Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળના વિકાસ માટે ₹440 કરોડનો મેગા પ્રોજેક્ટ તૈયાર કરાયો:મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રી સમક્ષ વિસ્તૃત રજૂઆત કરાઈ; સ્માર્ટ, સમૃદ્ધ અને ડસ્ટ ફ્રી બનાવવાનું વિઝન

    19 hours ago

    સોમનાથની સાથે વેરાવળ અને પાટણ શહેરનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી વેરાવળ-પાટણ-સોમનાથ સંયુક્ત નગરપાલિકા દ્વારા ₹440 કરોડનો મહત્વાકાંક્ષી વિકાસ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. નગરપાલિકા પ્રમુખ નરેશ ગોહેલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ સાથે રૂબરૂ મુલાકાત કરી પ્રોજેક્ટની વિસ્તૃત રજૂઆત કરી હતી. આ બેઠક બાદ ગાંધીનગર તરફથી સરાહનીય અને હકારાત્મક પ્રતિસાદ મળ્યો હોવાની માહિતી પ્રમુખે આપી હતી. શિક્ષણ, આરોગ્ય અને પ્રવાસન ક્ષેત્રે આધુનિકીકરણ છેલ્લા ત્રણ મહિનાથી નિષ્ણાતોની મદદથી તૈયાર કરાયેલા આ ડીટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટમાં શિક્ષણ, આરોગ્ય, દરિયાકાંઠાના વિકાસ અને સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓનું આધુનિકીકરણ કરવા તેમજ અર્બન હેલ્થ સેન્ટર અને રસીકરણ કેન્દ્રો સ્થાપવાનું આયોજન છે. આ ઉપરાંત સોમનાથથી ગીતા મંદિર સુધીના પેડેસ્ટ્રિયન પ્લાઝાને વેરાવળ સુધી લંબાવી દરિયાકિનારાને આંતરરાષ્ટ્રીય કક્ષાના વોટર સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાની યોજના સામેલ છે. આંતરરાષ્ટ્રીય ફિશિંગ હબ અને બ્લુ ઈકોનોમી વેરાવળના 120થી વધુ ફિશ પ્રોસેસિંગ યુનિટ્સ અને વિશાળ માછીમારી ઉદ્યોગને નવી ઊંચાઈ આપવા આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફિશિંગ હબ અને લેન્ડિંગ સેન્ટર વિકસાવી બ્લુ ઇકોનોમીને પ્રોત્સાહન આપવાનું વિઝન રજૂ કરાયું છે. બંદર વિસ્તારમાં બહારથી આવતા 50થી 60 હજાર શ્રમિકો માટે વિશેષ આરોગ્ય તપાસ સુવિધા ઊભી કરાશે. આ સાથે જ શહેરને તબક્કાવાર ડસ્ટ ફ્રી ઝોન બનાવવા, લેગસી વેસ્ટનો નિકાલ કરવા અને આઈકોનિક રોડ પર વિશાળ રાષ્ટ્રધ્વજ સાથે આકર્ષક સર્કલ બનાવવાનું આયોજન છે. 18 મહિનામાં વિકાસકાર્યો પૂરા કરવાનો લક્ષ્યાંક પાલિકા પ્રમુખના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીએ પ્રોજેક્ટમાં રસ દાખવી અધિકારીઓને વિગતવાર ચર્ચા કરવા સૂચના આપી છે. રૂ. 440 કરોડના આ સમગ્ર પ્રોજેક્ટને અલગ-અલગ તબક્કામાં વહેંચીને ગાંધીનગરમાં મંજૂરી અર્થે રજૂ કરાશે. રાજ્ય સરકાર તરફથી નાણાકીય ફાળવણી મળતાં જ આગામી 18 મહિનાની અંદર આ તમામ વિકાસકાર્યોને વેગ આપી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વીજ કરંટ લાગતા યુવક દાઝ્યો:પંચમહાલના અણીયદ ગામે 30 વર્ષીય યુવકને હાથ અને મોઢા પર ઇજા; ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
    Next Article
    Cabinet Clears Extension Of 850 Fast-Track Courts For Child Abuse Cases

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment