Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાય માતા વિશે 11 વિદ્વાનોએ 6 કલાક સુધી શાસ્ત્રાર્થ કર્યો:ગાયને શાસ્ત્રમાં ‘ગો’ કહે છે, કારણ કે ગાય ચાલે તો સૃષ્ટિનું ચક્ર પણ ચાલે, વાત્સલ્ય શબ્દ પણ ગોમાતા માટે સર્જાયો છે

    6 hours ago

    આપણે ગાયને ગૌમાતા કહીએ છીએ પરંતુ શાસ્ત્રમાં સાચો શબ્દ ‘ગૌ’ નહીં, ‘ગો’ છે. ‘ગચ્છતિ ઇતિ ગો’ એટલે કે ગાય ચાલે તો સમગ્ર સૃષ્ટિનું ચક્ર પણ ચાલે છે. ગોમાતા વિષે આ પ્રકારનો શાસ્ત્રાર્થ સિરોહીના શ્રીમનોરમા ગોલોક તીર્થ નંદગામમાં યોજાઈ ગયો. દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્ગુરુ શ્રીશંકરાચાર્યજીના ચાતુર્માસ મહોત્સવ નિમિત્તે સંસ્કૃત ગોપરિષદ સંવાદ અંતર્ગત આયોજિત અભૂતપૂર્વ શાસ્ત્રાર્થસભામાં ભગવાન વિશ્વનાથની નગરીથી પધારેલા મૂર્ધન્ય વિદ્વાનો સામે નડિયાદના બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય ડૉ. અમૃતલાલ ભોગાયતાજીના નેતૃત્વમાં ગુજરાતના પ્રસિદ્ધ વિદ્વનો ડૉ. કુલદીપ પુરોહિત, સહદેવ જોશી અને બ્રજેશ પંડિતે ભાગ લીધો હતો. શાસ્ત્રાર્થમાં ‘ગોસંવર્ધન અને સંરક્ષણ કઈ રીતે કરવું?’ તથા ‘ગાયમાં માતૃત્વની સિદ્ધિ કરવી’ એ બે વિષય પર 11 જેટલા વિદ્વાનોએ ચર્ચા કરી હતી. ગાય માતાનું સંરક્ષણ-સંવર્ધન કરી ભારતને વિશ્વગુરુ કેમ બનાવવો એની ચર્ચા સાથે દ્વારકાના શ્રી શંકરાચાર્ય સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય કુલદીપ પુરોહિતજીએ પૂર્વપક્ષનું ઉપસ્થાપન કર્યું હતું. ગાય સંબધિત યજ્ઞોના પ્રતિપાદન કરતા નડિયાદના શ્રી બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રાધ્યાપક વ્રજેશભાઈ પંડિતે પૂર્વપક્ષનું પ્રતિપાદન કર્યું હતું. વિષય-1 : ગોસંવર્ધન, સંરક્ષણ કઈ રીતે? ગોપૂજનન એ સનાતન ધર્મની પરંપરા છે. યજ્ઞથી વરસાદ થાય, વરસાદથી અનાજ પાકે અને સૃષ્ટિનું સંવર્ધન થાય. ભૂદેવો મંત્રોચ્ચાર કરે અને વિધિમાં પંચગવ્યનો ઉપયોગ થાય. આથી શાસ્ત્રોમાં ગાયને વિશ્વજનની કહી છે. દિલીપ રાજાએ અશ્વમેધ યજ્ઞ કર્યો ત્યારે ઇન્દ્ર અશ્વ લઈ ગયા. એ સમયે રાજાએ નંદિની ગાયના મૂત્રના અર્કથી આંખ સ્વચ્છ કરી ત્યારે ઇન્દ્રને સ્વર્ગમાં જતાં જોયા હતા. વિષય-2 : ગાયમાં માતૃત્વની સિદ્ધિ કોઈ પણ દૂધાળું પ્રાણી પોતાનાં બાળક માટે દૂધ સાચવતું નથી પરંતુ ગાય વાછરડાં માટે દૂધ રાખે છે. વત્સ એટલે વાછરડું અને વાત્સલ્ય એટલે વાછરડા પ્રત્યેનું ગાયનું હેત. આથી વાત્સલ્ય શબ્દ મૂળ ગાયના સંતાનપ્રેમ માટેનો છે. ગાયનું દૂધ જ સૌથી શ્રેષ્ઠ મનાય છે. ગોમૂત્ર, તેનો અર્ક, ગોમય (છાણાં), ઘી વગેરેનો નિયમિત ઉપયોગ થાય છે.
    Click here to Read More
    Previous Article
    US Open 2026: Alexander Zverev Clinches 2nd Grand Slam Title, Joins Boris Becker In Elite List
    Next Article
    ભાસ્કર ખાસ‎:કુમકુમ મંદિરના સંતો દ્વારા સ્વામિનારાયણ ભગવાનનો પુષ્પાભિષેક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment