Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શામળાજીથી વડનગર બાઇક રેલી યોજાઈ:યાત્રાધામ શામળાજીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મંત્રી પ્રવીણ માળી અને પીસી બરંડાએ પ્રસ્થાન કરાવ્યું

    9 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અંતર્ગત અરવલ્લીમાં પણ સેવા સંકલ્પ અભિયાન હેઠળ શામળાજીથી વડનગર સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ગુજરાતના તીર્થસ્થાનોમાંથી જળ લઈને વારાણસી મોકલવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે જ શામળાજીથી વડનગર સુધી બાઇક રેલીનું આયોજન પણ અરવલ્લીમાં કરાયું હતું. રાજ્ય સરકારના મંત્રી પ્રવીણ માળી અને મંત્રી પી.સી. બરંડાની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો. સૌ પ્રથમ ભગવાન શામળિયાના દર્શન કરી તેમની શણગાર આરતી કરવામાં આવી. શામળાજી મંદિર પરિસરમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરીને 'એક પેડ માં કે નામ' સૂત્ર સાર્થક કરાયું. શામળાજી નગરમાં સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. સભાસ્થળે શામળાજીનું જળ કુંભમાં ભરવામાં આવ્યું, જેને વડનગર લઈ જઈ ત્યાંથી વારાણસી ખાતે તીર્થોના જળથી અભિષેક કરવામાં આવશે. આ પછી શામળાજીથી વડનગર સુધીની બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. મંત્રીઓ અને અન્ય મહાનુભાવો પણ બાઇક પર બેસીને વડનગર જવા રવાના થયા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ સંગઠનના અજય બ્રહ્મભટ્ટ, સંજય દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર, અરવલ્લી જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના કાર્યકરો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પૂરથી નુકસાન પામેલી શાળાને રોટરી ક્લબે કમ્પ્યુટર આપ્યા:વલસાડ તાલુકાના પારડી સાંઢપોર ગામ કૈલાશ ઓવારા શાળાના વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણની નવી તક મળી
    Next Article
    The Politics Of Blue: Why Akhilesh Yadav-vs-Mayawati Over A Colour Is Just One Shade Of History

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment