Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેંદી રંગ લાગ્યો:ટીલડીમાં રતન જડાવો મારા સાયબા

    1 week ago

    સાયબો સેલાણી મારી નણદીનો વીર છે, ઝીણી ઝીણી પાંભરી મેલાવો મારો સાયબો. સાયબો સેલાણી મારી... નાક પરમાણે મારે નથણી ઘડાવી દ્યો, ટીલડીમાં રતન જડાવો મારા સાયબા. સાયબો સેલાણી મારી... ડોક પરમાણે મારે હારલો ઘડાવી દ્યો, પારલામાં હીરલા જડાવો મારા સાયબા. સાયબો સેલાણી મારી... હાથ પરમાણે મારે ચૂડલી ઘડાવી દ્યો, ગુજરીમાં મોતીડાં જડાવો મારા સાયબા. સાયબો સેલાણી મારી... પગ પરમાણે મારે કાંબિયું ઘડાવી દ્યો, ઝાંઝરીમાં ઘૂઘરી ટંકાવો મારા સાયબા. સાયબો સેલાણી મારી... અંગ પરમાણે મારે કમખો સિવડાવી દ્યો, ચૂંદડીમાં મોરલા ચિતરાવો મારા સાયબા. સાયબો સેલાણી મારી... ઈન્ટરનેટની શોધ અને વપરાશ બહુ મોટી ક્રાંતિ છે. એનાથી ઘણું બધું વિસરી ગયાં પણ સામે ઘણું બધું સંગ્રહી શક્યાં. મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપમાં વ્યસ્ત થયાં એટલે ઘણીખરી પરંપરા ભુલાઈ ગઈ પણ એ જ પરંપરાને મોબાઈલમાં કાયમ માટે રાખી પણ શક્યા છીએ. જેમ કે મોબાઈલની અહર્નિશ સેવા મળતી રહેવાને લીધે લોકસાહિત્ય અને લોકસંગીત સાથે નવી પેઢીનું તાદાત્મ્ય ઓછું થયું પણ ફાયદો એ થયો કે ઈન્ટરનેટને કારણે એમાંથી ઘણું સચવાઈ ગયું. આપણે વહેતી નદીના જળનું માપ કેમ કાઢી શકીએ? દરરોજ કરોડો લીટર પાણી વહીને દરિયામાં ઠલવાઈ જાય એમ લોકસરિતાની અમૃતધારાઓ એટલે કે લોકગીત, ભજન, દુહા, છંદ, લગ્નગીત, ગરબા, ગરબી, ધોળ, પદ, કીર્તન વગેરે અમાપ છે. આપણી પાસે આવું ગેય સાહિત્ય કેટલું છે એનો હિસાબ માંડવો લગભગ અસંભવ છે. આપણી પાસે કેટલાં લોકગીતો, ભજનો, દુહા-છંદ, ધોળ, લગ્નગીતો, લોકવાર્તાઓ છે એનો હિસાબ ન મળે. આમાંથી કેટલુંક સાહિત્ય જ નામાચરણવાળું છે બાકીનું અજ્ઞાત સર્જકોનું પ્રદાન છે. આના પરથી સમજી શકાય છે કે આપણા પૂર્વજો પાસે સાધન-સુવિધાના નામે કંઈ નહોતું પણ મૌલિકતા કેટલી બધી હતી! ‘સાયબો સેલાણી મારી નણદીનો વીર છે...’ સુખી નારીના ટહુકા સમું મજેદાર લોકગીત છે. એક વહુવારુ કહે છે કે મારો સાયબો મોજીલો છે, રંગીલો છે, આઠેય પ્હોર આનંદમાં રહે છે એટલે એની પાસે કંઈક ને કંઈક માંગતા રહેવાની મને તાલાવેલી રહે છે. મને ઝીણી કાંતેલી રંગબેરંગી ચૂંદડીની કામના છે. મને નથણી ઘડાવી, ટીલડીમાં રતન જડાવી દો. એમ હારલો, ચૂડલી, કાંબિયું ઘડાવવા અને અન્ય આભૂષણોમાં હીરા-મોતી ટંકાવી દેવાની લાગણી વ્યક્ત કરે છે તો કમખો સિવડાવી, ચૂંદડીમાં મોરલા ચિતરાવી દેવા પણ કહે છે. આવી માંગણી સ્ત્રી તો જ કરી શકે જો પતિ અને સાસરિયાં સારા હોય, ઘરમાં પોતાનું ઊપજણ હોય, પુરુષ પોતાની પત્નીને સમાન હક આપવાની માનસિકતા ધરાવતો હોય; નહીંતર એ યુગની વહુવારુની શી મજાલ હતી કે પોતાના માટે કંઈ માંગી શકે? ભલે એ સમય મહિલાઓ માટે ઘણો જ કપરો કાળ હતો છતાં કેટલાંક કુટુંબોમાં માનુનીઓને વિચારો વ્યક્ત કરવાની મોકળાશ મળતી હતી. આપણાં લગ્નગીતોના ઢાળ સાકર જેવા મીઠડા હોય છે. કેટલાંય લોકગીતોના ઢાળ લગ્નગીતો જેવા તો લગ્નગીતોના ઢાળ લોકગીતો જેવા હોય છે. લોકગીતની મજા જ એના ઢાળમાં છે. શબ્દો તો સાવ સીધાસાદા પણ કમ્પોઝિશન લિજ્જતદાર. આ લોકગીતનો ઢાળ મહદઅંશે લગ્નગીતને મળતો આવે છે.
    Click here to Read More
    Previous Article
    મનદુરસ્તી:શું વિષાક્ત વ્યક્તિત્વ સાથે તમારે પનારો પડ્યો છે?
    Next Article
    સાયબર સિક્યુરિટી:હોટેલ બુકિંગના નામે તમારું ખાતું ખાલી કરતી ગેંગ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment