Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિશા સાલિયાનના મોતના 6 વર્ષ પછી CBIએ FIR નોંધી:પિતાનો આરોપ- મારી દીકરીનો ગેંગરેપ પછી હત્યા, આદિત્ય ઠાકરે-સૂરજ પંચોલી સહિત અન્ય લોકો વિરુદ્ધ FIRની માગ કરી

    7 hours ago

    એક્ટર સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મોતના કેસમાં કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) એ સોમવારે FIR નોંધી છે. બોમ્બે હાઈકોર્ટે દિશાના પિતાની અરજી પર CBI તપાસના નિર્દેશ આપ્યા હતા. કોર્ટે મુંબઈ પોલીસની તપાસ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે 6 વર્ષ સુધી FIR નોંધવી નહીં અને કેસને માત્ર અકસ્માત તરીકે જોવો ઘણા સવાલો ઉભા કરે છે. મુંબઈ પોલીસે બે વાર તપાસ કરી હતી અને દિશાના મોતને અકસ્માત ગણાવ્યો હતો. દિશાનું મોત 8 જૂન 2020 ના રોજ મુંબઈના મલાડમાં એક ઇમારતની 14મી માળ પરથી પડી જવાથી થયું હતું. ઘટનાના 6 દિવસ પછી, 14 જૂન 2020 ના રોજ સુશાંત સિંહ પણ મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના એપાર્ટમેન્ટમાં મૃત મળી આવ્યા હતા. દિશા કેસની શરૂઆતની તપાસ લગભગ ત્રણ મહિનામાં બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ સોશિયલ મીડિયા પર અલગ-અલગ દાવાઓ સામે આવ્યા પછી 2023 માં તેને ફરીથી ખોલવામાં આવ્યો અને SIT બનાવવામાં આવી. ત્યારથી તપાસ ચાલુ છે. પિતાનો આરોપ- કેસને દબાવવાનો પ્રયાસ કરાયો દિશાના પિતા સતીશ સાલિયાનનો આરોપ છે કે દિશા સાથે ગેંગરેપ અને હત્યા થઈ હતી અને મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે આદિત્ય ઠાકરે સહિત અન્ય લોકો વિરુદ્ધ FIRની માગ કરી હતી. તેમણે કહ્યું- હું 6 વર્ષથી તેની રાહ જોઈ રહ્યો હતો. ખુશ થવાનું કોઈ કારણ નથી. મેં મારી દીકરી ગુમાવી છે. આજે મને રાહત અનુભવાઈ રહી છે. મેં હાથ જોડીને જજ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. વકીલે કહ્યું હતું કે- આદિત્ય ઠાકરે, સૂરજ પંચોલી પર FIR થશે સતીશ સાલિયાનના વકીલ નિલેશ ઓઝાએ કહ્યું હતું કે જે લોકો વિરુદ્ધ તપાસમાં પુરાવા મળશે, તેમની વિરુદ્ધ કાર્યવાહી થશે. જો કોઈ વ્યક્તિ વિરુદ્ધ પુરાવા નહીં મળે તો તેને આરોપી બનાવવામાં આવશે નહીં. જો CBIનો રિપોર્ટ નકારાત્મક આવે છે, તો પરિવારને તેના પર વાંધો ઉઠાવવાનો અને પ્રોટેસ્ટ પિટિશન દાખલ કરવાનો અધિકાર રહેશે. ઓઝાના મતે, FIRમાં આદિત્ય ઠાકરે, સૂરજ પંચોલી, ડીનો મોરિયા, આદિત્ય ઠાકરેના બોડીગાર્ડ, રિયા ચક્રવર્તી, પરમબીર સિંહ, ઉદ્ધવ ઠાકરે, સચિન વાઝે અને અગાઉની SITના તે સભ્યોના નામ પણ આરોપી તરીકે આપવામાં આવ્યા છે, જેમના પર કેસને દબાવવાનો આરોપ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથા, હાથ અને છાતી પર ઇજાઓનો ઉલ્લેખ હતો કોર્ટને જણાવવામાં આવ્યું કે દિશાનું પોસ્ટમોર્ટમ એક ડોક્ટરે કર્યું હતું, જ્યારે દિશાનિર્દેશો મુજબ બે ડોક્ટર હોવા જોઈતા હતા. રિપોર્ટમાં માથા, હાથ, પગ અને છાતી પર ઇજાઓનો ઉલ્લેખ હતો. જ્યારે, પોલીસે કહ્યું કે રેપ કે યૌન હુમલાના કોઈ પુરાવા મળ્યા નથી અને સાક્ષીઓ તથા ફોરેન્સિક તપાસના આધારે દિશાએ પોતે ઇમારત પરથી છલાંગ લગાવી હોવાની વાત સામે આવી હતી. 2025ના સોગંદનામામાં પણ પોલીસે તેને આત્મહત્યા ગણાવીને ષડયંત્રનો ઇનકાર કર્યો હતો. પોલીસનો જૂનો દાવો- આત્મહત્યા કરી હતી મુંબઈ પોલીસે ઓક્ટોબર 2020માં દિશાના મૃત્યુને આત્મહત્યા માનીને તપાસ બંધ કરી દીધી હતી. બાદમાં 2025માં હાઈકોર્ટમાં દાખલ કરાયેલા સોગંદનામામાં પણ પોલીસે કહ્યું કે તપાસમાં કોઈ ષડયંત્ર મળ્યું નથી. પોલીસના જણાવ્યા અનુસાર, દિશા તણાવમાં હતી, ઘટના પહેલા દારૂના નશામાં હતી અને તેના મંગેતરે પણ કોઈ ગડબડ હોવાનો ઇનકાર કર્યો હતો. 2023માં રચાયેલી SITના તારણો પણ પ્રારંભિક તપાસ સાથે સુસંગત હોવાનું જણાવાયું હતું. ---------------------------------- આ સમાચાર પણ વાંચો… સુશાંતની મેનેજર દિશા સાલિયાનના મોતની તપાસ CBI કરશે:હાઈકોર્ટનો આદેશ; 2020માં એક્ટરના મોતના 6 દિવસ પહેલાં 14મા માળેથી પડી હતી બોમ્બે હાઈકોર્ટે બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મોતના કેસમાં CBI તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટે કેસમાં FIR નોંધવાનો પણ નિર્દેશ આપ્યો છે. દિશાનું મોત 8 જૂન 2020ના રોજ મુંબઈના મલાડમાં એક ઈમારતના 14મા માળેથી પડ્યા પછી થયું હતું. દિશાના મોતના છ દિવસ પછી 14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત પણ મૃત મળી આવ્યા હતા. દિશાના પિતા સતીશ સાલિયાને હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને પુત્રીના મોતની નવેસરથી તપાસ અને CBI તપાસની માગ કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    દિવ્ય ભાસ્કરનું 'માટીના ગણેશ' અભિયાન:ગણેશ ચતુર્થી પર POP નહીં માટીના ગણેશ લાવો અને ઘરમાં જ વિસર્જન કરો
    Next Article
    કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવે કચ્છમાં સંરક્ષણ કામગીરીને પ્રોત્સાહન આપ્યું:નલિયામાં ઘોરાડ સંરક્ષણ કેન્દ્ર ખોલ્યું, જખૌમાં મેન્ગ્રુવ અને સીવીડ ખેતી જોઈ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment