Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માત્ર સ્ત્રીઓને જ નહીં, પુરુષોને પણ 'મૂડ સ્વિંગ્સ'ની સમસ્યા:30ની ઉંમર પછી 'એન્ડ્રોપોઝ'નો શિકાર, હોર્મોનલ ઇમ્બેલેન્સના 12 સંકેતો; જાણો કયા મેડિકલ ટેસ્ટ જરૂરી

    1 week ago

    સ્ત્રીઓમાં પીરિયડ્સ કે મેનોપોઝ દરમિયાન મૂડ સ્વિંગ્સ, થાક અને ઉદાસી થવી સામાન્ય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે પુરુષોને પણ આ સમસ્યાઓ થાય છે. આ બધા માટે આપણા હોર્મોન્સ જવાબદાર હોય છે. ફરક માત્ર એટલો છે કે પુરુષોમાં આ ફેરફારોને ઘણીવાર અવગણવામાં આવે છે. હોર્મોન્સ શરીરના દરેક જરૂરી કાર્યને નિયંત્રિત કરે છે. તેથી તેમનું સંતુલિત રહેવું જરૂરી છે. તેની અસર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. તેથી ફિઝિકલ હેલ્થમાં આજે પુરુષોના ‘હોર્મોનલ ઇમ્બેલેન્સ’ વિશે વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત- ડો. સાકેત કાંત, સિનિયર કન્સલ્ટન્ટ, એન્ડોક્રિનોલોજી, શ્રી બાલાજી એક્શન મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ, દિલ્હી પ્રશ્ન- હોર્મોનલ ઇમ્બેલેન્સ શું હોય છે? જવાબ- હોર્મોનલ ઇમ્બેલેન્સ એટલે એવી સ્થિતિ, જ્યારે શરીરમાં હોર્મોન્સનું સ્તર સામાન્ય કરતાં ઓછું કે વધુ થઈ જાય છે. હોર્મોન્સ શરીરના ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે જરૂરી છે. તે મેટાબોલિઝમ, મૂડ, ઊંઘ, પ્રજનનક્ષમતા અને વૃદ્ધિને નિયંત્રિત કરે છે. અસંતુલન થવા પર થાક, વજનમાં ફેરફાર, ખીલ અથવા મૂડ સ્વિંગ્સ જેવા લક્ષણો દેખાઈ શકે છે. સામાન્ય રીતે આ ફેરફારો ખરાબ લાઈફસ્ટાઈલ, તણાવ, થાઇરોઇડ સમસ્યાઓ અથવા વધતી ઉંમર સાથે દેખાય છે. પ્રશ્ન- પીરિયડ્સ અને મેનોપોઝને કારણે મહિલાઓના શરીરમાં ઘણીવાર હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે. પરંતુ શું મહિલાઓની જેમ પુરુષોમાં પણ હોર્મોનલ ઇમ્બેલેન્સ થઈ શકે છે? જવાબ- હા, પરંતુ બંનેના કારણો અને લક્ષણો અલગ હોઈ શકે છે. પુરુષોમાં મુખ્ય હોર્મોન ટેસ્ટોસ્ટેરોન હોય છે, જે વધતી ઉંમર, તણાવ, ખરાબ જીવનશૈલી, સ્થૂળતા અથવા કેટલીક બીમારીઓના કારણે ઓછો થઈ શકે છે. આનાથી થાક, મસલ લોસ, ઓછી સેક્સ ડ્રાઈવ, મૂડ સ્વિંગ્સ અને ઊંઘની સમસ્યા જેવા લક્ષણો દેખાઈ શકે છે. પ્રશ્ન- પુરુષોના શરીરમાં કયા ડોમિનેટિંગ હોર્મોન્સ હોય છે, જેનું અસંતુલન થઈ શકે છે? જવાબ- પુરુષોના શરીરમાં મુખ્ય ડોમિનેટિંગ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન હોય છે, જે સ્નાયુઓ અને હાડકાંની મજબૂતી માટે ખૂબ જ જરૂરી છે. તે સેક્સ ડ્રાઈવ અને સ્પર્મ પ્રોડક્શનને પણ નિયંત્રિત કરે છે. આ ઉપરાંત- ‘ઇન્સ્યુલિન હોર્મોન’- બ્લડ સુગરને નિયંત્રિત કરે છે. ‘થાઇરોઇડ હોર્મોન’- મેટાબોલિઝમને નિયંત્રિત કરે છે. ‘કોર્ટિસોલ હોર્મોન’- સ્ટ્રેસને પ્રોસેસ કરે છે. ‘ગ્રોથ હોર્મોન્સ’- શારીરિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ હોર્મોન્સ અસંતુલિત થવા પર થાક, વજનમાં વધઘટ, મૂડ સ્વિંગ, નબળાઈ, ઊંઘનો અભાવ અને સેક્સ્યુઅલ હેલ્થ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. સ્વસ્થ જીવનશૈલી અને સમયસર તપાસ દ્વારા તેમને સંતુલિત રાખી શકાય છે. પ્રશ્ન- પુરુષોમાં કયા સંકેતોથી ખબર પડે છે કે શરીરમાં હોર્મોનલ અસંતુલન છે? જવાબ- પુરુષોમાં હોર્મોનલ અસંતુલનના કારણે ઘણીવાર થાક, મૂડ સ્વિંગ્સ જેવા લક્ષણો જોવા મળે છે. તેના તમામ લક્ષણો ગ્રાફિકમાં જુઓ- પ્રશ્ન- જો કોઈને સતત થાક રહેતો હોય તો શું તે હોર્મોન્સમાં ગડબડીનો સંકેત હોઈ શકે છે? જવાબ- હા, સતત થાક લાગવો એ હોર્મોન્સમાં ગડબડીનો સંકેત હોઈ શકે છે, પરંતુ તે એકમાત્ર કારણ નથી હોતું. ટેસ્ટોસ્ટેરોન, થાઇરોઇડ અને કોર્ટિસોલ (સ્ટ્રેસ હોર્મોન) આપણી ઊર્જા, મેટાબોલિઝમ અને ઊંઘને ​​નિયંત્રિત કરે છે. તેના અસંતુલિત થવા પર થાક અનુભવાઈ શકે છે. જોકે, એનિમિયા, ઊંઘનો અભાવ, તણાવ અથવા ખરાબ આહાર પણ તેનું કારણ હોઈ શકે છે. તેથી જો થાક લાંબા સમય સુધી રહે અને તેની સાથે અન્ય લક્ષણો પણ દેખાય, તો બ્લડ ટેસ્ટ કરાવીને સાચું કારણ જાણવું જરૂરી છે. પ્રશ્ન- મૂડ સ્વિંગ અને ગુસ્સાનો હોર્મોનલ ઇમ્બેલેન્સ સાથે શું સંબંધ છે? જવાબ- મૂડ સ્વિંગ અને ગુસ્સો પણ હોર્મોનલ ઇમ્બેલેન્સ સાથે સંકળાયેલા હોઈ શકે છે, કારણ કે હોર્મોન્સ મગજના કેમિકલ સિગ્નલ અને લાગણીઓને નિયંત્રિત કરે છે. ટેસ્ટોસ્ટેરોન, કોર્ટિસોલ અને થાઇરોઇડ હોર્મોનમાં ગડબડી થવા પર ચીડિયાપણું, ગુસ્સો અથવા બેચેની વધી શકે છે. ખાસ કરીને કોર્ટિસોલ લાંબા સમય સુધી ઊંચો રહેવાથી મૂડ અસ્થિર થઈ જાય છે. ઉપરાંત, ઊંઘનો અભાવ અને તણાવ પણ હોર્મોન્સને અસર કરે છે, જેનાથી આ સમસ્યા વધે છે. તેથી, જો આવા લક્ષણો સતત દેખાય, તો જીવનશૈલી સુધારવી અને જરૂર પડ્યે તપાસ કરાવવી જરૂરી છે. પ્રશ્ન- શું ઉંમર સાથે ટેસ્ટોસ્ટેરોન ઘટવું સામાન્ય છે? આ હોર્મોનની ઉણપથી શરીરમાં કયા સંકેતો દેખાય છે? કેવા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે? જવાબ- હા, ઉંમર વધવાની સાથે ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ધીમે ધીમે ઘટવું એ એક સામાન્ય જૈવિક પ્રક્રિયા છે. આને 'એન્ડ્રોપોઝ' કહેવાય છે. સામાન્ય રીતે 30-40 વર્ષ પછી તેનું ઘટવું સામાન્ય છે. તેની ઉણપથી કેટલાક સંકેતો દેખાય છે. જેમ કે- લાંબા સમય સુધી ઉણપ રહેવાથી હાડકાં નબળાં પડવાં (ઓસ્ટિયોપોરોસિસ), મેટાબોલિઝમ ધીમું થવું અને હૃદયના સ્વાસ્થ્ય પર અસર થવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. યોગ્ય જીવનશૈલી અને સમયસર તપાસ દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે. પ્રશ્ન- કમરની ચરબી (વેસ્ટ ફેટ) અને સ્નાયુઓના નુકસાનનો હોર્મોનલ અસંતુલન સાથે શું સંબંધ છે? જવાબ- તેમની વચ્ચે ગાઢ સંબંધ છે. ટેસ્ટોસ્ટેરોન સ્નાયુઓ બનાવવામાં અને ચરબી નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જ્યારે ઇન્સ્યુલિન અને કોર્ટિસોલ ચરબીના સંગ્રહને અસર કરે છે. ટેસ્ટોસ્ટેરોન ઓછું થવા પર સ્નાયુઓ ઘટવા લાગે છે અને ચરબી (ખાસ કરીને પેટની આસપાસ) વધવા લાગે છે. ઉચ્ચ કોર્ટિસોલ અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પણ કમરની ચરબી વધારે છે. આ સ્થિતિ મેટાબોલિઝમને ધીમું પાડે છે, જેનાથી વજન ઘટાડવું મુશ્કેલ બને છે. તેથી, સંતુલિત આહાર, કસરત અને તણાવ નિયંત્રિત કરવાથી હોર્મોનલ સંતુલન જળવાઈ રહે છે. પ્રશ્ન- શું તણાવને કારણે પણ હોર્મોન્સનું સંતુલન બગડી શકે છે? જવાબ- હા, તણાવને કારણે હોર્મોન્સનું સંતુલન બગડી શકે છે. તણાવની સ્થિતિમાં શરીર કોર્ટિસોલ વધુ માત્રામાં બનાવવા લાગે છે. લાંબા સમય સુધી ઉચ્ચ કોર્ટિસોલ રહેવાથી ટેસ્ટોસ્ટેરોન, ઇન્સ્યુલિન અને થાઇરોઇડ હોર્મોનનું સંતુલન પ્રભાવિત થઈ શકે છે. પ્રશ્ન- હોર્મોન ટેસ્ટ ક્યારે કરાવવો જોઈએ? તેના માટે કયા બ્લડ ટેસ્ટ જરૂરી હોય છે? જવાબ- આવા સંકેતો દેખાય ત્યારે હોર્મોન્સ ટેસ્ટ કરાવવા જોઈએ- સામાન્ય રીતે બ્લડ ટેસ્ટમાં થાઇરોઇડ પ્રોફાઇલ (TSH, T3, T4), ટેસ્ટોસ્ટેરોન, કોર્ટિસોલ અને ઇન્સ્યુલિનની તપાસ કરવામાં આવે છે. ડૉક્ટર લક્ષણો અને જરૂરિયાત મુજબ આ ટેસ્ટ કરાવી શકે છે- પ્રશ્ન- કયા લક્ષણોમાં હોર્મોન થેરાપી જરૂરી હોય છે? જવાબ- હોર્મોન થેરાપી ક્યારે જરૂરી હોઈ શકે છે- પ્રશ્ન- શું હોર્મોન અસંતુલનનો આપણી જીવનશૈલી સાથે પણ કોઈ સંબંધ છે? જવાબ- હા, હોર્મોન અસંતુલનનો જીવનશૈલી સાથે સીધો સંબંધ છે- પ્રશ્ન- શરીરમાં હોર્મોન સંતુલન જાળવી રાખવા માટે જીવનશૈલીમાં શું સુધારા કરવા જોઈએ? જવાબ- હોર્મોનલ સંતુલન જાળવી રાખવા માટે જીવનશૈલીમાં કેટલાક સુધારા કરવા જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    ઋતુ બદલાતા જ તમે બીમાર પડી જાવ છો?:ઉનાળામાં સ્વસ્થ રહેવા 11 સાવચેતીઓ રાખો, ડાયટમાં આ 6 વસ્તુઓ સામેલ કરો
    Next Article
    આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ:મેષ જાતકોએ ચંડીપાઠ કરવા, કન્યા રાશિએ માતાજીને લાપસી અર્પણ કરવી; જાણો રાશિ પ્રમાણે પૂજાવિધિ અને ઘટસ્થાપનનું મુહૂર્ત

    Related લાઈફ સ્ટાઈલ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment