Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં રેલવે બ્રિજ કામગીરીથી શીતલ એપાર્ટમેન્ટ સામે પાણી ભરાયા:સોનોરસ ટાવર અને સર્કિટ હાઉસ પાસે વરસાદી પાણીનો નિકાલ ખોરવાયો, રહીશો પરેશાન

    7 hours ago

    વલસાડ જિલ્લાના વાપી-ચલા રેલવે ઓવરબ્રિજની કામગીરીને કારણે શીતલ એપાર્ટમેન્ટના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. સોનોરસ ટાવર સામે અને સર્કિટ હાઉસ નજીક આવેલા શીતલ એપાર્ટમેન્ટની આસપાસ વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ભારે પાણી ભરાઈ ગયું છે. આના કારણે એપાર્ટમેન્ટના રહીશો, રાહદારીઓ અને વાહનચાલકોને અવરજવરમાં ભારે તકલીફ પડી રહી છે. વરસાદ પડતા જ એપાર્ટમેન્ટનો પ્રવેશ માર્ગ અને આસપાસના રસ્તાઓ પાણીમાં ડૂબી જાય છે. પાણી ભરાવાને કારણે રહેવાસીઓ માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને પાણીમાંથી પસાર થઈને અવરજવર કરવી પડે છે. વાહનચાલકોને પણ ભરાયેલા પાણીમાંથી પસાર થવામાં મુશ્કેલી પડે છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ, રેલવે ઓવરબ્રિજની કામગીરીને લીધે રસ્તાની હાલત પહેલેથી જ ખરાબ છે. તેમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સમસ્યા વધી ગઈ છે. વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેતા રસ્તા પર કાદવ-કીચડ થાય છે. આના કારણે વાહનચાલકોને અકસ્માતનો ડર પણ રહે છે. શીતલ એપાર્ટમેન્ટ આસપાસ લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. રહીશોમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાનો ડર પણ જોવા મળી રહ્યો છે. વિકાસની કામગીરી જરૂરી છે, પરંતુ કામગીરી દરમિયાન સ્થાનિક લોકોને મૂળભૂત સુવિધાઓથી વંચિત ન રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે. રહીશોએ સંબંધિત તંત્રને રજૂઆત કરી છે. તેમણે તાત્કાલિક સ્થળ તપાસ કરીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. આ ઉપરાંત, ડ્રેનેજ લાઈનની તપાસ કરીને ઓવરબ્રિજની કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી વરસાદી પાણીના સરળ નિકાલ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની પણ માંગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણામાં ચાર કલાકમાં મેઘરાજાની તોફાની બેટિંગ:વિજાપુરમાં સૌથી વધુ 3 ઇંચથી જળબંબાકાર, વિદ્યાર્થીઓ હેરાન થયાં
    Next Article
    વેરાવળમાં તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસની અપીલ:ગણેશ વિસર્જન રણબારા જેટી પર જ કરવા આયોજકોને સૂચના; શાંતિ સમિતિની બેઠક યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment