Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિરનારી ગણેશ અને 'અપના ઘર'માં ગણેશ સ્થાપના:જૂનાગઢમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી: ઝાંસીની રાણી સર્કલ ખાતે ગિરનારી ગણેશજી સ્થાપિત અને 'અપના ઘર'માં 1111 મોદક યજ્ઞ યોજાયો

    6 hours ago

    ​જૂનાગઢ શહેરમાં ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વની ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના ઝાંસીની રાણી સર્કલ ખાતે ગિરનારી ગણેશ ગ્રુપ દ્વારા સતત ત્રીજા વર્ષે ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. 7 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં ભક્તિના વાતાવરણ સાથે રક્તદાન કેમ્પ અને સરકારી યોજનાઓના ફોર્મ ભરવા જેવી સામાજિક સેવાઓનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ​ગિરનારી ગણેશ ગ્રુપના આયોજન અંગે ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર સનાતન પર્વ અને દુનિયા માટે આજે ખૂબ જ ગૌરવની વાત છે. આજના પવિત્ર દિવસે સમગ્ર દેશમાં ગણપતિજીનું સ્થાપન થઈ રહ્યું છે, ત્યારે જૂનાગઢમાં ગિરનારી ગણેશ ગ્રુપ દ્વારા સતત ત્રીજા વર્ષે ઝાંસીની રાણી સર્કલ ખાતે ગણપતિ બાપાની પધરામણી કરાવવામાં આવી છે. અહીં સાત દિવસ સુધી ભક્તિમય વાતાવરણ રહેશે અને દરરોજ સાંજે 7 વાગ્યે મહાઆરતી યોજાશે તેમજ સવારે 9 થી રાત્રે 12 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. ભક્તિની સાથે સામાજિક સેવાના હેતુથી સાતેય દિવસ બ્લડ ડોનેશન કેમ્પ અને સરકારી યોજનાઓના ફોર્મ ભરવા તેમજ માહિતી આપવાનું આયોજન કરાયું છે, જેથી શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને દર્શન અને સેવા કાર્યનો લાભ લેવા ભાવભર્યું અપીલ કરવામાં આવે છે. ​બીજી તરફ, જૂનાગઢ સ્થિત શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત 'અપના ઘર' ખાતે પણ ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. વર્ષ 1999થી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ ભાદરવા સુદ ચોથના દિવસે રિદ્ધિ-સિદ્ધિ સહિત સિદ્ધિવિનાયક ભગવાન સમક્ષ 1111 મોદક યજ્ઞ સંપન્ન થયો હતો. સંસ્થા દ્વારા છેલ્લા બે વર્ષથી દર મહિનાની સુદ ચોથે પણ 111 મોદક યજ્ઞનું નિયમિત આયોજન થાય છે. ​આ આયોજન અંગે શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ 'અપના ઘર'ના ટ્રસ્ટી વિજય કિકાણીએ જણાવ્યું હતું કે, અમારા આશ્રમ ખાતે વર્ષ 1999થી ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે છે અને તે દિવસથી દર ભાદરવા સુદ ચોથના દિવસે 1111 મોદક યજ્ઞનું આયોજન થાય છે. છેલ્લા બે વર્ષથી દર મહિનાની સુદ ચોથે પણ 111 મોદક યજ્ઞ કરવામાં આવે છે, જેમાં યજ્ઞમાં બેસવાની ઈચ્છા ધરાવતા કોઈપણ શ્રદ્ધાળુ અમારો સંપર્ક કરી શકે છે. વિશ્વનું કલ્યાણ થાય, સંસ્થાના તમામ વડીલોનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે અને સમાજમાં સુખ-શાંતિ જળવાઈ રહે તેવા ઉમદા આશયથી આ ધાર્મિક યજ્ઞ યોજવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવે કચ્છમાં સંરક્ષણ કામગીરીને પ્રોત્સાહન આપ્યું:નલિયામાં ઘોરાડ સંરક્ષણ કેન્દ્ર ખોલ્યું, જખૌમાં મેન્ગ્રુવ અને સીવીડ ખેતી જોઈ
    Next Article
    મહેસાણામાં ચાર કલાકમાં મેઘરાજાની તોફાની બેટિંગ:વિજાપુરમાં સૌથી વધુ 3 ઇંચથી જળબંબાકાર, વિદ્યાર્થીઓ હેરાન થયાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment