Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SDPAY સ્કેમ:2000 કરોડનો કૌભાંડી ધવલ પટેલ બેંગ્લોરથી ઝબ્બે, 35 બેંક ખાતા ફ્રીઝ કર્યાં

    7 hours ago

    એસડીપે-અપના પે એપ્લિકેશનથી સેંકડો કરોડનું કૌભાંડ દોઢ વર્ષથી આચરાઈ રહ્યુ હોવા છતાં રાજ્ય અને કેન્દ્રની એજન્સીઓની બેદરકારીથી લાખો નાગરિકોને નાણા ગુમાવવાનો વારો આવવાના પ્રકરણમાં અમરેલી પોલીસે ધવલ પટેલને બેંગ્લોર નજીકથી પકડી પાડ્યો છે. તેના 35 જેટલા બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યાનું પણ જાણવા મળી રહ્યું છે. હિંમતનગરના સેંકડો લોકોના કરોડો ફસાવનાર એજન્ટો હવે સાક્ષી બનવા તૈયાર થઈ ગયા છે. માર્ચ માસથી જ આઈએમપીએસમાં અનિયમિતતા શરૂ કરી 1 એપ્રિલથી વીડ્રોઅલ બંધ કરી દઈને નિયમિત અંતરાલે અલગ અલગ બહાના કાઢી 6 મહિના સુધી રોકાણકારોને અંધારામાં રાખ્યા બાદ આખાય કૌભાંડનો પરપોટો ફૂટી જતાં હિંમતનગર શહેર સહિત આસપાસના રોકાણકારો અને એજન્ટોના ધબકારા વધી ગયા છે. લોકોના પૈસાથી લાખો રૂપિયાની અસ્ક્યામતો વસાવી લેનાર એજન્સી ભૂગર્ભમાં ઉતરી ગયા છે, ત્યારે આખાયે કૌભાંડના કથિત મુખ્ય સૂત્રધાર ધવલ પટેલને અમરેલી પોલીસ બેંગ્લોર નજીકથી પકડી રવિવારે મોડી સાંજે અમરેલી પહોંચ્યાનું જાણવા મળી રહ્યું છે. હિરેન શાહ અને મુકેશ લોઢી માસ્ટર માઇન્ડ હિંમતનગરના એજન્ટો અને કેટલાક રોકાણકારોએ લીડરો સાથે કરેલ વાતચીત બાદ એવો નિષ્કર્ષ વ્યક્ત કર્યો હતો કે, ધવલ પટેલ માત્ર મ્હોરું છે. તેને હીન્દી બોલતા પણ આવડતું નથી. ધવલ પટેલ મહેસાણાનો હોવાના દાવો થઈ રહ્યો છે પરંતુ મહેસાણામાં તેની ઓફિસ પણ નથી અને કોઈ ઓળખતું પણ નથી. સાયબર સેલમાં નોકરી કરી ચૂકયાનો દાવો કરનાર અને આ એપ્લિકેશન કાયદેસર અને સુરક્ષિત હોવાનું જણાવી લોકોને ભ્રમિત કરનાર રાજસ્થાનનો મુકેશ લોઢી અને હિરેન શાહ માસ્ટરમાઈન્ડ છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ખાસ‎:કુમકુમ મંદિરના સંતો દ્વારા સ્વામિનારાયણ ભગવાનનો પુષ્પાભિષેક
    Next Article
    રિક્ષાચાલકને બ્રેઇન હેમરેજ, કારચાલક ફરાર‎:હિંમતનગર-ઈડર હાઇવે પર કારની ટક્કરે રિક્ષા પલટી ગઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment