Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીએમના નવસારી કાર્યક્રમ બાદ ભાજપનો યુ-ટર્ન:ફરી ઉધના કમલમમાં સંકલન બેઠકો

    22 hours ago

    11,301 કરોડના બજેટવાળી સુરત મહાનગરપાલિકાના વહીવટ અને સત્તાની લગામ પોતાના હાથમાં રાખવા મથતા પ્રદેશ ભાજપ નેતૃત્વની અનિર્ણાયકતા ફરી ચર્ચાની એરણે છે. મનપાના નવા બોર્ડની રચના બાદ પ્રદેશ હાઇકમાન્ડના આદેશથી સ્થાયી સમિતિની બેઠક પૂર્વે શહેર ભાજપ કાર્યાલય ખાતે મળતી વર્ષો જૂની ‘સંકલન બેઠક’ની પરંપરા પર અચાનક રોક લગાવી દેવામાં આવી હતી. જોકે, આ આદેશના માંડ બે મહિના વિત્યા ત્યાં જ પ્રદેશ નેતાગીરીએ ગુપચુપ રીતે મોટો યુ-ટર્ન લઈ લીધો છે અને કાર્યાલયે ફરીથી આ સંકલન બેઠકોનો ધમધમાટ શરૂ કરાવી દીધો છે. પાલિકામાં નવા શાસકોની વરણી સાથે જ પ્રદેશ ભાજપ પ્રમુખ, પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, પ્રભારી મંત્રી કનુ દેસાઈ અને સ્થાયી સમિતિ અધ્યક્ષની એક ચોક્કસ ધરી તૈયાર કરવામાં આવી હતી. આ ચોકડીના ઈશારે જ સ્થાયી સમિતિના એજન્ડા પરના તમામ વિકાસકામો અને નાણાકીય નિર્ણયો લેવાતા હતાં. જોકે, પાલિકાના કોન્ટ્રાક્ટરો પાસેથી ઉઘરાણાં થતાં હોવાની ગાંધીનગર સુધી પહોંચેલી ગંભીર ફરિયાદો બાદ પ્રદેશ મોવડીમંડળે સંગઠનને માત્ર સંગઠનની કામગીરી પૂરતું સીમિત રહેવા સ્પષ્ટ સૂચના આપી હતી. જોકે, અંદરખાને ચાલી રહેલા ભારે અસંતોષ અને જૂથબંધી વચ્ચે પ્રદેશ નેતૃત્વએ પીછેહઠ કરવી પડી છે. શું ફરી શહેર સંગઠન ચેરમેનને સૂચના આપશે ? ગતરોજ સ્થાયી સમિતિની બેઠક પૂર્વે શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ અને કમિટીના સભ્યોની હાજરીમાં અગાઉની જેમ સંકલન મળી હતી. તાજેતરમાં નવસારીમાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમો બાદ સુરત રાજકારણના સમિકરણો પણ બદલાયાની ચર્ચા છે. સંકલન શરૂ થતાં શું હવે ફરી જૂની પદ્ધતિ મુજબ શહેર સંગઠન એજન્ડા પરના કોન્ટ્રાક્ટરો નક્કી કરીને ચેરમેનને સૂચના આપશે? કે પછી ચેરમેન ગાંધીનગરના સાથે સંકલન સાધીને પોતાની રીતે નિર્ણયો લેશે? એવી ચર્ચાઓ શરૂ થઇ છે.
    Click here to Read More
    Previous Article
    શ્યામ સંગીની આગ:350 CCTV ચેક કરાયા વીમા માટે કે પૂર્વ કર્મીનું કૃત્ય અંગે તપાસ કરાશે
    Next Article
    સિટી એન્કર:આજથી સિવિલના ICUમાં બેડની સંખ્યા 20થી વધારી 43 થશે, કિડનીના દર્દીઓ માટે ડાયાલિસિસ બેડ 14થી વધારીને 30 કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment