Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં અનરાધાર વરસાદ, રસ્તાઓ બેટમાં ફેરવાયા:અમદાવાદમાં અંધારપટ સાથે ઝરમર, તાલાલા ગીરમાં ધોધમાર વરસાદ; દ્વારકા-જામનગર સહિત 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

    12 hours ago

    લાંબા સમયથી કાગડોળે રાહ જોયા બાદ આખરે છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદ માહોલ જોમ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 240 તાલુકામાં 1 મિમીથી લઈને પોણા પાંચ ઈંસ સુધીનો વરસાદ નોંધાયો છે. નવ તાલુકામાં 3 ઇંચથી વધુ, 17 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં 4.45 ઇંચ વરસાદ નોંધાયો છે. આજે વિઘ્નહર્તાના આગમન વચ્ચે મેઘરાજાનું રાજાની પણ હાજરી જોવા મળી રહી છે. અમદાવાદ અને વડોદરામાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ અમદાવાદના પશ્ચિમ વિસ્તારો જેવા કે વેજલપુર, જોધપુર, પ્રહલાદ નગર, સેટેલાઈટ અને ઇસ્કોનમાં કાળા ડિબાંગ વાદળો અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. બીજી તરફ, ગણેશ ચતુર્થીના પાવન પર્વે વડોદરા શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો હતો. ભક્તોના ઉત્સાહ વચ્ચે વરસાદે વિઘ્ન ઊભું કર્યું હોવા છતાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે નોકરી-ધંધે જતાં લોકોને રેઇનકોટ અને છત્રીનો સહારો લેવો પડ્યો હતો. નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને વરસાદી આંકડા નવસારી જિલ્લા માટે આજરોજ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અવિરત ધીમી ધારે વરસી રહેલા વરસાદથી ખેડૂતોમાં આનંદનો માહોલ છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વાંસદામાં 3.45 ઇંચ અને નવસારી તાલુકામાં 2.91 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય જલાલપોરમાં 2.5 ઇંચ, ખેરગામમાં 1.75 ઇંચ અને ચીખલીમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. નદીઓના જળસ્તરમાં ઘટાડો અને તંત્રને રાહત ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતાં નવસારી જિલ્લાની નદીઓમાં વધેલું જળસ્તર હવે ઓસરવા લાગ્યું છે, જેનાથી નીચાણવાળા વિસ્તારો અને સ્થાનિક તંત્રને મોટી રાહત મળી છે. હાલમાં તમામ નદીઓ ભયજનક સપાટીથી નીચે વહી રહી છે, જેમાં પૂર્ણા નદી 10 ફૂટ (ભયજનક સપાટી: 23 ફૂટ), અંબિકા નદી 14.43 ફૂટ (ભયજનક સપાટી: 28 ફૂટ અને કાવેરી નદી 11 ફૂટ (ભયજનક સપાટીઃ 19 ફૂટ) વહી રહી છે. એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય આજે (14 સપ્ટેમ્બર)દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધ્યું છે. રાજ્યમાં આ સિઝનમાં જ્યાં સૌથી વધુ વરસાદની ઘટ છે એવા દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર સહિતમાં અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, અમદાવાદ, આણંદ, તાપી, ડાંગ, નર્મદા, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા હોવાથી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં મેઘમહેર જારી રહેશે 15 સપ્ટેમ્બરે વરસાદની તીવ્રતામાં ઘટશે, પરંતુ સૌરાષ્ટ્રના ચોક્કસ ભાગોમાં વરસાદનું જોર યથાવત્ રહેશે. હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરીને ભારે વરસાદની આગાહી કરી છે. તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારોના નાગરિકોને સાવચેતી રાખવા અને હવામાન સંબંધી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. 15મી સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, 14 અને 15 સપ્ટેમ્બરે કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સાથે પવનની ગતિ 60થી 70 કિમી ઝડપે રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ત્યારે દરિયામાં ભારે મોજા ઉછળવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ અપાઈ છે.
    Click here to Read More
    Previous Article
    દેશભરમાં ગણેશ ઉત્સવ શરૂ:લાલબાગના રાજા મંદિર શિવની થીમ પર સજાવવામાં આવ્યું, ઇન્દોરમાં 3 ટન માટીમાંથી બનેલા બાપ્પા; હૈદરાબાદમાં 72 ફૂટ ઊંચી ગણેશજીની પ્રતિમા
    Next Article
    ગણેશોત્સવના ફાળા બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું, CCTV:ગણેશ આગમન યાત્રા બાદ નાસ્તો કરવા ગયેલા દુકાનદારનો યુવકો પર હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment