Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીકરી માટે પિતા બન્યા 'કન્યા', લેશે બોયફ્રેન્ડની પરીક્ષા:ગુજરાતી ફિલ્મ 'રફ એન્ડ ટફ કન્યા'નું મજેદાર ટ્રેલર રિલીઝ; હિતેન કુમાર ને રાગી જાનીની ધમાચકડી

    21 hours ago

    'મારી દીકરી સાથે લગ્ન કરવા છે, તો તારે લાખો રૂપિયા કમાવા પડશે.' આ પ્રકારના ડાયલોગ્સ આપણે ઘણી ફિલ્મોમાં સાંભળ્યા છે, પરંતુ શું તમે ક્યારેય જોયું છે કે, કોઈ પિતા દીકરીના લગ્ન પહેલાં તેના બોયફ્રેન્ડના ઘરે રહેવા જાય અને અસ્સલ પોતાની દીકરી જેવું વર્તન કરીને તેના બોયફ્રેન્ડ અને તેના પરિવારની પરીક્ષા કરે? આ નવા વિષય સાથે આવી રહેલી રોમ-કોમ ફિલ્મ 'રફ એન્ડ ટફ કન્યા'નું ટ્રેલર રિલીઝ થયું છે. 'વસ્ત્રાપુરના ખલી'ને દીકરી આપશે? ટ્રેલરની શરૂઆતમાં રાગી જાની હિતેન કુમારને એક પરિવારનો પરિચય આપે છે. એ પરિવાર, જેમાં હિતેન કુમારની દીકરી છવી (યુક્તિ રાંદેરિયા) લગ્ન કરીને જવા માંગે છે. શરૂઆતમાં એન્ટ્રી થાય છે સર્વદામિની (નીલમ પંચાલ)ની, જેને ખોટું અને ખરાબ ગુજરાતી બોલનારાઓ પર સખત ગુસ્સો આવે છે. એટલે સુધી કે તે હિંસા પર ઉતરી જાય છે. બીજી તરફ તેના પતિ છે, વિદ્યુત (અનુરાગ પ્રપન્ન), જે શાંત છે. ત્રીજી એન્ટ્રી થાય છે છવીના બોયફ્રેન્ડ રાજવીર (રવિ ગોહિલ)ની, જે ગંદકીથી ચીડ, ઓસીડી અને ગુસ્સાથી પીડાય રહ્યો છે. તેને 'વસ્ત્રાપુરનો ખલી' કહેવામાં આવે છે. બોયફ્રેન્ડ માટે પિતાની 30 દિવસની અનોખી શરત છવી રાજવીર સાથે લગ્ન તો કરવા માંગે છે, પણ તે તેના માતા-પિતાની મરજી વિરુદ્ધ પણ જવા માંગતી નથી. તો બીજી તરફ છવીના પિતા (હિતેન કુમાર) દીકરીને આવા પરિવારમાં મોકલવામાં ખચકાટ અનુભવી રહ્યા છે. છવીના પ્રેમમાં પાગલ રાજવીર તેના પિતાને મનાવવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર થઈ જાય છે. એ સમયે હિતેન કુમાર એક શરત મૂકે છે કે, 'હું તારા ઘરે 30 દિવસ સુધી છવી બનીને રહીશ, જો તે કે તારા પરિવારે ગુસ્સો કર્યો, તો હું આ લગ્નને મંજૂરી નહીં આપું.' હાસ્ય, ધમાલ ને લાગણીઓની વાર્તા પછી તો શરૂ થાય છે હાસ્ય, ધમાલ અને લાગણીઓની વાર્તા. ટ્રેલરમાં પિતા-પુત્રીનો પ્રેમ, પ્રેમિકા માટે કંઈ પણ કરી છુટવાની બોયફ્રેન્ડની ભાવનાને સારી રીતે વણી લેવામાં આવી છે. ફિલ્મમાં હિતેન કુમાર, યુક્તિ રાંદેરિયા, રવિ ગોહિલ, નીલમ પંચાલ, રાગી જાની, અનુરાગ પ્રપન્ન ઉપરાંત સોનાલી લેલે દેસાઈ અને ફિરોઝ ઇરાની પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. 20 નવેમ્બર 2026ના રોજ રિલીઝ થશે ફિલ્મ બિરલા સ્ટુડિયોઝ પ્રસ્તુત અને બિગ બોક્સ સિરીઝના પ્રોડક્શન હેઠળ બનેલી 'રફ એન્ડ ટફ કન્યા'નું ડિરેક્શન યશ વૈષ્ણવે કર્યું છે. 20 નવેમ્બર 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થનારી આ ફિલ્મથી બિઝનેસવુમન અનન્યા બિરલા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રોડ્યુસર તરીકે નવી શરૂઆત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરતા મેકર્સે લખ્યું, ‘દરવાજે મૂકાયા ચોખા, ઉછળ્યા લોટે લોટા, આ દિવાળીએ રફ એન્ડ ટફ કન્યા, કરશે ધડાકા મોટે મોટા.’
    Click here to Read More
    Previous Article
    'मस्जिद से एलर्जी है...' कदीमी मस्जिद को लेकर असदुद्दीन ओवैसी का साधा केंद्र सरकार पर निशाना
    Next Article
    વીજ કરંટ લાગતા યુવક દાઝ્યો:પંચમહાલના અણીયદ ગામે 30 વર્ષીય યુવકને હાથ અને મોઢા પર ઇજા; ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment