Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂરથી નુકસાન પામેલી શાળાને રોટરી ક્લબે કમ્પ્યુટર આપ્યા:વલસાડ તાલુકાના પારડી સાંઢપોર ગામ કૈલાશ ઓવારા શાળાના વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણની નવી તક મળી

    10 hours ago

    વલસાડ: રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા વલસાડ તાલુકાના પારડી સાંઢપોર ગામ આવેલી કૈલાશ ઓવારા માધ્યમિક શાળાને કમ્પ્યુટર દાન કરવામાં આવ્યા છે. જુલાઈ મહિનામાં આવેલા વિનાશક પૂરને કારણે શાળાને ભારે નુકસાન થયું હતું. વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ મળી રહે તે માટે આ સેવાકીય પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. રોટરી ક્લબ ઓફ વલસાડે વિદ્યાર્થીઓને કમ્પ્યુટર શિક્ષણ આપી ડિજિટલ જ્ઞાન સાથે નવી તકો તરફ આગળ વધારવાના હેતુથી આ દાન કર્યું છે. આ પહેલથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની અને ડિજિટલ જ્ઞાન મેળવવાની નવી તક મળશે. આ પ્રોજેક્ટને સફળ બનાવવામાં રોટેરિયન નિમેશભાઈની મહત્વની ભૂમિકા રહી હતી. તેમણે પૂર પછી શાળાની જરૂરિયાત ઓળખી ક્લબ સમક્ષ રજૂ કરી હતી. શાળાને જરૂરી મદદ મળે તે માટે તેમણે સતત પ્રયાસો કર્યા હતા, જેનાથી વિદ્યાર્થીઓ સુધી કમ્પ્યુટર પહોંચાડવાનું કામ શક્ય બન્યું. રોટરી ક્લબ ઓફ વલસાડે આ પ્રોજેક્ટને વિદ્યાર્થીઓના ભવિષ્યમાં સકારાત્મક બદલાવ લાવનારી પહેલ ગણાવી છે. ક્લબનું કહેવું છે કે એક જરૂરિયાત ઓળખી તેનો ઉકેલ લાવવાથી અનેક વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે છે, જે આ પ્રોજેક્ટથી સાબિત થયું છે. આ પ્રસંગે પ્રોજેક્ટ ચેરમેન રોટ. મનીષભાઈ શાહ, લિટરસી ચેર રોટ. દેવાંગ મોદી, માનદ સચિવ રોટ. હર્ષિલ ભાવસાર અને વર્ષ 2026–27ના પ્રમુખ રોટ. ધવલ શાહ સહિત રોટરી ક્લબના સભ્યોનો સહયોગ મળ્યો હતો. સેવા અને શિક્ષણ દ્વારા કાયમી અસર ઊભી કરવાના સંકલ્પ સાથે રોટરી ક્લબ ઓફ વલસાડની આ પહેલ વિદ્યાર્થીઓ માટે નવી આશા બની છે.
    Click here to Read More
    Previous Article
    ગણેશોત્સવના ફાળા બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું, CCTV:ગણેશ આગમન યાત્રા બાદ નાસ્તો કરવા ગયેલા દુકાનદારનો યુવકો પર હુમલો
    Next Article
    શામળાજીથી વડનગર બાઇક રેલી યોજાઈ:યાત્રાધામ શામળાજીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મંત્રી પ્રવીણ માળી અને પીસી બરંડાએ પ્રસ્થાન કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment