Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંચ શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરાશે:જિલ્લા કક્ષાએ 2 અને તાલુકા કક્ષાએ 3 શિક્ષકોની એવોર્ડ માટે પસંદગી

    3 days ago

    ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સમર્પિત રહી કાર્ય કરતા શિક્ષકોને પ્રોત્સાહિત કરવાના હેતુથી દર વર્ષે 'શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક' આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજ્ય, જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ સેવાઓ આપનાર શિક્ષકોની પસંદગી કરીને તેમને એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ પરંપરાને આગળ ધપાવતા, સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આગામી 5 સપ્ટેમ્બર 'શિક્ષક દિન' નિમિત્તે નીતિ-નિયમોને આધીન રહીને અત્યંત પારદર્શક પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા અંતર્ગત શિક્ષકોની શૈક્ષણિક કામગીરી, શિક્ષણની ગુણવત્તા, નવીન પ્રયોગો, વિદ્યાર્થીઓના ઘડતર માટેના પ્રયાસો અને શિક્ષણ ક્ષેત્રે આપેલા નોંધપાત્ર યોગદાનને ધ્યાને રાખીને તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોની આખરી પસંદગી કરવામાં આવી છે. સરકાર દ્વારા શિક્ષણનું સ્તર ઊંચું લાવવા અને વિદ્યાર્થીઓમાં ગુણવત્તાસભર શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે શિક્ષકોની ભૂમિકાને અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. શિક્ષકોમાં નવો ઉત્સાહ પૂરો પાડવા અને નવીન શૈક્ષણિક અભિગમોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે જિલ્લા કક્ષાના પારિતોષિક માટે ઉચ્ચતર માધ્યમિક કેટેગરીમાં મૂળી તાલુકાના મદદનીશ શિક્ષક પરમાર દશરથસિંહ રણજીતસિંહ તેમજ પ્રાથમિક કેટેગરીમાં મૂળી તાલુકાના જ મદદનીશ શિક્ષક હાલાણી તુષારકુમાર મનસુખલાલની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત, તાલુકા કક્ષાના પારિતોષિક માટે પ્રાથમિક વિભાગમાં સાયલા તાલુકામાંથી પ્રથમ ક્રમે મદદનીશ શિક્ષક રાઠોડ રેશમાબેન હનિફભાઈ, દ્વિતીય ક્રમે લખતર તાલુકાના ભાષા શિક્ષક પટેલ જૈમિની માધવલાલ અને તૃતીય ક્રમે સાયલા તાલુકાના મદદનીશ શિક્ષક રાઠોડ ગિરીશકુમાર ઝવેરભાઈની પસંદગી કરવામાં આવી છે. 5 સપ્ટેમ્બરના રોજ યોજાનાર વિશેષ સમારોહમાં આ તમામ એવોર્ડ વિજેતા શિક્ષકોનું બહુમાન કરી પારિતોષિક એનાયત કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સતત સુધારો થાય અને વિદ્યાર્થીઓને સમયસુસંગત તથા પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મળી રહે તે માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. શિક્ષકોને આધુનિક તાલીમ, ટેક્નોલોજી આધારિત શિક્ષણ પદ્ધતિઓ અને યોગ્ય માર્ગદર્શન પૂરૂં પાડવાની સાથે તેમની ઉત્કૃષ્ટ કામગીરીની કદર રૂપે આ પ્રકારના પારિતોષિક આપી તેમને બિરદાવવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    'બોગસ જન્મ દાખલા, 'અદ્રશ્ય' બાળકો દર્શાવી લાખોની ગ્રાન્ટ ચાઉં':મેંદરડામાં કાગળ પર ચાલતી ભગવતી આદિજાતિ આશ્રમશાળા, યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ
    Next Article
    રાજકોટમાં વધુ એક વખત સંબંધોનું થયું ખૂન:ભાયાવદરના પડવલા ગામે સામાન્ય બોલાચાલી બાદ કૌટુંબિક ભત્રીજાના હાથે કાકાની કરપીણ હત્યા, આરોપીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment