Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં પહેલીવાર ગણેશજીના આગમનનો ઉત્સવ ઉજવાયો:પ્રથમ સ્ક્વેર અને દુર્ગા બજાર પાસે લાઈટીંગ-ફટાકડા સાથે વરસાદમાં કરાયું સ્વાગત

    7 hours ago

    હિંમતનગરમાં પહેલીવાર ગણેશજીના આગમનનો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો. વિનાયકનગર અને શક્તિનગરમાં ડીજે સાથે વરસાદ વચ્ચે આ ઉજવણી કરવામાં આવી. શક્તિનગર યુવક મંડળ દ્વારા જૂની જિલ્લા પંચાયત પાસે ગણપતિ ઉત્સવ ઉજવાય છે. આ વખતે તેમણે પહેલીવાર ગણેશજીના આગમન ઉત્સવનું આયોજન કર્યું હતું. ગણેશજીની મોટી મૂર્તિને ટ્રેક્ટરમાં બેસાડીને ડીજે સાથે દુર્ગા બજાર ત્રણ રસ્તા પાસે લાવવામાં આવી. વરસાદ વચ્ચે પણ ભક્તો ઉત્સાહમાં હતા. અહીં લાલ કપડાથી ઢાંકેલી ગણપતિની મૂર્તિને લાઈટીંગ વચ્ચે ખોલવામાં આવી અને ફટાકડા ફોડીને સ્વાગત કરાયું. ભક્તો વરસાદમાં નાચીને ગરબે ઘૂમ્યા. આ પછી ગણેશજીને પંડાલમાં લઈ જવામાં આવ્યા. આ ઉત્સવમાં ગોવિંદા, હિરેનભાઈ ગોર અને કમલભાઈ જેવા અગ્રણીઓ પણ જોડાયા હતા. હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં આવેલા શ્રી અષ્ટવિનાયક ગણપતિ મંદિર અને વિનાયકનગરના શ્રી ગણેશ યુવક મંડળે પણ પહેલીવાર ગણપતિબાપાના આગમન ઉત્સવની રવિવારે રાત્રે ઉજવણી કરી. સહકારી જીન રોડ પર પ્રથમ સ્ક્વેર ખાતે ગણેશજીની મોટી મૂર્તિનું લાઈટીંગ અને ફટાકડાની આતશબાજી સાથે સ્વાગત કરાયું. આ યાત્રામાં અમૃત પુરોહિત સહિત ઘણા સ્થાનિકો અને ભક્તો જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં બે કારમાંથી રૂ.1.15 લાખનો દારૂ ઝડપાયો:એલસીબીની કાર્યવાહીમાં 4 આરોપી પકડાયા, કુલ રૂ.5.36 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    જામનગરથી સપડા સિદ્ધિ વિનાયકના દર્શને ભક્તોની પગપાળા યાત્રા:રસ્તામાં પદયાત્રીઓની સુવિધા માટે વિવિધ કેમ્પો દ્વારા ખાણીપીણી સહિતની સુંદર વ્યવસ્થાઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment