Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર સિક્યુરિટી:હોટેલ બુકિંગના નામે તમારું ખાતું ખાલી કરતી ગેંગ

    1 week ago

    ઉનાળાનું વેકેશન હવે નજીકમાં છે. બાળકોની પરીક્ષાઓ પૂરી થતાં પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન બનવા લાગે છે. પ્રવાસના આયોજનમાં સૌથી પહેલું અને અગત્યનું કામ હોય છે એક સારી, સુરક્ષિત અને બજેટમાં હોય તેવી હોટેલ શોધવી. આપણામાંથી મોટાભાગના લોકો આના માટે સીધો ગૂગલનો આશરો લે છે. જોકે, ધ્યાન રાખજો કે ઘણી વખત ઇન્ટરનેટ પર દેખાતી શાનદાર હોટેલ અને તેમનું આકર્ષક ડિસ્કાઉન્ટ ખરેખર સાયબર ગઠિયાઓએ બિછાવેલી એક જાળ હોઈ શકે છે. આજકાલ આ પ્રકારના કિસ્સાઓ વધી રહ્યા છે. આજે આ જ ‘હોટેલ બુકિંગ ફ્રોડ’ વિશે વાત કરવી છે. આ ફ્રોડ કેવી રીતે થાય છે? ગૂગલ મેપ્સ સાથે છેડછાડ: ગૂગલ મેપ્સ પર સામાન્ય જનતાની સુવિધા માટે ‘Suggest an Edit’ નામનું એક ફીચર હોય છે. સાયબર ઠગો આનો જ ગેરફાયદો ઉઠાવીને અસલી અને જાણીતી હોટેલોની કોન્ટેક્ટ ડિટેલ્સમાં પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરી દે છે. જ્યારે તમે મેપ્સ પર હોટેલનો નંબર જોઈને કોલ કરો છો, ત્યારે ફોન કોઈ અસલી હોટેલના રિસેપ્શન પર નહીં, પણ જામતારા કે મેવાતમાં બેઠેલા કોઈ ભેજાબાજ ગઠિયાને લાગે છે. આબેહૂબ નકલી વેબસાઈટ: ગઠિયાઓ અસલી હોટેલની વેબસાઈટની કોપી (Clone) બનાવી લે છે. વેબસાઈટના નામમાં બસ થોડોક જ ફેરફાર હોય છે (જેમ કે અસલી વેબસાઈટ www.tajhotels.com હોય, તો ગઠિયાઓ www.tajhotel-booking.com બનાવી દેશે). લોકો અસલી સમજીને ત્યાં પેમેન્ટ કરી દે છે. સોશિયલ મીડિયા પર બમ્પર ડિસ્કાઉન્ટ: ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર ‘5-સ્ટાર હોટેલ માત્ર 1500 રૂપિયામાં’ કે ‘Buy 1 Get 1 Free’ જેવી આકર્ષક જાહેરાતો ચલાવવામાં આવે છે, જે સીધી તમને ગઠિયાઓના વોટ્સએપ નંબર પર લઈ જાય છે. મીઠી વાતો અને ઉતાવળની રમત જ્યારે તમે આપેલા નંબર પર કોલ કરો છો, ત્યારે સામેવાળી વ્યક્તિ એકદમ પ્રોફેશનલ રીતે વાત કરે છે. તે તમને બેકગ્રાઉન્ડમાં રિસેપ્શન જેવો અવાજ પણ સંભળાવી શકે છે. ત્યાર પછી તે તમારા મન સાથે રમત રમે છે. તેઓ કહેશે કે ‘સાહેબ, સીઝન હોવાથી બસ એક જ રૂમ બચ્યો છે. ઘણાં લોકોનું વેઇટિંગ છે. જો તમે હમણાં જ 50% એડવાન્સ પેમેન્ટ કરી દેશો તો હું તમારો રૂમ બુક કરી દઈશ.’ સસ્તાની લાલચ અને રૂમ હાથમાંથી જતો રહેવાના ડરથી તમે તરત પૈસા મોકલી આપો છો. જ્યારે તમે પરિવાર સાથે એ હોટેલ પહોંચો છો, ત્યારે રિસેપ્શનિસ્ટ કહે છે કે તમારા નામનું કોઈ બુકિંગ છે જ નહીં. ત્યાં સુધીમાં પેલા ‘મેનેજર’નો નંબર સ્વિચ ઓફ થઈ ગયો હોય છે. આ ફ્રોડને કેવી રીતે ઓળખવું? વ્યક્તિગત ખાતામાં પેમેન્ટ: કોઈ પણ અસલી અને જાણીતી હોટેલ તમારી પાસે કોઈ વ્યક્તિના પર્સનલ UPI નંબર કે સેવિંગ એકાઉન્ટમાં પૈસા નથી માંગતી. તેમની પાસે હોટેલની કંપનીના નામનું ‘કરન્ટ એકાઉન્ટ’ હોય છે. વધારે પડતી ઉતાવળ: જો સામેવાળો બુકિંગ માટે સતત દબાણ કરે અને કહે કે ‘હમણાં 5 મિનિટમાં ઓફર પૂરી થઈ જશે’, તો સમજી લેવું કે દાળમાં કંઈક કાળું છે. વોટ્સએપ પર બુકિંગ: જો હોટેલવાળો તમને ઓફિશિયલ ઈમેલ આઈડીના બદલે ફક્ત વોટ્સએપ પર હાથેથી ટાઈપ કરેલું બુકિંગ કન્ફર્મેશન મોકલે તો બે વખત ક્રોસ ચેક કરવું. શું ધ્યાનમાં રાખવું? સીધો ગૂગલ પરથી નંબર શોધીને ફોન કરવાને બદલે MakeMyTrip, Agoda, Booking.com, Yatra કે Goibibo જેવી જાણીતી ટ્રાવેલ વેબસાઇટ્સ અથવા એપ્સ દ્વારા બુકિંગ કરો અથવા ક્રોસ ચેક કરો. જો તમે સીધા હોટેલની વેબસાઇટ પરથી બુક કરી રહ્યા છો, તો વેબ એડ્રેસ (URL)માં સ્પેલિંગ ચોક્કસ ચેક કરો અને જુઓ કે શરૂઆતમાં ‘https’ લાગેલું છે કે નહીં. સોશિયલ મીડિયા પર આવતી ભારે ડિસ્કાઉન્ટની ઓફર પર આંધળો વિશ્વાસ ના કરો. જો ક્યારેય કમનસીબે તમારી સાથે આવું ફ્રોડ થઈ જાય, તો પહેલા 1 કલાકની અંદર (ગોલ્ડન અવર) 1930 નંબર પર કોલ કરો અને cybercrime.gov.in પર તમારી ફરિયાદ નોંધાવો. સતર્ક રહો, સુરક્ષિત રહો!
    Click here to Read More
    Previous Article
    મેંદી રંગ લાગ્યો:ટીલડીમાં રતન જડાવો મારા સાયબા
    Next Article
    આઠમી અજાયબી:સેનાની ચોથી પાંખ : આયુધ નિર્માણ સંસ્થાન

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment