Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવે કચ્છમાં સંરક્ષણ કામગીરીને પ્રોત્સાહન આપ્યું:નલિયામાં ઘોરાડ સંરક્ષણ કેન્દ્ર ખોલ્યું, જખૌમાં મેન્ગ્રુવ અને સીવીડ ખેતી જોઈ

    6 hours ago

    કેન્દ્રીય કેબિનેટ મંત્રી ભુપેન્દ્ર યાદવે કચ્છ પશ્ચિમના વન્યજીવ અને દરિયાઈ પર્યાવરણના સંરક્ષણને વેગ આપવા નલિયા અને જખૌ સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે વિવિધ સંરક્ષણ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું. આ પ્રવાસ દરમિયાન તેમણે ઘોરાડના સંરક્ષણ, મેન્ગ્રુવ પુનઃસ્થાપન અને સીવીડ ખેતી અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. કેન્દ્રીય મંત્રીએ નલિયા ગ્રાસલેન્ડ ખાતે ઘોરાડના કુદરતી રહેઠાણની મુલાકાત લીધી. સ્થાનિક અધિકારીઓએ તેમને કચ્છના ઘાસમેદાનોમાં જોવા મળતી ઘાસની પ્રજાતિઓ અને ઘોરાડના સંરક્ષણ માટે ચાલી રહેલી કામગીરી વિશે જણાવ્યું. નલિયા ખાતે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ સોફ્ટ રિલીઝ સેન્ટરનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું. કેન્દ્રીય મંત્રીને કેન્દ્ર ખાતે ઘોરાડના મોનિટરિંગ, સોફ્ટ રિલીઝ પ્રક્રિયા અને કુદરતી રહેઠાણના સંવર્ધન વિશે માહિતી અપાઈ. તેમણે સ્થાનિક ગ્રામજનો, વન વિભાગ, વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને અન્ય હિતધારકો સાથે પણ વાતચીત કરી. વન્યજીવ સંરક્ષણ અને ચિત્તા પ્રોજેક્ટની કામગીરીને મજબૂત બનાવવા વન વિભાગને કુલ 33 નવા વાહનો અપાયા. તેમાં 22 ટુ-વ્હીલર, 8 ફોર-વ્હીલર, 2 ઓલ-ટેરેન વાહન અને એક રેસ્ક્યૂ વાન/એમ્બ્યુલન્સનો સમાવેશ થાય છે. આ વાહનોથી ફિલ્ડ સ્ટાફની પેટ્રોલિંગ અને તાત્કાલિક કામગીરી વધુ સારી બનશે. આ પછી સાંયરા વન કવચનું લોકાર્પણ કરાયું અને ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ થયું. એક હેક્ટરમાં ફેલાયેલા આ વનકવચમાં 49 પ્રજાતિના 10,073 રોપાં વાવવામાં આવ્યા છે. મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપવા માટે અહીં મધમાખીના માળા પણ મુકાયા છે. જખૌ ખાતે કેન્દ્રીય મંત્રીએ મેન્ગ્રુવ નર્સરી અને સીવીડ સીડ બેંકની મુલાકાત લીધી. તેમણે દરિયાઈ પર્યાવરણ આધારિત કામગીરીનું નિરીક્ષણ કર્યું. મેન્ગ્રુવ વાવેતર, પુનઃસ્થાપન અને રોપાઓના વિકાસ વિશે માહિતી મેળવી. સાથે જ, સીવીડ ખેતી દ્વારા દરિયાકાંઠાના સ્થાનિક લોકોને વૈકલ્પિક આજીવિકાની તકો કેવી રીતે મળી શકે તે અંગે પણ ચર્ચા કરી. કેન્દ્રીય મંત્રીએ મેન્ગ્રુવ વાવેતરમાં પણ ભાગ લીધો. આ કામગીરીમાં ગ્રામજનો, વન વિભાગના કર્મચારીઓ અને BSFના જવાનો જોડાયા હતા. તેમણે કચ્છના દરિયાકાંઠાના કુદરતી સુરક્ષા કવચ સમાન મેન્ગ્રુવના વિસ્તરણ અને દરિયાઈ જૈવવિવિધતાના સંરક્ષણ માટેના પ્રયાસોની પ્રશંસા કરી. કચ્છ પશ્ચિમ વન વિભાગ વન્યજીવ, ઘાસમેદાન અને દરિયાઈ પર્યાવરણના સંરક્ષણ માટે સ્થાનિક લોકોની ભાગીદારી વધારી રહ્યું છે. આ રીતે પ્રકૃતિ સંરક્ષણ અને ટકાઉ વિકાસ વચ્ચે સંતુલન જાળવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    દિશા સાલિયાનના મોતના 6 વર્ષ પછી CBIએ FIR નોંધી:પિતાનો આરોપ- મારી દીકરીનો ગેંગરેપ પછી હત્યા, આદિત્ય ઠાકરે-સૂરજ પંચોલી સહિત અન્ય લોકો વિરુદ્ધ FIRની માગ કરી
    Next Article
    ગિરનારી ગણેશ અને 'અપના ઘર'માં ગણેશ સ્થાપના:જૂનાગઢમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી: ઝાંસીની રાણી સર્કલ ખાતે ગિરનારી ગણેશજી સ્થાપિત અને 'અપના ઘર'માં 1111 મોદક યજ્ઞ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment