Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં બે કારમાંથી રૂ.1.15 લાખનો દારૂ ઝડપાયો:એલસીબીની કાર્યવાહીમાં 4 આરોપી પકડાયા, કુલ રૂ.5.36 લાખનો મુદ્દામાલ જપ્ત

    6 hours ago

    હિંમતનગરમાં એલસીબીની ટીમે પ્રોહિબિશન વોચ દરમિયાન બે કારમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ સહિત કુલ 5.36 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને ચાર આરોપીઓની ધરપકડ કરી છે. સાબરકાંઠા એલસીબીની ટીમ હિંમતનગર-પ્રાંતિજ હાઇવે પર પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે તેમને બાતમી મળી હતી કે, સફેદ રંગની મારૂતિ ઇકો કાર (નં. GJ-09-BA-3617)માં દારૂ ભરેલો છે. તેની આગળ ટોયોટા ઇટિયોસ કાર (નં. GJ-01-JT-4799) પાયલોટિંગ કરી રહી છે. હાજીપુર ગામ નજીક CNG પંપ પાસે બંને વાહનોને રોકીને તપાસ કરતા તેમાંથી દારૂ ભરેલા બીયરના કુલ 576 ટીન મળ્યા હતા. આ દારૂની કિંમત 1,15,776 રૂપિયા છે. પોલીસે બંને કાર, પાંચ મોબાઇલ ફોન અને દારૂ સહિત કુલ 5,36,276 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65-AE, 81 અને 83 હેઠળ નવ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલી રહી છે. પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના નયાગાંવ તાલુકાના કણબઈ વડાઘરા ફળોનો કુરીચંદ કાન્તીલાલ ડોડીયાર અને અનિલકુમાર ગોવિંદજી ખરાડીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નયાગાંવ તાલુકાના પરમારવાડાના વિકાસ લક્ષ્મણ પરમાર અને શંકરલાલ કલાજી પરમાર પણ પકડાયા છે. આ કેસમાં સંજયકુમાર દરંગા (રહે. પરમારવાડા) અને કાન્તીલાલ બરંડા (રહે. પરમારવાડા) સહિત પાંચ આરોપીઓ ફરાર છે. રાજસ્થાનના ખેરવાડા તાલુકાના બાયડી ખાતે દારૂના ઠેકા પર કામ કરતો અંકિત નામનો વ્યક્તિ પણ ફરાર છે. અમદાવાદના નાના ચિલોડાની હોટલ પર દારૂ ભરેલી ગાડી લેવા આવનાર એક અજાણ્યો વ્યક્તિ પણ પકડવાનો બાકી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ:વડોદરામાં રસ્તાઓ બેટમાં ફેરવાયા, અમદાવાદમાં અંધારપટ તો તાલાલા ગીરમાં ધોધમાર વરસાદ; 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
    Next Article
    હિંમતનગરમાં પહેલીવાર ગણેશજીના આગમનનો ઉત્સવ ઉજવાયો:પ્રથમ સ્ક્વેર અને દુર્ગા બજાર પાસે લાઈટીંગ-ફટાકડા સાથે વરસાદમાં કરાયું સ્વાગત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment