Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ખાસ‎:કુમકુમ મંદિરના સંતો દ્વારા સ્વામિનારાયણ ભગવાનનો પુષ્પાભિષેક

    7 hours ago

    સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગર (અમદાવાદ)ના સંતો દ્વારા વિરમગામના સુપ્રસિદ્ધ અને પૌરાણિક મુનસર તળાવ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો દિવ્ય પુષ્પાભિષેક અતિ ભક્તિભાવપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો. આ પાવન અવસરે સંતો અને હરિભક્તો દ્વારા ભાવસભર ધૂન, ભજન અને કીર્તનની રમઝટ બોલાવાઈ હતી, જેનાથી સમગ્ર પરિસરમાં દિવ્ય ઊર્જા વ્યાપી ગઈ હતી. ​ આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક તળાવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદથી પાવન થયેલું પ્રત્યક્ષ તીર્થધામ છે. પ્રભુના આ ભૂમિ પરના પદાર્પણ અને દિવ્ય લીલાઓની સ્મૃતિ કાયમ રહે તે હેતુથી અહીં વિશેષ પૂજન અને પુષ્પાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. ​ઉલ્લેખનીય છે કે, પાટણના સોલંકી વંશના મહારાજા સિદ્ધરાજ જયસિંહના માતા રાજમાતા મીનળદેવી દ્વારા 11મી સદીમાં પ્રજાકલ્યાણ અર્થે આ ભવ્ય તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. શિલ્પ અને સ્થાપત્યકળાના અદભુત નમૂના સમાન આ તળાવના ઘાટ પર 360 જેટલી લઘુ દેરીઓ તથા શિવાલયો આવેલાં છે. પ્રત્યેક દેરીની અપ્રતિમ કોતરણી ગુજરાતના સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની સાક્ષી પૂરે છે. ભારતીય વાસ્તુકળાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતું આ મુનસર તળાવ સમગ્ર ગરવી ગુજરાતનું અનમોલ ગૌરવ છે. સંતોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમથી સ્થાનિક ભક્તોમાં પણ ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગાય માતા વિશે 11 વિદ્વાનોએ 6 કલાક સુધી શાસ્ત્રાર્થ કર્યો:ગાયને શાસ્ત્રમાં ‘ગો’ કહે છે, કારણ કે ગાય ચાલે તો સૃષ્ટિનું ચક્ર પણ ચાલે, વાત્સલ્ય શબ્દ પણ ગોમાતા માટે સર્જાયો છે
    Next Article
    SDPAY સ્કેમ:2000 કરોડનો કૌભાંડી ધવલ પટેલ બેંગ્લોરથી ઝબ્બે, 35 બેંક ખાતા ફ્રીઝ કર્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment