Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘમહેર:ધરમપુરમાં સૌથી વધુ 47 mm વરસાદ નોંધાયો, ડાંગરના પાકને સંજીવની મળતાં ખેડૂતોમાં ભારે ખુશી

    8 hours ago

    દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં લાંબા સમયના અસહ્ય બફારા અને ગરમી બાદ આજે સવારથી હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. વલસાડ શહેર અને સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળોની જમાવટ સાથે ધીમીથી મધ્યમ ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદી માહોલ સર્જાતાં જ વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. 6 કલાકમાં વિવિધ તાલુકાઓમાં નોંધાયેલો વરસાદ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના આંકડા મુજબ આજે સવારે 6:00 થી બપોરે 12:00 વાગ્યા સુધીના 6 કલાકમાં તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ધરમપુરમાં 47 mm અને વાપીમાં 44 mm વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કપરાડામાં 34 mm, નાનાપોંઢામાં 30 mm, ઉમરગામમાં 15 mm, પારડીમાં 13 mm અને વલસાડ તાલુકામાં 8 mm વરસાદ નોંધાયો છે. ગરમીથી રાહત અને ખેતી પાકને નવું જીવન આ અણધાર્યા વરસાદથી છેલ્લા કેટલાક દિવસોથી ગરમીથી તોબા પોકારી ઉઠેલા સ્થાનિક નાગરિકોને મોટી શાતા મળી છે. બીજી તરફ આ વરસાદ વલસાડના ખેડૂતો માટે અમૃત સમાન સાબિત થયો છે. ડાંગર અને રાબના પાકને વર્તમાન તબક્કે પાણીની ખૂબ જરૂરિયાત હતી, ત્યારે પડેલા વરસાદથી પાકને સંજીવની મળતાં ખેડૂતોમાં ભારે ખુશી વ્યાપી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ:વડિયા, બાબરા, લાઠી, લીલીયા સહિત પંથકમાં ધીમીધારે વરસાદ; મરઝાતા પાકને જીવનદાન મળશે
    Next Article
    સીબીએસસી વોલીબોલ સ્પર્ધામાં રવિશંકર વિદ્યામંદિરની ટીમ ત્રીજા ક્રમે:વોલીબોલ સ્પર્ધામાં સિદ્ધિ બદલ પ્રિન્સિપલે વિજેતા ખેલાડીઓને બિરદાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment