Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ:વડોદરામાં રસ્તાઓ બેટમાં ફેરવાયા, અમદાવાદમાં અંધારપટ તો તાલાલા ગીરમાં ધોધમાર વરસાદ; 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

    9 hours ago

    લાંબા સમયથી કાગડોળે રાહ જોયા બાદ આખરે છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદ માહોલ જોમ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 240 તાલુકામાં 1 મિમીથી લઈને પોણા પાંચ ઈંસ સુધીનો વરસાદ નોંધાયો છે. નવ તાલુકામાં 3 ઇંચથી વધુ, 17 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં 4.45 ઇંચ વરસાદ નોંધાયો છે. આજે વિઘ્નહર્તાના આગમન વચ્ચે મેઘરાજાનું રાજાની પણ હાજરી જોવા મળી રહી છે. ગણેશ ચતુર્થીના પાવન પર્વે વડોદરા શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.ભક્તોના ઉત્સાહ વચ્ચે વરસાદે વિઘ્ન ઊભું કર્યું હોવા છતાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે નોકરી-ધંધે જતાં લોકોને રેઇનકોટ અને છત્રીનો સહારો લેવો પડ્યો હતો. ભારે વરસાદને પગલે રાવપુરા, મચ્છીપીઠ અને પાણીગેટ વિસ્તારમાં રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. બીજી તરફ, અમદાવાદના પશ્ચિમ વિસ્તારો જેવા કે વેજલપુર, જોધપુર, પ્રહલાદ નગર, સેટેલાઈટ અને ઇસ્કોનમાં કાળા ડિબાંગ વાદળો અને ભારે પવન સાથે ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને વરસાદી આંકડા નવસારી જિલ્લા માટે આજરોજ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અવિરત ધીમી ધારે વરસી રહેલા વરસાદથી ખેડૂતોમાં આનંદનો માહોલ છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વાંસદામાં 3.45 ઇંચ અને નવસારી તાલુકામાં 2.91 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય જલાલપોરમાં 2.5 ઇંચ, ખેરગામમાં 1.75 ઇંચ અને ચીખલીમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. નદીઓના જળસ્તરમાં ઘટાડો અને તંત્રને રાહત ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતાં નવસારી જિલ્લાની નદીઓમાં વધેલું જળસ્તર હવે ઓસરવા લાગ્યું છે, જેનાથી નીચાણવાળા વિસ્તારો અને સ્થાનિક તંત્રને મોટી રાહત મળી છે. હાલમાં તમામ નદીઓ ભયજનક સપાટીથી નીચે વહી રહી છે, જેમાં પૂર્ણા નદી 10 ફૂટ (ભયજનક સપાટી: 23 ફૂટ), અંબિકા નદી 14.43 ફૂટ (ભયજનક સપાટી: 28 ફૂટ અને કાવેરી નદી 11 ફૂટ (ભયજનક સપાટીઃ 19 ફૂટ) વહી રહી છે. ચાર સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી, માછીમારો માટે એલર્ટ રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર તેજ બની છે. ઓગસ્ટની સરખામણીએ ચોમાસાના આ તબક્કામાં જ્યાં વરસાદની ઘટ હતી તેવા દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં 14 સપ્ટેમ્બરે અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. આ ઉપરાંત અમદાવાદ, કચ્છ, રાજકોટ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. 15 સપ્ટેમ્બરથી વરસાદની તીવ્રતામાં આંશિક ઘટાડો થશે, છતાં સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટમાં ભારે વરસાદનું જોર જળવાઈ રહેતાં યલો એલર્ટ યથાવત્ રખાશે. હવામાન વિભાગના નિયામક એ. કે. દાસના જણાવ્યા અનુસાર, દરિયાકાંઠે 60 થી 70 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ઊંચા મોજા ઉછળવાની શક્યતા હોવાથી 15 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગણેશજીની હળદરની અને સોનાની મૂર્તિને પૂજવાથી મળે છે સમાન પુણ્ય!:ગણેશોત્સવે જાણો છાણ, શ્વેતાર્ક અને માટીના ગણેશજીની સ્થાપનાનું મહત્ત્વ
    Next Article
    હિંમતનગરમાં બે કારમાંથી રૂ.1.15 લાખનો દારૂ ઝડપાયો:એલસીબીની કાર્યવાહીમાં 4 આરોપી પકડાયા, કુલ રૂ.5.36 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment