Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આઠમી અજાયબી:સેનાની ચોથી પાંખ : આયુધ નિર્માણ સંસ્થાન

    1 week ago

    માયા ભદૌરિયા આર્મી, નેવી અને એરફોર્સ—આ ત્રણેય પાંખોનાં પરાક્રમોથી તો આપણો દેશ ગર્વ અનુભવે છે, પણ આ ત્રણેય પાંખોના હાથમાં હથિયાર હોય, ત્યારે તેને અખૂટ બળ પૂરું પાડતી એક ‘ચોથી પાંખ’ પણ છે, જેને આયુધ નિર્માણ એટલે કે ઓર્ડનન્સ ફેક્ટરીઝ કહેવાય છે. તેમના વગર યુદ્ધના મેદાનમાં શૌર્ય બતાવવું અશક્ય છે. 18 માર્ચ, 1802નો એ દિવસ કે જ્યારે કોલકાતામાં કાશીપુર ખાતે ભારતની સૌપ્રથમ ઓર્ડનન્સ ફેક્ટરી (હાલ ગન એન્ડ શેલ ફેક્ટરી)માં ઉત્પાદન શરૂ થયું હતું. આજે 224 વર્ષ પછી પણ, આ ચોથી પાંખનો આયુધ-ઇતિહાસ અને તેનું અદૃશ્ય સમર્થન અજાણ્યાં પાસાંઓથી ભરેલું છે. આ દિવસે દેશભરની વિવિધ ફેક્ટરીમાં પ્રદર્શનો યોજાય છે, જેમાં સામાન્ય નાગરિકોને ભારતીય સેનાનાં હથિયારો અને સાધનો જોવાની તક મળે છે. શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવે છે. ઈતિહાસ શું કહે છે? ભારતમાં આયુધ ફેક્ટરીઝની શરૂઆત આઝાદી સાથે નહીં, પણ બ્રિટિશ શાસન સાથે શરૂ થઈ. ત્યારે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને તેમના વિશાળ સૈન્ય માટે શસ્ત્રો અને દારૂગોળાના પુરવઠાની જરૂર હતી. ઇંગ્લેન્ડથી આ સાધનો મંગાવવા મોંઘાં અને સમય માંગી લે તેવાં હતાં. તેથી ભારતમાં જ ઉત્પાદન કેન્દ્રો સ્થાપવાનું શરૂ કર્યું. કાશીપુરમાં ગન કેરેજ એજન્સીની સ્થાપના એ માત્ર ફેક્ટરી નહીં, પણ ભારતમાં આધુનિક એન્જિનિયરિંગનો પાયો હતો. ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ: સૈન્યનાં શસ્ત્રોનું પાવરહાઉસ અહીં રાઈફલ્સ, તોપો, દારૂગોળો, મિઈન ટેન્કો, લશ્કરી વાહનો અને કપડાં જેવી અનેક વસ્તુઓનું ઉત્પાદન થાય છે. જોકે, ભારત સરકારે સંરક્ષણ ઉત્પાદનમાં વધારે કાર્યક્ષમતા લાવવા માટે ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડનું વિસર્જન કરીને તેને 7 નવી જાહેર ક્ષેત્રની કંપનીઓમાં રૂપાંતરિત કર્યું. 1 ઓક્ટોબર, 2021થી તેનો અમલ થયો. એ સાત કંપનીઓ અને તેનું કાર્ય આ મુજબ છે- Munitions India Limited: અહીં નાનાં હથિયારોની ગોળીઓથી લઈને તોપના ગોળા અને મિસાઈલના ભાગો બને છે.તે ભારતની સૌથી મોટી સંરક્ષણ કંપની છે. Armoured Vehicles Nigam Limited: અર્જુન ટેન્ક, ટી-90 ટેન્ક તેમજ સશસ્ત્ર વાહનો બનાવે છે. Advanced Weapons and Equipment India Limited: તોપો અને નાનાં હથિયારો માટે. અહીં ધનુષ જેવી અત્યાધુનિક તોપો તૈયાર કરવામાં આવે છે. Troop Comforts Limited: સૈનિકોના ગણવેશ, ટેન્ટ અને બૂટ જેવી સુવિધાઓ. Yantra India Limited: મશીનરી અને સ્પેરપાર્ટ્સનું ઉત્પાદન India Optel Limited: ઓપ્ટિકલ સાધનો અને સર્વેલન્સ સિસ્ટમ માટે Gliders India Limited: પેરાશૂટ અને ગ્લાઈડર્સ માટે ભારતના અદૃશ્ય સૈનિકો: સંરક્ષણના ખરા રક્ષકો આ સંસ્થાઓ ભારતીય સૈનિકનું અભેદ્ય સુરક્ષા કવચ તૈયાર કરે છે. સૈનિકના માથા પરનું બુલેટપ્રૂફ હેલ્મેટ હોય કે દુર્ગમ પહાડોમાં પથરાયેલા પથ્થરો સામે રક્ષણ આપતા ખાસ ગમબૂટ. આવી દરેક નાની-મોટી વસ્તુ આ સૈનિકોની ચોકસાઈનું પરિણામ છે. સિયાચીન જેવા વિસ્તારોમાં જ્યાં -50 ડિગ્રીની હાડ થીજવતી ઠંડી છે, ત્યાં સૈનિકના શરીરનું તાપમાન જાળવી રાખતાં ખાસ જેકેટ્સ, આકાશી રક્ષણ માટેનાં પેરાશૂટ્સ, લેન્ડમાઈન વિસ્ફોટો સામે રક્ષણ આપતાં માઈન પ્રોટેક્ટેડ વાહનો અને રણમેદાનમાં કાળ બનીને ત્રાટકતી વિશાળ ટેન્કો- ભારતની આ ચોથી પાંખની જ અણમોલ દેન છે. કારગિલ યુદ્ધનો અનસંગ હીરો 1999માં દુશ્મનો ઊંચાઈ પર બેઠા હતા અને ભારતીય સૈનિકોને તોપમારાની જરૂર હતી, ત્યારે ‘બોફોર્સ’ જેવી તોપો માટે જરૂરી દારૂગોળો ખૂટી રહ્યો હતો. તે સમયે ઓર્ડનન્સ ફેક્ટરીના કર્મચારીઓએ રજાઓ રદ કરી, 24 કલાકની શિફ્ટમાં કામ કરીને ઝડપથી ઉત્પાદન કર્યું. યુદ્ધની ઉતાવળમાં પણ આ કર્મચારીઓએ ગુણવત્તા સાથે જરાય સમજૂતી ન કરી. ફેક્ટરીમાં ઉત્પાદન થતાની સાથે જ તેને સીધું યુદ્ધના મેદાન સુધી પહોંચાડવા માટે આ કર્મચારીઓએ રેલવે અને એરફોર્સ સાથે મળીને જે તત્પરતા બતાવી, તે ભારતના લશ્કરી ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકાયેલી છે. આત્મનિર્ભરતાનું નવું સોપાન એક સમય હતો જ્યારે આપણે નાનામાં નાની સુરક્ષા સામગ્રી માટે વિદેશી કંપનીઓ પર આધારિત હતા, પણ આજે ચિત્ર બદલાયું છે. હવે આપણે માત્ર પોતાની જરૂરિયાતો જ પૂરી નથી કરતા, પરંતુ વિશ્વના અન્ય દેશોને ઉચ્ચ ગુણવત્તાનાં હથિયારો પહોંચાડીને સંરક્ષણ ક્ષેત્રે ગ્લોબલ હબ બન્યા છીએ. આજે ભારત ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ના મંત્ર સાથે વિશ્વફલક પર ઉભરી રહ્યું છે, ત્યારે ઓર્ડનન્સ ફેક્ટરીઓએ પોતાની વર્ષો જૂની પરંપરાગત છબિ બદલીને અત્યાધુનિક ટેકનોલોજી સાથે નવો ઓપ ધારણ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    સાયબર સિક્યુરિટી:હોટેલ બુકિંગના નામે તમારું ખાતું ખાલી કરતી ગેંગ
    Next Article
    ઋતુ બદલાતા જ તમે બીમાર પડી જાવ છો?:ઉનાળામાં સ્વસ્થ રહેવા 11 સાવચેતીઓ રાખો, ડાયટમાં આ 6 વસ્તુઓ સામેલ કરો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment