Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણેશોત્સવના ફાળા બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું, CCTV:ગણેશ આગમન યાત્રા બાદ નાસ્તો કરવા ગયેલા દુકાનદારનો યુવકો પર હુમલો

    10 hours ago

    વડોદરામાં ગણેશોત્સવની આગમન યાત્રા પૂર્ણ થયા બાદ રાત્રિના સમયે નાસ્તો કરવા ગયેલા યુવકો સાથે ઉત્સવના ખર્ચ અને ચંદા બાબતે બોલાચાલી થઈ હતી, જે ઉગ્ર બનતા દુકાનદાર અને તેના પરિવારે યુવક પર લાકડીથી હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગણેશોત્સવ ફાળાને લઈને મારામારી શહેરના ચોખંડીવાદી વાડા પોળમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા જતિનભાઈ શંકરભાઈ પટણીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ છેલ્લા 20 વર્ષથી તેમના મોહલ્લામાં ચોખંડી યુથ ફેડરેશનના નામે ગણપતિજીની મૂર્તિ બેસાડી પૂજા-આરતી કરે છે. ગઇકાલે(13 સપ્ટેમ્બર) ફેડરેશન દ્વારા પ્રતાપનગર બ્રિજ પાસેથી ગણપતિજીની આગમન યાત્રા કાઢવામાં આવી હતી. આ આગમન યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ આ બનાવ બન્યો હતો. ફરિયાદીએ જણાવ્યું કે, તેમના મિત્રો શૈલેષ પટણી અને મિનેશ ઉર્ફે મોટુ પટણી સાથે ચોખંડીથી નાની શાકમાર્કેટ વચ્ચે આવેલી રાજસ્થાન કુલ્ફીની દુકાન આગળની આર.જે.ચાઇનીઝ ફૂડ નામની લારી પર નાસ્તો કરવા માટે ગયા હતા. તે દરમિયાન આર.જે.ચાઇનીઝ ફૂડના માલિક બિજેન્દ્રસિંહ વાઘેલાનો દીકરો મહેશ વાઘેલા ત્યાં આવીને બોલવા લાગ્યો હતો કે ગણેશ તહેવાર તેઓ ઉજવે છે અને તેનો ફાળો તેમના પર નાખવામાં આવે છે. લાકડીનો દંડો લાવી ગંદી ગાળો બોલવા લાગ્યો જ્યારે જતિનભાઈએ તેને પૂછ્યું કે તું કોને સંભળાવી રહ્યો છે, ત્યારે મહેશ ઉશ્કેરાઈને બોલાચાલી કરવા લાગ્યો હતો અને દુકાનમાં જઈને લાકડીનો દંડો લાવી ગંદી ગાળો બોલવા લાગ્યો હતો. આ દરમિયાન મહેશના પિતા બિજેન્દ્રસિંહ અને તેમના પત્ની પણ ત્યાં આવીને ગાળો બોલવા લાગ્યા હતા. લાકડીના ફટકા માર્યા, મારી નાખવાની ધમકી આપી ફરિયાદી અને તેમના મિત્રોએ તેમને સમજાવવાનો પ્રયાસ કરતા મહેશે લાકડી ઉગામીને મિનેશ ઉર્ફે મોટુ પટણીના ડાબા હાથના બાવડાના ભાગે તથા કોણીથી નીચેના ભાગે લાકડીના ફટકા મારી ઈજા પહોંચાડી હતી. આ ઝઘડા દરમિયાન આસપાસના અન્ય લોકો ભેગા થઈ ગયા હતા. ઘટનાસ્થળેથી જતા સમયે આરોપી મહેશે ત્રણેય જણને જોઈ લેવાની અને હવે પછી હાથમાં આવ્યા તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં અનરાધાર વરસાદ, રસ્તાઓ બેટમાં ફેરવાયા:અમદાવાદમાં અંધારપટ સાથે ઝરમર, તાલાલા ગીરમાં ધોધમાર વરસાદ; દ્વારકા-જામનગર સહિત 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
    Next Article
    પૂરથી નુકસાન પામેલી શાળાને રોટરી ક્લબે કમ્પ્યુટર આપ્યા:વલસાડ તાલુકાના પારડી સાંઢપોર ગામ કૈલાશ ઓવારા શાળાના વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણની નવી તક મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment