Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદ્યાર્થીઓ સહિતના લોકોની અવર-જવર,તાત્કાલિક સમારકામ કરવા માગ:ઉંડેરા રોડ પર ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ યોગ્ય પુરાણ ન કરાયું, સામાન્ય વરસાદમાં ભૂવો પડ્યો

    7 hours ago

    ઉંડેરા રોડ પર નજીવા વરસાદ બાદ રોડ બેસી જતાં ભૂવો પડ્યો હતો. ઉંડેરા તળાવ રોડ પર પડેલા ભૂવાથી સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ રોડ પરથી શાળાનાં વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો અવર-જવર કરે છે. ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ યોગ્ય પુરાણ કરાયું ન હોવાથી રોડ બેસી ગયો હોવાનો આક્ષેપ કરાયો છે. કામ બાદ અધિકારીઓ દ્વારા યોગ્ય નિરીક્ષણ કરાયું ન હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. રોડ બેસી જતાં ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં ભૂવાનું સમારકામ કરવા માગ કરાઈ છે. શિયાબાગ રોડ પર ગટરનું ઢાંકણું તૂટ્યું, સ્થાનિકોએ બેરિકેડ લગાવ્યાં શિયાબાગ રોડ પર ગટરનું ઢાંકણું તૂટી જવા છતાં રિપેરિંગ ન કરાતાં અકસ્માતનો ભય ઊભો થયો છે. વાહનોની સતત અવર-જવર રહેતી હોવાથી વાહનચાલક વરસાદી ગટરમાં પડી ન જાય તે માટે સ્થાનિકોએ આસપાસ બેરિકેડ લગાવી દીધા છે. પૂર્વ કાઉન્સિલર બાળુ સુર્વેએ કહ્યું કે, ગણેશજીની આગમન સવારી પણ આ માર્ગ પરથી પસાર થવાની છે, છતાં પાલિકા દ્વારા સમારકામ કરવામાં આવ્યું નથી. ડભોઇ દશાલાડ ભવન નજીક રોડના ખાડામાં કારનું ટાયર ફસાયું શહેરમાં પાણી, ડ્રેનેજ સહિતની કામગીરી બાદ નિરીક્ષણના અભાવે અને યોગ્ય પુરાણ ન થવાથી અનેક સ્થળે ખાડા પડી રહ્યા છે. નજીવા વરસાદમાં ડભોઇ દશાલાડ ભવન નજીક રોડ બેસી જતાં કારનું ટાયર ફસાયું હતું. સ્થાનિકોની ફરિયાદ છે કે, થોડા સમય અગાઉ લાઇન નાખ્યા બાદ આ ઘટના બની છે. અગાઉ આ જ રોડ પર ભૂવો પડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    લોક લાગણીની અદાલત:રૂા.21.66 લાખની ઠગાઈ થતાં વૃદ્ધ દંપતીનો આપઘાતનો નિર્ણય,DLSAનું બોર્ડ વાંચી માર્ગદર્શન લઈ ફરિયાદ કરી
    Next Article
    મોબાઇલ લોન કૌભાંડનો પર્દાફાશ,4 પકડાયા‎:લોન પર મોબાઈલ લઈ ખોટા બિલથી અનલોક કરાવી વેચનાર ગેંગ પકડાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment