાદી પાણીનો નિકાલ ખોરવાયો, રહીશો પરેશાન
    Next Article
    કુતિયાણા પંથકમાં લાંબા વરસાદી વિરામ બાદ વરસાદ શરૂ:સવારથી ધીમીધારે વરસાદ યથાવત, ખેડૂતોમાં ખુશી; પાકને નવજીવન મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment