Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ:વડિયા, બાબરા, લાઠી, લીલીયા સહિત પંથકમાં ધીમીધારે વરસાદ; મરઝાતા પાકને જીવનદાન મળશે

    9 hours ago

    ગુજરાતમાં વરસાદ ખેંચાયા બાદ અમરેલી જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી જ જિલ્લામાં વરસાદ શરૂ થયો હતો. દિવસ દરમિયાન મોટાભાગના તાલુકાઓમાં ધીમીધારે વરસાદ નોંધાયો હતો, જેનાથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. અમરેલી, વડિયા, બાબરા, લાઠી અને લીલીયા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ વિસ્તારોમાં સારો વરસાદ આવતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદને કારણે રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા હતા, અને અમરેલી શહેરના માર્ગો પણ જળબંબાકાર બન્યા હતા. અમરેલી તાલુકાના દેવભૂમિ દેવળીયા, માસીયાળા, વરસડા, ઈશ્વરીયા સહિતના ગામડાઓમાં સારો વરસાદ થયો છે. તેવી જ રીતે, બાબરા તાલુકાના જામબરવાળા, ખાખરીયા, પાનસડા, ગરણી, કરીયાણા સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો છે. આ વરસાદથી ખેડૂતોને મોટો ફાયદો થશે. રાજુલા, જાફરાબાદ, ખાંભા, ધારી અને સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. આ વરસાદથી ખેડૂતોને ઘણી રાહત મળી છે અને તેમના વિવિધ પાકોને જીવંતદાન મળશે. આ વરસાદ ધરતીપુત્રો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્રના કેન્સરગ્રસ્ત દર્દીઓને મોટી રાહત:રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાં કેન્સરના સંપૂર્ણ નિદાનથી લઇ આધુનિક સારવાર ઉપલબ્ધ, મામૂલી દરથી નિદાન અને સર્જરી કરાશે, 15 સપ્ટેમ્બરે લોકાર્પણ
    Next Article
    વલસાડ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘમહેર:ધરમપુરમાં સૌથી વધુ 47 mm વરસાદ નોંધાયો, ડાંગરના પાકને સંજીવની મળતાં ખેડૂતોમાં ભારે ખુશી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment