Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં પાવર ગ્રીડ લાઈનોના વળતર માટે ખેડૂતો CMને રજૂઆત કરશે:ધારાસભ્યોની હાજરીમાં બેઠક યોજાઈ, MRC અને બાગાયતી વૃક્ષોના વળતરની માગ

    14 hours ago

    નવસારી જિલ્લામાં પાવર ગ્રીડની લાઈનો પસાર થવાથી ખેડૂતોને થઈ રહેલા નુકસાન અને વળતર અંગે સર્કિટ હાઉસ ખાતે એક ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ અને નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ હાજર રહ્યા હતા. ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવવા આવનારા દિવસોમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રૂબરૂ મળી રજૂઆત કરવાનું નક્કી કરાયું છે. ખેડૂતોએ જણાવ્યું કે, અન્ય જિલ્લાઓમાં સરકાર વિરુદ્ધ જે વિરોધ કે સંઘર્ષ થયો હતો, તેમાં ન જોડાતા તેમણે શાંતિથી રજૂઆત કરી છે, જેનો ઉકેલ મળવો જોઈએ. ખેડૂત સમન્વય સમિતિના પ્રમુખ દિલીપભાઈ રાયકાએ કહ્યું કે, નવસારી જિલ્લામાંથી પાવર ગ્રીડની આશરે પાંચ જેટલી લાઈનો પસાર થઈ રહી છે. તેમાંથી ત્રણનું કામ પૂરું થઈ ચૂક્યું છે અને બેનું કામ ચાલુ છે. 04-07-2026 ના રોજ આવેલા નવા પરિપત્ર પ્રમાણે જમીનનું મૂલ્યાંકન MRC (માર્કેટ રેટ કમિટી) દ્વારા કરવાનું નક્કી કરાયું છે. ખેડૂતોએ વેસ્મા અને પરથાણ એમ બે સેમ્પલ ગામોમાં MRC કરાવી છે, જેના પરિણામથી ખેડૂતો ખુશ છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે, જે ત્રણ લાઈનોનું કામ અગાઉ પૂરું થઈ ગયું છે અને હજુ સુધી મૂલ્યાંકન કે વળતર ચૂકવાયું નથી, તેમને પણ MRC હેઠળ આવરી લેવાય. નવસારી અને ગણદેવી વિસ્તાર બાગાયતી ખેતી માટે જાણીતો છે, જ્યાં આંબા અને ચીકુના બગીચાઓને ઘણું નુકસાન થાય છે. અત્યારની નીતિ પ્રમાણે, જમીન સંપાદન થાય તો બમણું વળતર મળે છે, પણ ઉપયોગના હક માટે ઝાડના માત્ર સિંગલ પૈસા ચૂકવાય છે, જે યોગ્ય ન હોવાનું ખેડૂતો કહે છે. ખેડૂતોની માંગ છે કે, ઝાડના વળતરમાં પણ બમણો લાભ મળવો જોઈએ. સાથે જ, મહાનગરપાલિકાની જેમ કોરિડોરમાં પણ યોગ્ય ટકાવારી પ્રમાણે વળતર મળે. કોઈને ગોળ, કોઈને ખોળ" જેવી સ્થિતિ સર્જાવાની આશંકા ખેડૂત પરિમલ પટેલે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લાના 58 જેટલા ગામો આ પ્રોજેક્ટથી પ્રભાવિત છે. જિલ્લાના 80 ટકા જેટલા ખેડૂતોના ખેતરોમાં વીજ પ્રવાહ પહેલેથી જ ચાલુ થઈ ગયો છે. નવા જી.આર. મુજબ માત્ર ચાલુ કે આગામી લાઈનો માટે જ એમ.આર.સી. નક્કી કરવામાં આવી છે, જેના કારણે અગાઉ પૂર્ણ થયેલી લાઈનોના ખેડૂતો વળતરથી વંચિત રહી જશે અને ખેડૂતો વચ્ચે અસમાનતા ઊભી થશે. આ અસમંજસ દૂર કરવા માટે ધારાસભ્યોને આવેદનપત્ર આપી સરકાર સમક્ષ કડક રજૂઆત કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે.આ બેઠકમાં ધારાસભ્યો સમક્ષ ખેડૂતોએ પોતાની વેદના ઠાલવી હતી અને આગામી સમયમાં મુખ્યમંત્રી સમક્ષ આ પ્રશ્ને યોગ્ય ન્યાય મળે તેવી પ્રબળ આશા વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    લખનઉમાં મોહમ્મદ શમીના ભાઈ પર બળાત્કારના આરોપો:મહિલાએ કહ્યું- IPLમાં સિલેક્શન પછી લગ્નનું વચન આપ્યું હતું, ફ્લાઇટમાં મુલાકાત થઈ હતી
    Next Article
    શ્યામ સંગીની આગ:350 CCTV ચેક કરાયા વીમા માટે કે પૂર્વ કર્મીનું કૃત્ય અંગે તપાસ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment