Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્યામ સંગીની આગ:350 CCTV ચેક કરાયા વીમા માટે કે પૂર્વ કર્મીનું કૃત્ય અંગે તપાસ કરાશે

    22 hours ago

    સારોલી ખાતે આવેલી શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનોમાં લગાડેલી આગના મામલે આરોપીને પકડવા સારોલી પોલીસ અને ક્રાઇમબ્રાંચે ટીમો બનાવી 350થી વધુ સીસીટીવી કેમેરા તપાસ કર્યા છે. તપાસ દરમિયાન ક્રાઇમબ્રાંચને બાઇકચાલકની મહત્વની કડી હાથ લાગી છે. CCTV ફૂટેજમાં બાઇક પર આવેલો આરોપી કડોદરા રોડ તરફ જતો દેખાય છે, પરંતુ તે નિયોલ ચેકપોસ્ટ સુધી પહોંચ્યો ન હતો. આથી તેણે આંતરિક રસ્તાઓનો ઉપયોગ કર્યો હોવાનું અને નિયોલ નજીકનો જ રહેવાસી હોવાની પ્રબળ આશંકા છે. આથી ક્રાઇમબ્રાંચની ટીમે આંતરિક રસ્તાના કેમેરાની તપાસ શરૂ કરી છે. બીજી તરફ સારોલી પોલીસે RB વિભાગ પાસે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ, ફાયર વિભાગની તમામ પ્રકારની પરમિશન, DGVCLના ઇલેક્ટ્રિક ઇન્સપેક્ટરનો રિપોર્ટ તેમજ લિફ્ટ સહિતના તમામ નિષ્ણાતોના લેખિત અભિપ્રાય મંગાવ્યો છે. આર્થિક નુકસાનની ભરપાઈ કે મોટો વીમા ક્લેમ પાસ કરાવવા માટે સુનિયોજિત રીતે આગ લગાડાઈ હોવાની આશંકાએ પોલીસ દ્વારા તમામ વીમા પોલિસીઓ અને ક્લેમ અરજીઓની ઊંડાણપૂર્વક ચકાસણી શરૂ કરાઈ છે. બદલો લેવાના ઇરાદે કોઈ નારાજ પૂર્વ કર્મચારીએ આ કૃત્ય કર્યું છે કે કેમ તે જાણવા છેલ્લા દોઢ વર્ષમાં કાઢી મુકાયેલા કે પગાર વિવાદ ધરાવતા કર્મચારીઓની હિસ્ટ્રી તપાસવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં મંગળવારે મધરાત્રે છ્ઠા માળે લાગેલી આગમાં 17થી વધુ દુકાનો લપેટમાં આવી હતી. સતત 20 કલાક સુધી ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફરીથી ધુમાડા અને ગરમીના કારણે આગ ભભૂકી ઉઠતા સતત 16 કલાક સુધી કુલિંગની કામગીરી કરવામાં આવી હતી. સ્ટેન્ડ બાય રખાયેલી ગાડીઓ હટાવાઇ શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં આગની લાગ્યાની ઘટના બાદ સાવધાનીના પગલા રૂપે ફાયર બ્રિગેડ દ્વારા 3 ગાડીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. જેમાં શુક્રવારે 2 ગાડીઓ ત્યાંથી ખસેડી લેવામાં આવી હતી. શનિવારે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાની ખાતરી થયા બાદ એક ગાડીને પણ ત્યાંથી હટાવી લેવામાં આવી હતી.આમ ઘટનાના ચોથા દિવસે ફાયર બ્રિગેડે સ્ટેન્ડ બાય રખાયેલી વોટર બાઉઝરને આગના સ્થળેથી ખસેડી લેવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં પાવર ગ્રીડ લાઈનોના વળતર માટે ખેડૂતો CMને રજૂઆત કરશે:ધારાસભ્યોની હાજરીમાં બેઠક યોજાઈ, MRC અને બાગાયતી વૃક્ષોના વળતરની માગ
    Next Article
    પીએમના નવસારી કાર્યક્રમ બાદ ભાજપનો યુ-ટર્ન:ફરી ઉધના કમલમમાં સંકલન બેઠકો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment