Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરથી સપડા સિદ્ધિ વિનાયકના દર્શને ભક્તોની પગપાળા યાત્રા:રસ્તામાં પદયાત્રીઓની સુવિધા માટે વિવિધ કેમ્પો દ્વારા ખાણીપીણી સહિતની સુંદર વ્યવસ્થાઓ

    7 hours ago

    ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે સપડા ગામે આવેલા સુપ્રસિદ્ધ શ્રી સિદ્ધિ વિનાયક ગણેશજીના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. જામનગર સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે સપડા ગામે પહોંચ્યા હતા. ગણેશ ચતુર્થીના દિવસે વહેલી સવારે મંદિરે પહોંચી દર્શન કરવા માટે, જામનગરથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ રાત્રિના સમયે પગપાળા સપડા ગામ તરફ નીકળ્યા હતા. પદયાત્રીઓની સુવિધા અને સેવા માટે, જામનગરથી સપડા ગામ સુધીના રસ્તામાં ઠેરઠેર સેવાભાવી સંસ્થાઓ અને કાર્યકરો દ્વારા સેવા કેમ્પો ગોઠવવામાં આવ્યા હતા. આ કેમ્પોમાં ઠેબા ચોકડી પાસે આવેલી જય આશાપુરા માં હોટલનો કેમ્પ, સપડેશ્વર સિદ્ધિ વિનાયક કેમ્પ અને મોટા થાવરિયા ગામનો કેમ્પ મુખ્ય હતા. અહીં પદયાત્રીઓ માટે ઠંડા પીણાં, ચા, ગાંઠિયા, ભજીયા, ચીપ્સ સહિત વિવિધ ફરાળી વાનગીઓની વ્યવસ્થા કરાઈ હતી. સેવાભાવી કાર્યકરો દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થાને શ્રદ્ધાળુઓએ આવકારી હતી. સમગ્ર રસ્તા પર ભક્તિમય વાતાવરણ વચ્ચે ગણેશ ચતુર્થી પર્વની શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં પહેલીવાર ગણેશજીના આગમનનો ઉત્સવ ઉજવાયો:પ્રથમ સ્ક્વેર અને દુર્ગા બજાર પાસે લાઈટીંગ-ફટાકડા સાથે વરસાદમાં કરાયું સ્વાગત
    Next Article
    ગોધરામાં વહેલી સવારે 2 કલાકમાં 3 ઇંચ વરસાદ:શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા, મેસરી નદી બે કાંઠે વહેતી થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment