Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોક લાગણીની અદાલત:રૂા.21.66 લાખની ઠગાઈ થતાં વૃદ્ધ દંપતીનો આપઘાતનો નિર્ણય,DLSAનું બોર્ડ વાંચી માર્ગદર્શન લઈ ફરિયાદ કરી

    7 hours ago

    ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળે 12મીએ યોજેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં રાજ્યભરમાંથી 9,02,333 કેસોનો નિકાલ કરાયો છે. જેમાં વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે પ્રી-લિટિગેશન અને પેન્ડિંગ મળી 78,738 કેસોનો નિકાલ લાવી ગુજરાતમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. સુરત જિલ્લો 3,51,681 કેસના નિકાલ સાથે પ્રથમ રહ્યો છે. વડોદરા જિલ્લા અદાલતમાં પક્ષકારો વચ્ચે સમાધાન કરાવી કોર્ટનું ભારણ ઘટાડવા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં કેસ દાખલ થાય તે પહેલાંના (પ્રી-લિટિગેશન) બેંક લેણાં અને ટ્રાફિક ચલણ સહિત 34,407 કેસ, લોક અદાલત પેન્ડિંગ 2,899 કેસ અને સ્પેશિયલ સીટિંગ ડિસ્પોઝલ હેઠળ સૌથી વધુ 41,432 કેસનો નિકાલ થયો હતો. આમ, પેન્ડિંગ અને સ્પેશિયલ સીટિંગ મળી 44,331 ચાલુ કેસોનું ભારણ ઘટ્યું છે. વડોદરામાં 78,738 કેસનો નિકાલ લાવી 59.85 કરોડનું સેટલમેન્ટ કરાયું છે. મોટર અકસ્માત ક્લેઇમમાં 1.05 કરોડનું તાત્કાલિક વળતર ચૂકવાયું હતું. કેસ-1 માતાના ઓપરેશનના નામે દંપતી સાથે MPના ઠગે ઠગાઈ કરી હતી મધ્યપ્રદેશના ઠગે સેવાસીના વૃદ્ધ દંપતી પાસેથી સગી માતાના ઓપરેશનના નામે રૂા. 21.66 લાખ પડાવ્યા હતા. ઠગે નાણાં ન આપી ધમકી આપતાં દંપતીએ આપઘાતનો નિર્ણય કર્યો હતો. જોકે ગોત્રી પોલીસ સ્ટેશને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનું બોર્ડ વાંચી માર્ગદર્શન મેળવી ફરિયાદ નોંધાવી હતી. કેસ-2 2014નો બાનાખત રદ કરીને ₹15.33 કરોડ ચૂકવવા સંમતિ ₹6.13 કરોડના સ્થાવર મિલકત વિવાદનો લોક અદાલતમાં સુખદ નિકાલ થયો છે. 2014ના બાનાખત મુજબ ₹5.23 કરોડ ચૂકવ્યા છતાં દસ્તાવેજ ન કરાતાં સ્પેશિયલ સિવિલ દાવો થયો હતો. અંતે બાનાખત રદ કરી પ્રતિવાદી વ્યાજ-ખર્ચ સહિત ₹15.33 કરોડ ચૂકવવા સંમત થયા છે. લોક અદાલતમાં અરજદારોને ઝડપી અને ત્વરિત ન્યાય મળે છે લોક અદાલતનાં સારાં પરિણામ આવ્યાં છે. લોકો વધુમાં વધુ લોક અદાલતનો ઉપયોગ કરે તેવી અપીલ છે. અરજદારોને ઝડપી અને ત્વરિત ન્યાય મળે છે સાથે જ અરજદારોને ઘણી લીગલ સર્વિસ પણ ફ્રીમાં અપાય છે. > ડી.વી.સાવલિયા, સિનિયર સિવિલ જજ, સેક્રેટરી-ડીએલએસએ
    Click here to Read More
    Previous Article
    રિક્ષાચાલકને બ્રેઇન હેમરેજ, કારચાલક ફરાર‎:હિંમતનગર-ઈડર હાઇવે પર કારની ટક્કરે રિક્ષા પલટી ગઈ
    Next Article
    વિદ્યાર્થીઓ સહિતના લોકોની અવર-જવર,તાત્કાલિક સમારકામ કરવા માગ:ઉંડેરા રોડ પર ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ યોગ્ય પુરાણ ન કરાયું, સામાન્ય વરસાદમાં ભૂવો પડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment