Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:આજથી સિવિલના ICUમાં બેડની સંખ્યા 20થી વધારી 43 થશે, કિડનીના દર્દીઓ માટે ડાયાલિસિસ બેડ 14થી વધારીને 30 કરાશે

    1 day ago

    સિવિલની કિડની બિલ્ડિંગ ખાતે રવિવારે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અને આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમમાં ડાયાલિસિસ, ઇમર્જન્સી અને ICUની ક્ષમતા વધારવા ઉપરાંત ઓર્ગન ડોનેશન માટે ખાસ આઈસોલેશન ICU તથા દર્દીઓ માટે હેલ્પ ડેસ્ક સહિતની સુવિધાઓ શરૂ કરવામાં આવશે. મેડિકલ ICUની ક્ષમતા 10થી વધારીને 20 તથા સર્જિકલ ICUની ક્ષમતા પણ 10થી વધારીને 20 બેડ કરવામાં આવી છે. ઇમર્જન્સીમાં પણ 30 બેડની સુવિધા રહેશે. સરકારી આરોગ્ય યોજનાઓની માહિતી પણ મળશે ડાયાલિસિસના બેડ 30 થશે ડાયાલિસિસ સેન્ટરની બેડ ક્ષમતા 14થી વધારીને 30 કરવામાં આવી છે. કિડનીના દર્દીઓને ડાયાલિસિસ માટે વધુ સુવિધા ઉપલબ્ધ થશે. ઓર્ગન ડોનેશન માટે 3 બેડનું ICU ઓર્ગન ડોનેશનના દર્દીઓ માટે ખાસ 3 બેડનું સ્પેશિયલ આઈસોલેશન ICU તૈયાર કરવામાં આવ્યું છે. બ્રેઇન-ડેડ દર્દીઓની સંભાળ અને ઓર્ગન ડોનેશનની પ્રક્રિયા માટે આ સુવિધા ઉપયોગી બનશે. દર્દીઓ માટે 12 કલાક હેલ્પ ડેસ્ક દર્દીઓ અને તેમના સંબંધીઓને હોસ્પિટલના વિવિધ વિભાગ, OPD, લેબોરેટરી તેમજ રિપોર્ટ અને સારવારની પ્રક્રિયા અંગે માર્ગદર્શન મળી રહે તે માટે 12 કલાક હેલ્પ ડેસ્ક કાર્યરત રહેશે. સવારે 8થી બપોરે 2 અને બપોરે 2થી રાત્રે 8 વાગ્યા સુધી હેલ્પ ડેસ્કની સેવા ઉપલબ્ધ રહેશે. સરકારી આરોગ્ય યોજનાઓ હેઠળ સારવાર મેળવવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે. નવી સિવિલમાં દર્દીઓને મળનારા લાભ - બેડ 14થી વધીને 30 થતાં વધુ કિડની દર્દીઓને ડાયાલિસિસની સુવિધા મળી શકશે. - મેડિકલ અને સર્જિકલ ICUની ક્ષમતા 10-10થી વધારીને 20-20 બેડ કરવામાં આવી હોવાથી ગંભીર દર્દીઓને ICU બેડ મળવાની શક્યતા વધશે. - 30 બેડની ઇમર્જન્સી અને વેન્ટિલેટર-મોનિટર જેવી સુવિધાઓથી ગંભીર દર્દીઓને તાત્કાલિક સારવાર શરૂ કરવામાં મદદ મળશે. - 3 બેડનું અલગ આઈસોલેશન ICU હોવાથી બ્રેઇન-ડેડ દર્દીઓની સંભાળ માટે અલગ જગ્યા મળશે અને અંગદાનની પ્રક્રિયામાં સુવિધા થશે. - 12 કલાકના હેલ્પ ડેસ્કથી OPD, લેબોરેટરી, વિભાગ અને રિપોર્ટ અંગે માર્ગદર્શન એક જ સ્થળે મળી શકશે.
    Click here to Read More
    Previous Article
    પીએમના નવસારી કાર્યક્રમ બાદ ભાજપનો યુ-ટર્ન:ફરી ઉધના કમલમમાં સંકલન બેઠકો
    Next Article
    BRICS ફોટો સેશનમાં જિનપિંગ-પુતિનની વચ્ચે PM મોદી:PMએ કહ્યું- બધા દેશો એકબીજા સાથે જોડાયેલા, એક પર આવેલા સંકટની બધા પર અસર થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment